હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વાસ્તવિકતાઓ / પ્લાસ્ટીક બેગો- એક પર્યાવરણાત્મક જોખમ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્લાસ્ટીક બેગો- એક પર્યાવરણાત્મક જોખમ

પ્લાસ્ટીક બેગો- એક પર્યાવરણાત્મક જોખમ vishe ni માહિતી

પ્લાસ્ટીકની બેગોના વપરાશથી ઉદ્ભવતી સમસ્યા એ મુખ્યત્વે બગાડ અને સંચાલન તંત્રની ખામીઓના કારણે છે.નિરંકુશ રાસાયણિક ઉમેરાઓ પર્યાવરણાત્મક સમસ્યાઓ ઊભી કરે છે જેમાં ખુલ્લી ગટરોને બંદ રાખવી, ભૂમિગત પાણીની દૂષિતતા ઈત્યાદિનો સમાવેશ થાય છે.

પ્લાસ્ટીકો શું છે?

પ્લાસ્ટીકો બહુલકો છે એટલે કે પુનરાવર્તિત એકમોની બનેલા મોટા પરમાણુંઓ જેને એકલકો કહેવાય છે. પ્લાસ્ટીકની બેગોમાં,પુનરાવર્તિત એકમો ઈથીલીન છે.જ્યારે ઈથીલીન પરમાણુઓને પોલીઈથીલીન બનાવવા માટે ભેગા કરીને બહુલકો બનાવવામાં આવે છે,ત્યારે તેઓ કાર્બનના અણુઓની લાંબી સાંકળો બનાવે છે જેમાં પ્રત્યેક કાર્બન પણ બીજા બે હાયડ્રોજન અણુઓ સાથે જોડાય છે.

પ્લાસ્ટીકની બેગો શેની બનેલી હોય છે?

પ્લાસ્ટીકની બેગો બહુલકોના ત્રણ મૂળ પ્રકારોમાંથી એકની બનેલી હોય છે-પોલીઈથીલીન-ઉચ્ચ ઘનતાવાળું પોલીઈથીલીન (HDPE), નિમ્ન ઘનતાવાળું પોલીઈથીલીન (LDPE), અથવા રેખીય નિમ્ન-ઘનતાવાળા પોલીઈથીલીન (LLDPE). માલસામાનની બેગો મોટેભાગે HDPEની બનેલી હોય છે અને ડ્રાય ક્લીનર પાસેથી મળતી બેગો LDPEની બનેલી હોય છે. આ સામગ્રીઓ વચ્ચેનો મુખ્ય તફાવત બહુલકોની સાંકળની શાખાપદ્ધતિની માત્રા છે. HDPE અને LLDPE એ રેખીય,અશાખીય સાંકળોની બનેલું હોય છે,જ્યારે LDPE સાંકળો શાખાપદ્ધતિવાળી હોય છે.

શું પ્લાસ્ટીકો સ્વાસ્થય માટે હાનિકારક છે?

પ્લાસ્ટીકો સ્વભાવજન્ય ઝેરી કે હાનિકારક નથી. પણ પ્લાસ્ટીકની વહન કરવા માટેની બેગોને સેન્દ્રીય અને અસેન્દ્રીય ઉમેરાઓથી જેવા કે રંગદ્રવ્યો અને રંગકણો, અભિઘટકો, ઓક્સીકરણો, સ્થિરકો અને ધાતુઓનો વપરાશ કરીને નિર્માણ કરવામાં આવે છે.

રંગદ્રવ્યો અને રંગકણો એ ઔદ્યોગિક રસાયણો છે જેનો ઉપયોગ વહન કરવાની પ્લાસ્ટીકની બેગોને તેજસ્વી રંગ આપવા માટે થાય છે. આમાંથી અમુક તો કર્કરોગજન્ય હોય છે અને સંભવત: ખાદ્ય પદાર્થોને પણ દૂષિત કરે છે, જો તેઓને આ વહનીય બેગોમાં પેક કરવામાં આવ્યા તો. રંગકણોમાં રહેલી ભારે ધાતુઓ જેવી કે કેડીયમ પણ પહોંચી શકે છે અને તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે.

