હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / વાસ્તવિકતાઓ / પર્યાવરણ બચાવ માટે મિડીયા અને કાનૂનની પ્રભાવશાળી ભૂમિકા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પર્યાવરણ બચાવ માટે મિડીયા અને કાનૂનની પ્રભાવશાળી ભૂમિકા

પર્યાવરણ બચાવ માટે મિડીયા અને કાનૂનની પ્રભાવશાળી ભૂમિકા

સામાન્ય રીતે આપણે પર્યાવરણ, મિડીયા અને કાનૂનને અલગ અલગ દૃષ્ટિબિંદુથી જોતા આવ્યા છીએ. જાણે આ ત્રણે વિષય એકબીજા સાથે ખાસ સંકળાયેલા નથી. પરંતુ વાસ્તવમાં આ ત્રણે પરિબળ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાઈ ગયા છે. તેઓ એકબીજાને સહાયકની ભૂમિકા પૂરી પાડવા માટે તૈયાર થઈ ગયા છે. આપણે સૌ પ્રથમ પર્યાવરણની પરિભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ. પર્યાવરણ એટલે જાણે ચારેબાજુથી ઘેરાયેલું. તેની સંધિ પરિ+આવરણ થાય છે. પર્યાવરણની અંતર્ગત જીવ, જંતુ, પ્રાણી, જીવાણુ, વિષાણુ, વનસ્પતિ, વાયુ, જળ, માટી, સમુદ્ર, પહાડ જેવા નિર્જિવ અને સજીવ પદાર્થોનો સમાવેશ થાય છે.
પર્યાવરણનું નિયમન કોઈપણ સંસ્થા દ્વારા થાય તે શક્ય નથી. પર્યાવરણ જાળવી રાખવા માટે સૌ પ્રથમ ફરજ એ દરેકની વ્યક્તિગત ફરજ હોય છે. પર્યાવરણ આધારિત ઘણાબધા કાયદાઓ અસ્તિત્વમાં છે, પરંતુ યોગ્ય અમલીકરણને અભાવે પાલન થઈ શકતું નથી. ભારે જનજાગૃતિ એક માત્ર વિકલ્પ છે. આપણાં દેશની મોટાભાગની પ્રજા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. વળી શિક્ષણના અભાવને કારણે તેમને જાગૃત કરવા મુશ્કેલ છે. કાયદા વિશેની સમજ દરેક વ્યક્તિના મન સુધી ન પહોંચે ત્યાં સુધી ઉકેલ શોધવો મુશ્કેલ છે. માટે મીડિયા જ એક એવો વિકલ્પ છે, જે માનવીનાં મન સુધી પહોંચી શકે છે. આપણા ગ્રહ ઉપરના પ્રાણી, પક્ષી, જીવાણુ અને માનવ તેમજ વનસ્પતિ માટે પર્યાવરણનું સમતોલન જળવાઈ રહેવું એ અનિવાર્ય બાબત છે. પાછળના ચાર પાંચ દાયકાથી વસતિ, વાહનો અને ઔદ્યોગિક એકમો બેશૂમાર રીતે વધી રહ્યા છે. જેના કારણે સમગ્ર પર્યાવરણ ડામાડોળ થવા લાગ્યું છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ભારે અસર થઈ રહી છે. ઘણી અજબ બીમારીઓ અસ્તિત્વમાં આવી રહી છે. પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. ઓઝોેન વાયુના સ્તરમાં ગાબડા પડવા લાગ્યા છે. ચારેબાજુ હિમપાત, ભૂકંપ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ અસ્તિત્ત્વમાં આવી રહી છે. આ બધા પાછળનું મુખ્ય કારણ આપણે બગાડી નાખેલું પર્યાવરણ છે.
આ બગડતા પર્યાવરણને બચાવવા માટે મુખ્ય બે પરિબળો સહાયકની ભૂમિકામાં અસ્તિત્વમાં આવ્યા છે. જેમાંનું પ્રથમ પરિબળ છે, મીડિયા. જ્યારે મીડિયા કરતા થોડી અલગ ભૂમિકા ભજવતું બીજું પરિબળ છે, કાનૂન.
અમુક ચોક્કસ લોકો માટે મીડિયા પ્રભાવશાળી ભૂમિકા ભજવી શકે છે. જ્યારે અમુક ચોક્કસ પ્રકારના લોકો અને સમાજ માટે કાનૂનનો સહાલો લેવો અનિવાર્ય બની જાય છે. આપણે પ્રથમ થોડી મીડિયાની ભૂમિકા સમજીએ મીડિયા દ્વારા આપણે સમાજમાં પર્યાવરણ બાબતે લોકોમાં જાગૃતિ લાવી શકીએ. જો કે મીડિયા દ્વારા જાગૃતિ લાવવાના પ્રયત્નો ચાલુ છે. મીડિયા તરીકે ઘણા બધા માધ્યમોનો સમાવેશ થાય છે, જેવા કે પ્રિન્ટ મીડિયા એટલે કે જેમાં સમાચાર-માહિતીને છાપીને પ્રગટ કરવામાં આવે છે. જેમાં લઘુ પુસ્તિકાઓ, પોસ્ટર, સમાચાર પત્ર, ચોપાનિયા અને સમાચાર પત્રનો સમાવેશ કરી શકાય.
પર્યાવરણના રક્ષણ માટે ભારત સરકાર દ્વારા અત્યાર સુધી મુખ્ય ૧૩ જેટલા અધિનિયમો બનાવવામાં આવ્યા છે.
વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ ૧૯૮૧

 • જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ ૧૯૭૪
 • જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) ઉપકાર નિયમાવલી ૧૯૭૮
 • ભારતીય વન અધિનિયમ ૧૯૨૭
 • વન સંરક્ષણ અધિનમયમ ૧૯૮૧
 • વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૮૧
 • પરમાણુ ઉર્જા અધિનિયમ ૧૯૮૬
 • પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ૧૯૬૨
 • રાષ્ટ્રીય પર્યાવરણ અધિનિયમ ૧૯૯૫
 • કારખાના અધિનિયમ ૧૯૪૮
 • કીટનાશક અધિનિયમ ૧૯૬૮
 • મોટર યાન અધિનિયમ ૧૯૮૮
 • લોક દાયિત્વ વિમા અધિનિયમ ૧૯૯૧

પર્યાવરણની સ્વસ્થતા એ જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અનિવાર્ય બાબત છે. પર્યાવરણ પોત માનવજાતને સમય આપે છે જેથી તે ફરીથી સમતલુનમાં આવી શકે. તમે તેને સમતુલનમાં નહીં લાવો તો આખરે વિનાશના સ્વરૂપે પર્યાવરણ સમતુલનમાં આવે છે. સ્વસ્થ પર્યાવરણ માનવ જીવનની પ્રાથમિક અને સૌથી વધારે અગત્યતા ધરાવતી આવશ્કતા છે. પર્યાવરણ વિરૂદ્ધનો કોઈપણ ભય માનવ જીવન માટે ખતરારૂપ છે. સમાજમાં અસ્તિત્વ ધરાવતા વિભિન્ન પ્રકરના પ્રદૂષણો પર્યાવરણ માટે જોખમરૂપ છે. /p> પયાર્વરણનું નિયમન કોઇપણ સસ્ંથા દ્વારા થાય તે શક્ય નથી. પયાર્વરણ જાળવી રાખવા માટે સૌ પ્રથમ ફરજ એ દરેક વ્યક્તિની વ્યક્તિગત ફરજ હોય છે પરંતુ પર્યાવરણ આધારિત ઘણાબધા કાયદાઓ અસ્તિત્વમા છે પરંતુ યોગ્ય અમલીકરણને અભાવે પાલન થઈ શકતું નથી. ભારે જનજાગિૃત અકે માત્ર વિકલ્પ છે. આપણાં દશેની માટેાભાગની પ્રજા ગ્રામ્ય વિસ્તામાં રહે છે. વળી શિક્ષણના અભાવ ને કારણે તેમને જાગૃત કરવા મુશ્કેલ છે. કાયદા વિશેની સમજ દરકે વ્યક્તિના મન સધુી ન પહુચે ત્યાં સુધી ઉકલે સાધેવા મુશ્કેલ છે માટે મીડિયા જ એક એવો વિકલ્પ છે જે માનવી ના મન સુધી પહુચી શકે છે.
વળી તમેની રજૂઆત કરવાની પદ્ધતિ પણ અટેલી સરળ હોય છે કે તેઓ સમાજના તમામ વર્ગના લોકોમાં જાગૃતિ લાવી શકે છે અને કાયદાઓ વિષે શિક્ષણ આપી શકે છે. મીડિયાના વિવિધ સ્વરૂપો એવા છે કે ન્યુઝ ચેનલો, સમાચારપત્રો દ્વારા પયાર્વરણ બચાવવા અંગેનું જ્ઞાન લોકો ને આપી શકે છે. આમ, પયાર્વરણ ને બચાવવા માટે કાનુન અને મીડિયા અગત્યની ભિૂમકા અદા કરી શકે છે.
મીડિયાના બીજા પ્રભાવશાળી ક્ષેત્ર તરીકે અત્યારે ઈલેકટ્રોનિક મીડિયાનો સમાવેશ થાય છે.જેમાં રેડિયો, ટીવી, ફિલ્મ અને ઈન્ટરનેટનો સમાવેસ કરી શકાય છે. મીડિયાની મદદથી સંવેદનશીલ, વિચારશીલ તેમજ ચિંતનપ્રધાન લોકોને જાગૃત કરે છે. તેમ છતા મીડિયા પોતે પૂરેપૂરી રીતે સફળ બની શકતું નથી. સમાજનો ઘણો વર્ગ માત્ર ક્ષણિક લાભ અને વ્યક્તિગત લાભ પ્રત્યે આકર્ષાયેલા હોય છે. તેમને પર્યાવરણને થઈ રહલેા નકુશાન પ્રત્ય ખાસ કાઈે લાગણી હોતી નથી. તેમને નુકશાન પહોંચાડતા અટકાવવા માટે કાનૂની સહાય લેવામાં આવે છે. પર્યાવરણને થઈ રહેલા નુકશાનને રોકવા માટે કાનૂનની અંતર્ગત ઘણાબધા અધિનિયમો બનાવવામાં આવ્યા છે.
હેમંત પટેલ -લેખક હેમ.ઉ.યુનિ. પાટણના કાયદાશાસ્ત્રના અનુસ્નાતક છે.

સંકલનઃ વિનિત કુંભારાણા

2.86842105263
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top