অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આપત્તિ નિવારણ

આપત્તિ નિવારણ

ભારતમાં છેલ્લા બે દાયકામાં નિયમિત પૂર, ચક્રવાત, સુનામી, ભૂકંપ, કોમી રમખાણો અને આંતકવાદી ઘટનાઓ જેવી આપત્તિ આવતી હોય છે. દરેક પ્રકારના સંકટમાં ટકી રહેવા આને સામનો કરવા માટે વિવિધ પ્રકારના કૌશલ્ય અને વ્યવસ્થા હોય છે. તેમને ધ્યાનમાં રાખીને આપત્તિ નિવારણની તથા જોખમ નિવારણની વ્યૂહરચના હોવી જોઈએ

આપત્તિ નિવારણ  અને જોખમ  નિવારણમાં સમુદાય-આધારિત અભિગમ

કટોકટી વ્યવસ્થાપન એ આફત અથવા અણધારી આપત્તિ લાવી શકે તેવા જાન-માલ હાનિકર્તા જોખમોથી સંગઠનની અતિમહત્ત્વની અસ્કયામતોનું સંરક્ષણ કરવા માટે, તથા તેમના આયોજિત જીવનકાળ પૂરતી તે ચાલુ રહે તેની ચોક્સાઈ રાખવા માટે ઉપયોગમાં લેવાતી વ્યૂહાત્મક સંગઠનકીય વ્યવસ્થાપન પ્રક્રિયાઓ સાથે કામ પાર પાડતા આંતરવિદ્યાશાખીય ક્ષેત્રનું વર્ગીય નામ છે. આ અસ્કયામતોને કાંતો જીવિત જણસો, નિર્જીવ વસ્તુઓ, સાંસ્કૃતિક અથવા આર્થિક એમ વિભાગવામાં આવે છે. જાન-માલ હાનિકર્તા સંકટોને તેમના કારણ મુજબ, કાંતો કુદરતી અથવા માનવ-સર્જિત તરીકે વિભાગવામાં આવે છે. આ પ્રક્રિયાઓની ઓળખમાં મદદરૂપ થવા માટે સમગ્ર વ્યૂહાત્મક વ્યવસ્થાપન પ્રક્રિયાને ચાર ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવી છે. આ ચાર ક્ષેત્રો સામાન્ય રીતે જોખમ ઘટાડવા, સંકટને પ્રતિભાવ આપવા માટે સ્રોતોને તૈયાર કરવા, સંકટના કારણે ખરેખર નીપજેલા નુકસાનને પ્રતિભાવ આપવા અને વધુ હાનિને રોકવા (ઉ.દા. તાત્કાલિક જગ્યા ખાલી કરવી, ક્વૉરેન્ટીન (અલગ પાડવું), સામૂહિક વિશુદ્ધિકરણ, વગેરે), અને આપત્તિની ઘટના પહેલાં જે સ્થિતિ હતી તેની વધુમાં વધુ નજીક પુનઃસ્થાપિત કરવી- સાથે કામ પાર પાડે છે. આ ક્ષેત્રો ખાનગી અને જાહેર એમ બંને ક્ષેત્રોમાં હોય છે, બંને સમાન પ્રક્રિયાઓ ધરાવે છે, પણ તેમનું ફોકસ જુદું જુદું હોય છે. કટોકટી વ્યવસ્થાપન એ એક વ્યૂહાત્મક પ્રક્રિયા છે, અને કોઈ સુનિયોજિત પ્રક્રિયા નથી, આમ તે સામાન્ય રીતે સંગઠનમાં વહીવટી સ્તરે રહે છે. તેની પાસે સામાન્ય રીતે કોઈ સીધી સત્તા હોતી નથી, પણ તે સંગઠનના તમામ હિસ્સાઓ સામાન્ય ધ્યેય પર કેન્દ્રિત રહે તેની ચોક્સાઈ કરવા માટે પરામર્શક અથવા સંયોજન કાર્ય કરવાની ભૂમિકા નિભાવે છે. અસરકારક કટોકટી વ્યવસ્થાપન સંગઠનનાં તમામ સ્તરે કટોકટી યોજનાઓના સંપૂર્ણ એકીકરણ પર, અને સંગઠનના સૌથી નીચલાં સ્તરો કટોકટીની વ્યવસ્થા સંભાળવા માટે અને ઉપલાં સ્તરો પાસેથી વધારાના સ્રોતો અને સહાય મેળવી લાવવા માટે જવાબદાર છે એવી સમજણ પર નિર્ભર હોય છે.