અભિઘટકો એ નિમ્ન અસ્થિર સ્વભાવવાળા સેન્દ્રયી ઈસ્ટરો છે. પ્રક્ષાલનના પરિણામે તેઓ ખાદ્ય પદાર્થો પર સ્થળાંતર કરે છે. અભિઘટકો પણ કર્કરોગજન્ય છે.

ઓક્સીકરણો અને સ્થિરકોએ નિર્માણ પ્રક્રિયા દરમ્યાનના થર્મલ વિઘટન વિરુદ્ધ સંરક્ષણ માટેના અસેન્દ્રીય અને સેન્દ્રીય રસાયણો છે.

ઝેરી ધાતુઓ જેવી કે કેડીયમ અને સીસાને જ્યારે પ્લાસ્ટીકની બેગોના નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવે છે તેઓ ધીમે-ધીમે પસાર થાય અને ખાદ્ય પદાર્થોને દૂષિત કરે છે. કેડીયમને જ્યારે નિમ્ન માત્રામાં શોષવામાં આવે છે તે ઉલ્ટી અને હ્રદયનો વિસ્તાર કરે છે. દીર્ઘકાળમાં સીસાનું અનાવરણ મગજની પેશીઓનો વિકાર કરી શકે છે.

વહનીય પ્લાસ્ટીક બેગો દ્વારા ઉદ્ભવતી સમસ્યાઓ

જો પ્લાસ્ટીક બેગોનો નિકાલ યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે નિકાલ વ્યવસ્થામાં જઈ શકે છે જેના પરીણામે ગટરો બંદ થવી, બિનઆરોગ્ય પર્યાવરણનું નિર્માણ કરે છે અને પાણીજન્ય રોગો પેદા કરે છે. પુનરાવર્તિત /રંગીન પ્લાસ્ટીક બેગોમાં અમુક રસાયણો હોઈ શકે છે, જે જમીન સુધી પહોંચી શકે છે અને ભૂમિ અને ઉપભૂમિ પાણીને દૂષિત કરી શકે છે. પુનરાવર્તન માટે પર્યાવરણાત્મક રીતે ધ્વનિરોધક તંત્રો સાથે સુસજ્જ ન હોય તેવા એકમો પુન:પ્રક્રિયા દરમિયાન નિર્માણ થતા ઝેરી ધુમાડાને કારણે પર્યાવરણાત્મક સમસ્યાઓ ઊભી કરી શકે છે. અમુક પ્લાસ્ટીક બેગો જેમાં ખોરાક બાકી રહેલો હોય અથવા જે બીજા કચરા સાથે મિશ્રિત હોય તે પ્રાણીઓ દ્વારા ખવાય છે જેના પરીણામે હાનિકારક અસરો થાય છે.પ્લાસ્ટીકના અવિઘટનક્ષમ અને અભેદ્ય સ્વભાવને કારણે, જો તેનો જમીનમાં નિકાલ કરવામાં આવે તો, તેઓ ભૂમિગત પાણીના જળવાહી સ્તરોને ફરીથી ભરતાં અટકાવી શકે છે. આગળ પ્લાસ્ટીક ઉત્પાદનોના ગુણધર્મો સુધારવા માટે અને મોટેભાગે ઉપયોગમાં આવતી વિઘટનની પ્રતિક્રિયાઓ, ઉમેરાઓ અને અભિઘટકો, પૂરકો, જ્વાળા મંદ બનાવવાવાળા ઘટકો અને રંગકણોના વપરાશને અટકાવવા માટે જેનાથી સ્વાસ્થય અસરો ઊભી થઈ શકે છે.

