অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દમણગંગા બેઝીન

દમણગંગા બેઝીન

દમણગંગા નદી મહારાષ્ટ્રય રાજયના નાસિક જીલ્લાીના પેઇન્ટવ તાલુકાના વાલવેરી ગામે સહયાદ્રિ પર્વતોની હારમાળમાંથી નકળે છે. તે ૧૩૧.૩૦ કી.મી વહી દમણ ખાતે અરબી સમુદ્રને મળે છે. દમણગંગા તેની ઉપનદીઓ સહિત મહારાષ્ટ્ર ના પર્વતીય વિસ્તામરો, ગુજરાત અને કેન્દ્રહશાસીત દાદરા અને જગર હવેલી અને દમણમાં થઇ વહે છે. દમણગંગા નદીની દાવણ, શ્રીમંત , વાલ, રાયેટી, લેન્ડીત, વાઘ, સાકરટોન્ડ , રોશની દૂધની, પીપેરીયા ઉપનદીઓ છે.

આ પરિસર ઉ.અ. ૧૯° ૫૧° થી ૨૦° ૨૮° અને પૂ.રે ૭૨° પ૦° થી ૭૩° ૩૮° વચ્‍ચે આવેલ છે. તેનો કુલ સ્‍ત્રાવ ક્ષેત્ર ૨૩૧૮ ચો.કી.મી છે. સ્‍ત્રાવક્ષેત્રનુ વિભાજન નીચના પત્રક મુજબ છે.

અ.નું

જીલ્‍લા/રાજયનુ નામ

સ્‍ત્રાવક્ષેત્ર(ચો.કી. મી)

ટકા(કુલ સ્‍ત્રાવક્ષેત્રની સાપેક્ષ)

નાસિક/મહારાષ્‍ટ્ર

૧૪૦૮

૬૦.૭૪

વલસાડ/ગુજરાત

૪૯૫

૨૧.૩૬

દાદરાનગર હવેલી અને દમણ (કેન્‍દ્રશાસીત પ્રદેશ)

૪૧૫

૧૭.૯૦




  • આબોહવા
    સમગ્ર દમણગંગા પરિસર પશ્ચીમ ઘાટ પરિસરમાં આવે છે. તે પશ્ચીમે અરબી સમુદ્ર અને પુર્વમા સહિયાદ્રી પર્વતોથી ઘેરાયેલ છે. તેની આબોહવા જૂન થી સપ્‍ટેમ્‍બરના દક્ષિ‍ણ પશ્ચીમ ચોમાસા સિવાય સામાન્‍ય રીતે સુકી અને ગરમ હવા રહે છે.
  • વરસાદઃ 
    આ પરિસરમાં દ‍ક્ષિ‍ણ પશ્ચીમ ચોમાસુ જૂન થી સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન હોય છે. અને તેનો સરેરાશ વાર્ષિ‍ક વરસાદ ૨૨૦૦ મી.મી. હોય છે.
  • જંગલોઃ
    આ પરિસરનો જંગલ વિસ્‍તાર ૯૬૨૨૨ હેકટર છે.
  • ખેતીલાયક જમીનઃ
    દમણગંગા પરિસરની માટી ચાર ભાગમાં વહેંચી શકાય.

  • લાલાશ પડતી બદામી
  • કાંકરાવાળી છીછરી માટી
  • ઉંડી કાળી માટી
  • દરિયાઇ કાંપ વાળી માટી
  • ઉધોગોઃ
    તેના ઉપરવાસમાં એકપણ ઔધોગિક એકમ નથી. નીચવાસના વિસ્‍તારમાં ૫૧૦૫ જેટલા નાના અને મધ્‍યમ કક્ષાના ઉધોગો કાર્યરત છે.
  • ખાણ-ખનિજઃ
    નદી તળમાથી પત્‍થરો કાઢી ભરડીને મેટલ-કપચી-ગ્રીટ બનાવવા સિવાય અન્‍ય કોઇ ખાણ-ખોદાણ પ્રવૃતિ ચાલતી નથી.
  • શહેરો/ નગરોઃ
    આ પરિસરનો ઉપરવાસનો વિસ્‍તાર પર્વતીય / જંગલી છે. અને સળગ લંબાઇમાં કોઇ મોટા શહેરો નથી. સેલવાસા , તાપી, અને દમણ જેવા નાના નગરો આવેલા છે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate