ગુજરાત રાજય પાણીની અછતવાળું રાજય છે. જન સમુદાયમાં થતા સતત વધારા અને નવિન ઔઘોગિકરણને કારણે પાણીની માંગમાં સતત વધારો થતો રહ્યો છે. આમાંગને સંતોષવા માટે રાજય સરકાર દ્વારા તમામ પગલાં જેવાં કે, શકય હોય ત્યાં નવી સિંચાઇ યોજના બા઼ધવી, હયાત સિંચાઇ યોજનાઓમાં શકય હોય ત્યાં ઉંચાઇ વધારી પાણીનો વધુ સંગ્રહ કરવો, હાઇડ્રોપ્લસ ફયુઝ ગેટ જેવી વિવિધ યોજનાઓ દ્વારા પણ પાણીનો સંગ્રહ વધારવો, હયાત સિંચાઇ યોજનાઓનું આધુનિકરણ કરવુ઼, ભૂગર્ભ જળ સપાટી ઉંચી લાવવા ચેકડેમ બાંધવા, હયાત તળાવો ઉંડા કરવા, ટપક અને છંટકાવ સિંચાઇ પધ્ધતિઓનો અમલ કરી પાણીનો થતો વ્યવ અટકાવવો, પાણીની છતવાળા પ્રદેશમાંથી અછતવાળા પ્રદેશમાં પાણીની આંતર બેઝીન તબદીલી કરવી. ઉત્તર ગુજરાતના હયાત જળાશયો ભરવા માટે નર્મદા કેનાલ આધાીરત પાઇપલાઇન યોજના બનાવવી તેમજ સુજલામ સુફલામ જેવી મહત્વાકાંક્ષી યોજના દ્વારા ઉત્તરગુજરાતના પાણીના તળ ઉંચા લાવવા જેવા પગલાં વિભાગ દ્વારા ભરવામાં આવેલ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020