વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નેત્રદાન

નેત્રદાન વિશેની માહિતી આપવામાં આવી છે

નેત્રદાન કેમ કરવું જોઈએ?

નેત્રદાન માં મૃત્યુ પામેલા વ્યક્તિ માંથી આંખ ની કીકી (કોર્નિયા ) બીજા વ્યક્તિ માં પ્રત્યારોપિત કરી શકાય છે. બાકીની આંખનો ઉપયોગ શિક્ષણ તથા રિસર્ચમાં થાય છે.

નેત્રદાન કરવાથી મૃત્યુ પામેલા વ્યક્તિ બીજા બે વ્યક્તિને દ્રષ્ટિની ભેટ આપીને જાય છે.

નેત્રદાનની ભારતમાં અત્યંત તાતી જરૂર છે. કારણ કે ભારત માં કીકી ની ખામીના કારણે અંધાપો ધરાવતા વ્યક્તિ ની સરખામણીમાં નેત્રદાન માં મળતી આંખની સંખ્યા ફક્ત ૧૦% છે. તેના માટે નેત્રદાન સામે સાક્ષરતા ખુબ જ જરૂરી છે.

આજના આધુનિક વિશ્વમાં લેટેસ્ટ ટેક્નોલોજીના કારણે નેત્રપ્રત્યારોપણ ની સર્જરી ના ખુબ જ સારા પરિણામ મેળવી શકાય છે.

નેત્રદાન કોણ કરી શકે?

મૃત્યુ પામેલા કોઈ પણ વ્યક્તિ નેત્રદાન કરી શકે છે.(કોઈ પણ ઉંમરની વ્યક્તિ ).

નેત્રદાનમાં આવેલી કઈ આંખો પ્રત્યારોપણમાં ન વપરાઈ શકે?

 • Hepatitis B or C, HIV, Tetanus, Rabies. કોઈ પણ એવો રોગ જેવા કે મગજનો તાવ, septicemia. કોઈ પણ પ્રકાર કેન્સર

નેત્રદાન માટે શું કરવું ?

 • સૌથી પહેલા નજીકની આઇબેન્કમાં જાણ કરવી.
 • મૃત્યુ ના છ કલાકમાં નેત્રદાન થઇ શકે છે.
 • મૃત્યુ પામેલા વ્યક્તિ ની ગરદન નીચે ઓશીકું મૂકવું તથા આંખો બંધ કરી દેવી. જો આંખો બંધ ના થઇ શકે તેમ હોય તો ભીનું રૂ ઢાંકી દેવું તેમ કરવાથી આંખોની કીકી બગડતી નથી.
 • રૂમમાં પંખો તથા એ.સી બંધ કરી દેવું.
 • નેત્રદાન ની સંપૂર્ણ ક્રિયામાં ૧૦-૧૫ મિનિટ થાય છે.
 • નેત્રદાન અંગે ની ખોટી માન્યતા: ચશ્મા વાળી વ્યક્તિઓ, મોતિયાનું ઓપેરેશન કરાવેલ વ્યક્તિ, ડાયાલીસીસ , બ્લડપ્રેશર ધરાવનાર વ્યક્તિ નેત્રદાન જરૂર કરે છે.
 • અમારો ધર્મ અમને નેત્રદાન કરવાની પરવાનગી નથી આપતો તે તદ્દન ખોટી વાત છે.
 • નેત્રદાન કાર્ય પછી વ્યક્તિ ના મોઢા ઉપર નિશાન રહી જાય છે અને ચહેરો બગડી જાય છે.તેવું બિલકુલ નથી થતું.
 • તો ચાલો આપણે નેત્રદાન સામે સાક્ષરતા ફેલાવીએ અને તેના થકી દુનિયા માં રોશની ફેલાવીએ.
 • નેત્રદાન ને અચૂક કૌટુંબિક પરંપરા બનાવો.

ડૉ મનન શાહ. આઈ સર્જન.

2.90909090909
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top