অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઢાઢ્રર બેઝીન

ઢાઢ્રર બેઝીન

ઢાઢર નદી ગુજરાત રાજયની પશ્ચીમ બાજુ વહેતી નદીઓ પૈકીની એક છે.તે પાવાગઢની પર્વતમાળાઓમાંથી નીકળે છે. અને વડોદરા અને ભરૂચ જિલ્‍લામાં થઇને વહે છે. તે ૮૭ કિ.મી. વહી પિંગલવાડા(ગેજ અને પ્રવાહ સાઇટથી પ૦૦ મી. ઉપરવાસમાં) ગામે તેને વિશ્વાંમિત્રી ઉપનદી જમણા કાંઠે છળે છે. પપ કિ.મી વહયા પછી તે ખંભાતના અખાતમાં મળે છે.તેના મૂળથી ખંભાતના અખાત સુધીની તેની કુલ લંબાઇ ૧૪ર કિ.મી છે. વિશ્વા મિત્રી , જાંબુઓ નદી,દેવ અને સૂર્યા એ ઢાઢર નદીની મહત્વાની ઉપનદીઓ છે. ઢાઢર પરિસરનો સ્ત્રા વક્ષેત્ર ૩૪ર૩ ચો.કિ.મી છે. અને તેનો પિંગલવાડા સાઇટ સુધીનો સ્ત્રા વક્ષેત્ર ર૪૦૦ ચો.કિ.મી છે. તે પૂર્વ અક્ષાંશ ૭ર° ૩૦° અને ૭૩° ૪પ° અને ઉત્તજર રેખાંશ ર૧° ૪પ° અને રર° ૪પ° ની વચ્ચે. આવે છે.

આબોહવાઃ
આ પરિસરની આબોહવા ગરમ, શુષ્‍ક ઉનાળો, માફકસર શિયાળો અને ભેજયુકત ચોમાસુ ધરાવે છે. જૂન સૌથી ગરમ મહિનો અને જાન્‍યુઆરી સૌથી ઠંડો મહિનો છે.

  • વરસાદઃ
    આ પરિસરમાં મહદઅંશે દક્ષિ‍ણ –પશ્ચીમ ચોમાસુ જૂન થી સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન રહે છે.
  • વસ્તિઃ 
    આ પરિસરની કુલ વસ્‍તી ૧૧.ર૩ લાખ છે.
  • ઉધોગોઃ
    આ પરિસરમાં આવેલ જુદા જુદા પ્રકારના ઉધ્‍યોગોની વિગતો નીચે મુજબ છે.

  • રસાયણ અને પેટ્રોલિયમ પેદાશ
  • કાપડ ઉધ્‍યોગ
  • રબર અને પ્‍લાસ્ટિક ઉધ્‍યોગ
  • મશીનરી અને વાહનોના સ્‍પેરપાર્ટસનો ઉધ્‍યોગ
  • ઇલેકટ્રીકલ મશીનરી
  • તમાકુમાંથી બનતી પેદાશો.
  • શહેરો/નગરોઃ વડોદરા,ડભોઇ,કરજણ,આમોદ,જંબુસર

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/13/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate