অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ.

જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ.

ગુજરાત રાજય પાણીની અછતવાળું રાજય છે. જન સમુદાયમાં થતા સતત વધારા અને નવિન ઔઘોગિકરણને કારણે પાણીની માંગમાં સતત વધારો થતો રહ્યો છે. આમાંગને સંતોષવા માટે રાજય સરકાર દ્વારા તમામ પગલાં જેવાં કે, શકય હોય ત્યાં નવી સિંચાઇ યોજના બા઼ધવી, હયાત સિંચાઇ યોજનાઓમાં શકય હોય ત્યાં ઉંચાઇ વધારી પાણીનો વધુ સંગ્રહ કરવો, હાઇડ્રોપ્લસ ફયુઝ ગેટ જેવી વિવિધ યોજનાઓ દ્વારા પણ પાણીનો સંગ્રહ વધારવો, હયાત સિંચાઇ યોજનાઓનું આધુનિકરણ કરવુ઼, ભૂગર્ભ જળ સપાટી ઉંચી લાવવા ચેકડેમ બાંધવા, હયાત તળાવો ઉંડા કરવા, ટપક અને છંટકાવ સિંચાઇ પધ્ધતિઓનો અમલ કરી પાણીનો થતો વ્યવ અટકાવવો, પાણીની છતવાળા પ્રદેશમાંથી અછતવાળા પ્રદેશમાં પાણીની આંતર બેઝીન તબદીલી કરવી. ઉત્તર ગુજરાતના હયાત જળાશયો ભરવા માટે નર્મદા કેનાલ આધાીરત પાઇપલાઇન યોજના બનાવવી તેમજ સુજલામ સુફલામ જેવી મહત્વાકાંક્ષી યોજના દ્વારા ઉત્તરગુજરાતના પાણીના તળ ઉંચા લાવવા જેવા પગલાં વિભાગ દ્વારા ભરવામાં આવેલ છે.

વિભાગ દ્વારા આપવામાં આવતી સેવાઓની વિગતો.

  • આઝાદી પહેલાં હાલના ગુજરાત રાજયના વિસ્તારમાં હાથમત સિંચાઇ યોજના અને ખારીકટ સિંચાઇ યોજના એમ માત્ર ૨ (બે) મોટી સિંચાઇ યોજનાઓ જ થઇ શકી હતી. હાલમાં રાજયમાં મોટી, મધ્યમ તેમજ સ્ટે માઇનોર ૧૮૩ યોજનાઓ પૂર્ણ થયેલ છે. આશરે ૩૬ જેટલી યોજનાઓ પ્રગતિમાં છે અને આશરે ૫૦૦૦ નાની સિંચાઇ યોજનાઓ (ઉદ્વહન અને પરકોલેશન ટેન્ક સહિત) પુર્ણ કરવામાં આવેલ છે. સિ઼ચાઇ હેઠળ મૂકેલ પાતાળકૂવાની સંખ્યા છે.
    આમ, ઉપરોકત યોજનાઓ તેમજ પાતાળકૂવાઓ તથા ખાનગી ટયુબવેલ દ્વારા આશરે ૪૦ લાખ હેકટર જમીનને સિંચાઇનો લધ મળે છે. આ ઉપરાંત મોટા શહેરો જેવાં કે, અમદાવાદ, ભાવનગર, રાજકોટ જેવા તેમજ નાના નગરો અને ગામડાંઓને પણ જુથ પાણી પુરવડા યોજનાઓ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે.
  • ઉકાળ, કડાણા, જેવી યોજનાઓથી ૫૪૫ મેગાવોટ ઇલેકટ્રીસીટી મળે છે.
  • ઉકાઇ, ધરોઇ પાનમ, કડાણા, કરજણ, દમણગંગા તથા શેત્રુંજી જળાશય યોજનાઓ દ્વારા મત્સઉઘોગનો વિકાસ થયો છે. તથા પ્રવાસન સ્થળો તરીકે વિકાસ કરવામાં આવેલ છે.
  • રાજયના મોટાભાગના ઉઘોગોને, સ્થાનિક સ્વરાજની સંસ્થાનોને બીનખેતી વપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.
  • નદીઓમાં આવતા પૂર દરમ્યાન મોનીટરીંગ તથા નિયંત્રણ કરી જરૂરી ચેતવણી સાથે નીચવાસના વિસ્તારોમાં રક્ષણ બાબતે સૂચના આપવામાં આવે છે તથા જરૂર જણાયુ પૂર સંરક્ષણાત્ક કામગીરી સ્થળસ્થિતિનો અભ્યાસ કરી કરવામાં આવે છે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate