ઉદ્દેશો
- કેરોસીનના ફાનસો અને દીવાવાળા ફાનસોને સોલાર ફાનસો દ્વારા સ્થળાંતરિત કરવા દ્વારા પ્રકાશનના હેતુસર કેરોસીનનો વપરાશ ઘટાડવા માટેનો
- પર્યાવરણ અનુકૂળ સોલાર વિદ્યુત તંત્રોના ઉપયોગ મારફતે ગ્રામીણ વિસ્તારોમાં જીવન ગુણવત્તા સુધારવા માટે, જેઓને કોઈપણ પ્રકારના અશ્મિભૂત ઈંધણોની આવશ્યકતા નથી, કોઈપણ પ્રકારના પ્રદૂષકોનું ઉત્સર્જન કરતા નથી અને જેઓ આરોગ્ય અને આગના જોખમોથી મુક્ત છે તેઓ માટે; અને
- નાની માત્રામાં રહેલી વિદ્યુત આવશ્યકતાઓને પહોંચી વળવા વિકલ્પો પૂરા પાડવા માટેનો
કાર્યક્રમનો અમલ કરતા સંગઠનો
રાજ્ય મધ્યવર્તી કચેરીઓ/વિભાગો (SNAs) અને અક્ષય ઉર્જાની દુકાનો દ્વારા જ માત્ર સોલાર ફાનસ કાર્યક્રમનો અમલ કરવામાં આવે છે. નિર્માણકર્તાઓ અથવા તેમની સંગઠિત મંડળો દ્વારા ખોલવામાં /સંચાલિત કરવામાં આવેલી દુકાનો યોજના હેઠળ હકદાર રહેશે નહી. તેમના વતી બજારોમાં ફાનસો મૂકવા માટે નિર્માણકર્તાઓને લક્ષ્યો ફાળવવાનું SNAs માન્ય કરશે નહી. વધુમાં, મંત્રાલય નિર્માણકર્તાઓ,તેમની સંગઠિત મંડળીઓ અથવા NGOs ઈત્યાદિ દ્વારા પ્રત્યક્ષ વેચાણ માટે લક્ષ્યો ફાળવશે નહી.
યોગ્ય હિતાધિકારીઓ
- વ્યક્તિગત હિતાધિકારીઓ અને લાભ-નિરપેક્ષ સંસ્થાઓ / સંગઠનોના તમામ વર્ગોને યોજના હેઠળ વિજળી વગરના ગામડાઓ અને વિશિષ્ટ વર્ગના રાજ્યો અને UT ટાપુઓના નાનકડા ગામડાઓમાં સોલાર ફાનસો લગાડવા માટે યોગ્ય માનવામાં આવશે.
- એક પરિવારને એકથી વધારે સોલાર ફાનસ આપવામાં આવશે નહી.
- સ્ત્રી બાળકોમાં શિક્ષણ માટે પ્રેરિત કરવાના અભિપ્રાય સાથે, ધોરણ 9થી ધોરણ 12માં ભણતી, પ્રતિ ગરીબી રેખા નીચેના પરિવાર એક શાળાએ જતી બાળા, મફતમાં સોલાર ફાનસ મેળવવાને હકદાર રહેશે. તેણી તેના સંપૂર્ણ શાળાકીય અભ્યાસ દરમ્યાન બીજું સોલાર ફાનસ મેળવવાને હકદાર રહેશે નહી.આવા પ્રકારની સ્ત્રી બાળાઓને સોલાર ફાનસનું વિતરણ જીલ્લા સરકાર મારફતે બીપએલ દરજ્જાની પ્રમાણભૂતતાની ખાતરી કરવા માટે અને શાળા અને સ્ત્રી બાળાના વર્ગની સવિસ્તર માહિતી સંપાદિત કરવા માટે સંબંધિત SNAs દ્વારા આયોજીત કરવામાં આવશે.અમલીકરણ કચેરીને ઓળખ પુરાવાઓ જેવા કે રેશન કાર્ડ,મતદાર ઓળખ કાર્ડ ઈત્યાદિ બતાવવા માટે હિતાધિકારીઓની આવશ્યકતા રહેશે.
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત પ્રજાતિ હિતાધિકારીઓ માટે સોલાર ફાનસો: કાર્યક્રમનો અમલ કરતા સંગઠનોએ ખાતરી કરવી જોઈએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત પ્રજાતિના હિતાધિકારીઓને ફાળવેલા લક્ષ્યોમાંથી કુલ સોનાર ફાનસોના અનુક્રમે 15 % અને 10 % પ્રદાન કરવામાં આવ્યા છે.
- સોલાર ફાનસ કાર્યક્રમમાં સ્ત્રીઓનો ઘટક – સોલાર ફાનસોનું વિતરણ કરતી વખતે પ્રાધાન્ય બાળ છાત્રાલયો,સ્ત્રી માટેના વયસ્ક શિક્ષણ કેન્દ્રો અને DWACRA કેન્દ્રોને આપવું જોઈએ.શાળાએ જતી બાળા ધરાવતા પરિવારોને પણ પ્રાધાન્ય આપવું જોઈએ.
- સોલાર ફાનસોનું વિતરણ ટોળામાં કરવું જોઈએ જેથી કરીને સોલાર ફાનસોનું અમલીકરણ,અનુરક્ષણ અને વેચાણ પછી મરમ્મત અને તપાસણી સરળ બને છે.
માન્ય સોલાર ફાનસની પ્રતિકૃતિઓ
દેશી સોલાર ફાનસો
સંપૂર્ણ રીતે આયાત કરાયેલા સોલાર ફાનસોને આ કાર્યક્રમ હેઠળ આવરવામાં આવ્યા નથી.જોકે,આયાત કરાયેલા એકમો અને / અથવા બેટરીઓના વપરાશની પરવાનગી નથી.સ્વતંત્ર પરીક્ષણ કચેરીએ જો તેના પ્રદર્શનને પ્રમાણિત કર્યુ હોય તો કદાચ આયાત કરેલા એકમોનો સોલાર ફાનસોના MNRE વર્ણનો સાથે સુમેળ કરીને વપરાશ થઈ શકે છે.
અમલ કરતા સંગઠનોએ માત્ર એવા સોલાર ફાનસો મેળવી આપવાના છે જેઓ સંપૂર્ણપણે MNRE વર્ણનો સાથે સુમેળ ખાતા હોય.
અક્ષય ઉર્જા દુકાનો દ્વારા કાર્યક્રમનો અમલ
- રાજ્ય કચેરીઓ,ખાનગી ઠેકેદારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અક્ષય ઉર્જા દુકાનોની સ્થાપના કરવામાં આવે છે અને તેઓ MNRE વર્ણનો અને માર્ગદર્શનોને અનુરૂપ સોલાર ફાનસોના વેચાણને આયોજીત કરવા અને સંબંઘિત રાજ્ય કચેરીઓથી લક્ષ્યોને પૂર્ણ કરવાના હકદાર છે.
- અક્ષય ઉર્જા દુકાનો ખરીદનારાઓની તેમના પૂર્ણ સરનામા,વેચાણની તારીખો,વેચાણની કિંમત,પ્રતિકૃતિઓ અને બનાવટો અને પૂરા પાડવામાં આવેલા તંત્રો અને પીવી પ્રતિકૃતિઓના શ્રેણી ક્રમાંક,અને ખરીદનારની ઓળખ સંદર્ભો(રેશન કાર્ડ,ટેલીફોન બીલ,વિજળીનું બીલ,પાસપોર્ટ,બેંક અકાઉંટ)સાથેની સંપૂર્ણ યાદી રજૂ કરવા દ્વારા રાજ્ય કચેરીઓ પાસેથી ભરપાઈના આધાર પર આર્થિક સહાયનો દાવો કરી શકે છે.
- સંબંધિત રાજ્ય મધ્યવર્તી કચેરી/ MNES પ્રાતીંય ઓફીસ દ્વારા તેમના મારફતે વિતરણ થયેલા સોલાર ફાનસોમાંના 20%ની અક્રમિક તપાસણી પછી જ વ્યક્તિગ
કેન્દ્રીય નાણાકીય સહાય
- SNAs અને અક્ષય ઉર્જા દુકાનો મારફતે યોગ્ય હિતાધિકારીઓને મંત્રાલય પ્રતિ સોલાર ફાનસ 2400રૂ.નું સીએફએ પ્રદાન કરે છે.
- SNAs અને અક્ષય ઉર્જા દુકાનોને મંત્રાલય સેવા દર તરીકે પ્રતિ ફાનસ 100 રૂ. પ્રદાન કરે છે. NGOs દ્વારા આયોજીત, MNRE પણ SNAsને અક્ષય ઉર્જા દુકાનો દ્વારા વેચાયેલા સોલાર ફાનસોની તપાસણીના દરો નિમિત્તે પ્રતિ ફાનસ 100 રૂ. પ્રદાન કરશે. રાજ્ય મધ્યવર્તી કચેરીઓ દ્વારા આયોજીત દુકાનો માટે કોઈપણ પ્રકારનો અલગ સેવા દર ચૂકવવામાં આવશે નહી.
- MNES ના 50% CFA અગાઉથી SNAs આપવામાં આવશે. બાકીના MNESના 50% CFA અને સેવા દરો પ્રકલ્પની પૂર્ણતા પછી આપવામાં આવશે.
સ્ત્રોત :
Ministry of New and Renewable Energy ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/10/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.