પ્લાસ્ટીકના અપવ્યયના સંચાલન માટેની વ્યુહરચનાઓ

પાતળી પ્લાસ્ટીકોની કિંમત ખૂબ જ ઓછી હોય છે અને તેમનું પૃથક્કરણ અઘરૂ હોય છે.જો પ્લાસ્ટીક બેગોની જાડાઈ વધારવામાં આવે તો તે,પ્લાસ્ટીક બેગને કિંમતી અને તેમની ઉપયોગિતાને નિયંત્રણમાં રાખે છે. પ્લાસ્ટીક નિર્માણ સંગઠન અને ચીંથરા ઉપાડનારાઓને પણ અપવ્યયના સંગ્રહ અને નિકાલ તંત્રમાં સમાવિષ્ટ કરી શકાય છે.

વહનીય પ્લાસ્ટીકની બેગો, પાણીની બોટલો, પ્લાસ્ટીકના પાઉચોનો ગંદવાડ એ મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ સંચાલન મંડળ માટે એક પડકાર છે. ઘણા પર્વતીય રાજ્યો(જમ્મુ અને કાશ્મીર, સિક્કીમ, પશ્ચિમ બંગાળ) એ પ્રવાસી સ્થાનો પર વહનીય પ્લાસ્ટીકની બેગો/બોટલોના વપરાશનો નિષેધ કર્યો છે. હિમાચલ પ્રદેશમાં, રાજ્ય સરકારે HP અવિઘટનક્ષમ કચરો(નિયંત્રણ) કાયદો, 1995 હેઠળ સંપૂર્ણ રાજ્યમાં પ્લાસ્ટીકનો નિષેધ કરવા માટે 15.08.2009થી કેબિનેટ નિર્ણય લીધો છે.

કેન્દ્રીય સરકારે પણ, સમિતીઓ અને કાર્યફોર્સ કરી પ્લાસ્ટીકના કચરા દ્વારા દેશમાં પર્યાવરણને થતા નુકસાનની માત્રાની ચકાસણી કરી છે, જેઓ મુદ્દાઓનો અભ્યાસ કરશે અને સૂચનો કરશે.

પર્યાવરણ અને વન્ય મંત્રાલય એ પુનરાવર્તિત પ્લાસ્ટીકનું નિર્માણ અને ઉપયોગિતાના નિયમો 1999 નિર્ગમિત કર્યા છે,અને તેને 2003માં પર્યાવરણ(સુરક્ષા) કાયદો, 1986 હેઠળ સુધાર્યા છે, વહનીય પ્લાસ્ટીકની બેગો અને ડબ્બાઓના વ્યવસ્થાપન અને નિયમન માટે. ભારતીય ધોરણ ખાતું (BIS) એ વિઘટનક્ષમ પ્લાસ્ટીકો પરના 10 ધોરણો અધિસૂચિત કર્યા છે.

પ્લાસ્ટીકના વિકલ્પો

રાજવિત્તીય પ્રોત્સાહનો મારફતે પ્લાસ્ટીકની પેપર બેગોના વિકલ્પો તરીકે શણ કે કપડાની બેગોનો વપરાશ પ્રચલિત કરવો જોઈએ અને પ્રવૃત કરવો જોઈએ; જોકે, એવી નોંધ લેવામાં આવી છે કે કાગળની બેગોમાં વૃક્ષોને કાપવાનો સમાવેશ થાય છે અને તેનો વપરાશ મર્યાદિત હોય છે. આદર્શપણે સજીવો દ્વારા વિઘટનક્ષમ પ્લાસ્ટીક બેગોને જ માત્ર વાપરવી જોઈએ અને સજીવો દ્વારા વિઘટનક્ષમ પ્લાસ્ટીકોને વિકસિત કરવાનું સંશોધન કાર્ય ચાલુ છે.

સ્ત્રોત:પત્ર સુચના કાર્યાલય ભારત સરકાર

2.81395348837
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top