આ કાર્યક્રમને અમલમાં મૂકનાર સંગઠનની સૌથી વરિષ્ઠ વ્યક્તિને સામાન્ય રીતે કટોકટી પ્રબંધક કહેવામાં આવે છે, અથવા જે-તે ક્ષેત્રને અનુરૂપ વ્યુત્પાદિત શબ્દપ્રયોગ (ઉ.દા. બિઝનેસ કન્ટિન્યુઇટી મૅનેજર) કરવામાં આવે છે

દરતી આપત્તિઓ, આતંકવાદની ઘટનાઓ, અને અન્ય માનવ-સર્જિત દુર્ઘટનાઓને અટકાવવા, તેમની સામે રક્ષણ મેળવવા, તેમને પ્રતિક્રિયા આપવા, તેમાંથી બેઠા થવા અને તેમની અસરો ઘટાડવા માટેની ક્ષમતાઓને વધારવા અને અસરકારક સંયોજન કરવા માટે આયોજન, ગોઠવણ, તાલીમ, સાધન-સજ્જતા, કસરત, મૂલ્યાંકન અને સુધારણા પ્રવૃત્તિઓનું સતત ચાલતું ચક્ર.

સજ્જતાના તબક્કામાં, કટોકટી પ્રબંધકો તેમના જોખમોને સંભાળવા અને તેમનો સામનો કરવા માટે કાર્યયોજના વિકસિત કરે છે અને આવી કાર્યયોજનાના અમલીકરણ માટે જરૂરી એવી આવશ્યક ક્ષમતાઓ વિકસિત કરવા માટે પગલાંઓ લે છે. સજ્જતાનાં સામાન્ય પગલાંઓમાં સમાવિષ્ટ હોય છેઃ

 • આસાનીથી સમજી શકાય તેવા શબ્દપ્રયોગો અને પદ્ધતિઓ સાથેની પ્રત્યાયન (કમ્યુનિકેશન) યોજનાઓ.
 • કટોકટી સેવાઓની યોગ્ય જાળવણી-નિભાવ અને તાલીમ, જેમાં સમુદાય કટોકટી પ્રતિભાવ ટીમો જેવા સામૂહિક માનવ સ્રોતો પણ હોઈ શકે.
 • આપતકાલીન આશ્રય સ્થાનો અને જે-તે સ્થળ ખાલી કરવાની યોજનાઓ સાથે પ્રજાને કટોકટીની ચેતવણી આપવાની પદ્ધતિઓ વિકસાવવી તથા તેને અમલમાં મૂકવી.
 • પુરવઠો ભરવો, માલસામાનની યાદી, અને સંકટ પુરવઠો અને સાધનો જાળવવા

નાગરિકોમાં તાલીમ પામેલા સ્વયંસેવકોનાં સંગઠનો વિકસાવવા. સામૂહિક કટોકટીઓમાં વ્યવસાયિક કટોકટી કાર્યકરો ઝડપથી કામના બોજા તળે દબાઈ જાય છે એટલે તાલીમ પામેલા, સુગઠિત, જવાબદાર સ્વયંસેવકો અત્યંત મૂલ્યવાન છે. સમુદાય કટોકટી પ્રતિભાવ ટીમ (કમ્યુનિટી ઇમર્જન્સી રિસપોન્સ ટીમ) જેવાં સંગઠનો અને રેડ ક્રોસ એ તાલીમ પામેલા સ્વયંસેવકોનો તૈયાર સ્રોત છે. રેડ ક્રોસના કટોકટી વ્યવસ્થાપનને કૅલિફોર્નિયા, અને ફેડરલ આપાતકાલીન પ્રબંધન એજન્સી (FEMA) એમ બંને દ્વારા ઊંચા ક્રમાંકનો મળ્યાં છે.

 

સજ્જતા(તૈયારી)નું બીજું પાસું હતાહત (કૅઝુઅલ્ટી) અનુમાન, અમુક પ્રકારની ઘટનામાં કેટલી જાનહાનિ અથવા જખમીઓ અપેક્ષિત હોઈ શકે તેનો અભ્યાસ તે છે. આનાથી આયોજનકર્તાઓને અમુક ચોક્કસ પ્રકારની ઘટનાને પ્રતિભાવ આપવા માટે કયા સ્રોતો તેમની પાસે હોવા જોઈએ તેનો અંદાજ મળે છે.

આયોજનના તબક્કામાંના કટોકટી પ્રબંધકો લવચીક, અને જોખમોને અને તેમના પોતપોતાના વિસ્તારોની નાજુક બાજુઓને કાળજીપૂર્વક ઓળખતાં તથા સહાયના બિનપરંપરાગત, અને વિશિષ્ટ સાધનો ઉપયોગમાં લેવા જેવી તમામ બાબતોને આવરનારા હોવા જોઈએ. વિસ્તાર મુજબ – મ્યુનિસિપલ કે ખાનગી ક્ષેત્રની કટોકટી સેવાઓ ઝડપથી ક્ષીણ થઈ શકે અને અત્યંત ખર્ચાળ સાબિત થઈ શકે. ઇચ્છિત સ્રોતો આપતાં બિન સરકારી સંગઠનોને આયોજનના શરૂઆતના તબક્કામાં જ ઓળખી લેવા ઘટે અને પદ્ધતિસર રીતે તેમનો ઉપયોગ થવો ઘટે, જેમ કે વિસ્થાપિત ઘરમાલિકોને સ્થાનિક શાળા જિલ્લા બસો થકી પરિવહન પૂરું પાડવું, પૂર પીડિતોને સ્થળ પરથી ખસેડવાની કામગીરી અગ્નિશમન વિભાગ અને બચાવ દળો વચ્ચેની પારસ્પરિક સહાય સમજણથી થાય.

કટોકટી વ્યવસ્થાપનના સિદ્ધાંતો

સિદ્ધાંતોઃ કટોકટી વ્યવસ્થાપન આ મુજબ હોવું જોઈએઃ

 1. સર્વગ્રાહી – કટોકટી પ્રબંધકોએ આપત્તિ સાથે સંબંધ ધરાવતાં તમામ જાન-માલ હાનિકર્તા જોખમો, તમામ તબક્કાઓ, તમામ અસર પામનારાઓ અને તમામ અસરો અંગે વિચારવું અને તેમને ગણનામાં લેવા જોઈએ.
 2. પ્રગતિશીલ – કટોકટી પ્રબંધકોએ ભવિષ્યની આપત્તિઓનું અનુમાન બાંધવું અને આપત્તિ-પ્રતિરોધી અને આપત્તિ-લવચિક સમુદાયો બનાવવા માટે નિવારણનાં તેમ જ તૈયારીનાં પગલાં લેવાં.
 3. જોખમથી દોરાતું – કટોકટી પ્રબંધકો અગ્રિમતાઓ અને સ્રોતો સોંપવામાં તવાયેલા જોખમ વ્યવસ્થાપન સિદ્ધાંતો(જોખમ ઓળખવું, જોખમનું વિશ્લેષણ, અને અસરનું વિશ્લેષણ)નો ઉપયોગ કરે.
 4. સંકલિત – કટોકટી પ્રબંધકો સરકારનાં તમામ સ્તરોએ અને સમુદાયના તમામ ઘટકોમાં પ્રયાસોની એકતાની ચોક્સાઈ કરે.
 5. સહયોગી – કટોકટી પ્રબંધકો વ્યક્તિઓ અને સંગઠનો વચ્ચે બૃહદ્ અને નિષ્ઠાવાન સંબંધો રચે અને જાળવે જેથી ભરોસાને પ્રોત્સાહન મળે, ટીમના વાતાવરણની હિમાયત થાય, સર્વાનુમત બંધાય, અને કમ્યુનિકેશનને પ્રોત્સાહન મળે.
 6. સંયોજિત- કટોકટી પ્રબંધકો સમાન હેતુ પ્રાપ્ત કરવા માટે પ્રસ્તુત તમામ લેવાદેવા ધરાવનારાઓની પ્રવૃત્તિઓને એક રેખામાં સંયોજિત કરે છે.
 7. લવચીક- આપત્તિના પડકારોને પહોંચી વળવા માટે કટોકટી પ્રબંધકો સર્જનાત્મક અને નાવીન્યપૂર્ણ અભિગમો લે છે.
 8. વ્યાવસાયિક – કટોકટી પ્રબંધકો વિજ્ઞાન અને જાણકારી-આધારિત અભિગમનું મૂલ્ય કરે છે; જે શિક્ષણ, તાલીમ, અનુભવ, નૈતિક અમલ, જાહેર સેવા અને સતત સુધારણા પર આધારિત હોય.
સ્ત્રોત: વીકીપીડિયા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/21/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate