धर्मार्थकाममोक्षाणाम् आरोग्यं मूलमुत्तमम् ।
रोगास्तस्यापहर्तारः श्रेयसो जीवितस्य च ॥ -चरकसंहिता सूत्रस्थानम् - १.१४
ધર્મ ,અર્થ ,કામ અને મોક્ષ નું મૂળ ઉત્તમ આરોગ્ય જ છે.અર્થાત આ ચાર ની પ્રાપ્તિ આપણા મા સારા આરોગ્ય વગર સંભવ નથી.
तदायुर्वेद यतीत्यायुर्वेद:।
અર્થાત જે આયુ વિશે જ્ઞાન કરાવે તેને આર્યુર્વેદ કહેવાય.
સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી જે દુઃખી થવા ચાહતી હોય, સુખની ચાહ પ્રત્યેક વ્યક્તિની હોય છે, પરન્તુ સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે શરીરમાં કોઈ વિકાર ન હોય અને જો વિકાર થઇ જાય તો એને તરત જ દૂર કરવામાં આવે. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિ કે સ્વાસ્થ્યનું રક્ષણ તેમ જ રોગીઓના વિકારનું શમન કરવાનું છે. ઋષિ જાણતા હતા કે ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ સ્વસ્થ જીવન વડે જ મળે તેથી એમણે આત્માના શુદ્ધિકરણ ની સાથે શરીરના શુદ્ધિકરણ તેમ જ સ્વાસ્થ્ય પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે.
આયુર્વેદના વિકાસ ક્રમ અને વિકાસના ઇતિહાસ પર દૃષ્ટિપાત કરવાથી સમજાય છે કે આદિ કાળના પૂર્વજો રોંગોથી મુક્તિ મેળવવા માટે જે જંગલી જડ઼ીબૂટ્ટીઓનો, રહેણીકરણી અને અન્ય પદાર્થોને રોગાનુસાર આરોગ્યાર્થ સ્વરૂપમાં સ્વીકાર કર્યો. આ બધું જ્ઞાન એમણે પેઢી દરપેઢી વારસામાં આપતા ગયા. આ બધું જ જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિ પર આધારિત રહ્યું. કાળક્રમે આ જ્ઞાન એક સ્થાન પર એકત્ર થયું. જ્યારે ગુરૂકુળોની સ્થાપના થઇ તો ધર્મ, કર્મ, અર્થ, કામ અને મોક્ષ ઇત્યાદિની પ્રાપ્તિ માટે એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તન અને મન સ્વસ્થ નહી હોય, ત્યાં સુધી આ ઉદ્દેશ પ્રાપ્ત કરવો કઠિન છે, તેથી પહેલી આવશ્યકતા શરીરને સ્વસ્થ રાખવાની છે.
આયુર્વેદમાં અનેક રોગોને દૂર કરવા માટે અનેક દવામાંથી આજે અમે કેટલીક ખાસ-ખાસ દવાઓ વિશે જણાવવા માગીએ છીએ જેનો તમે જે-તે રોગમાં ઉપયોગ કરી શકો છો.
જૂના જમાનાથી લોકો વનસ્પતિ ઔષધિ કે જડીબુટ્ટીથી બીમારીનો ઇલાજ કરતા આવ્યા છે. એબર પપાયરસ ગ્રંથની જ વાત કરો. એ ગ્રંથ ઇજિપ્તમાં આશરે ઈસવીસન પૂર્વે ૧૬મી સદીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. એમાં દેશી દવાઓથી અનેક બીમારીઓનો ઉપચાર બતાવતી આશરે ૭૦૦ જેટલી રીતો લખેલી છે. જોકે, મોટા ભાગના દેશી ઉપચારોનો કોઈ રેકોર્ડ નથી, એ બાપદાદાઓ પેઢીઓથી પોતાના સંતાનોને કહેતા આવ્યા છે.
એમ લાગે છે કે પશ્ચિમના દેશોમાં જડીબુટ્ટીઓથી ઇલાજ કરવાની શરૂઆત પહેલી સદીમાં ગ્રીક ચિકિત્સક, ડાયોસ્કોરીડેસે કરી હતી. તેમણે ડી મેટેરિયા મેડિકા નામનો ઔષધવિદ્યાનો ગ્રંથ લખ્યો હતો. એ ગ્રંથ પછીના ૧,૬૦૦ વર્ષ સુધી, દવાઓ તૈયાર કરવામાં ખૂબ મહત્ત્વનો સાબિત થયો. હવે તો દુનિયાના ઘણા દેશોમાં બાપદાદાઓથી ચાલ્યા આવતા દેશી ઉપચારો ખૂબ જ લોકપ્રિય થવા લાગ્યા છે. જર્મનીમાં તો, ત્યાંનું હેલ્થ ડિપાર્ટમેન્ટ દેશી દવાઓનો ખર્ચ ભોગવવા પણ તૈયાર છે.
લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે ઘરે ઘરે જાણીતી દેશી દવાઓ આજની નવી નવી દવાઓ કરતાં ખૂબ જ સુરક્ષિત છે. પણ યાદ રાખો, દેશી દવાઓથી પણ તમને અમુક નુકસાન થઈ શકે છે. તેથી, સવાલ થાય છે કે, જો દેશી ઉપચારથી કોઈ બીમારીનો ઇલાજ કરાવવો હોય તો, શું ધ્યાનમાં રાખવું જોઈએ? અને જુદા જુદા ઉપચારો કરાવવા કરતાં જો એક જ જાતની દવા લેવામાં આવે તો, એનાથી ફાયદો થશે કે કેમ?
મુખ્યસ્ત્રોત : જૈન યુનિવર્સિટી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020