વિભાગ 3(1) અને 3(2) હેઠળ, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારો અને કોલસો, કુદરતી વાયુ, અણુકેન્દ્રીય પદાર્થો અથવા દ્રવ્ય, ઉર્જાના જળપ્રેરિત અને નવીનકરણ યોગ્ય સ્ત્રોતો જેવા સ્ત્રોતોના શ્રેષ્ઠ વપરાશોના આધારે વિદ્યુત તંત્રના વિકાસ માટેના સત્તાધિકારીઓ સાથેના પરામર્શન સાથે, કેન્દ્રીય સરકારે,સમય-સમય પર, રાષ્ટ્રીય વિદ્યુત નીતિ અને જકાત નીતિને તૈયાર અને પ્રકાશિત કરવી જોઈએ.
વિભાગ 4 ઉલ્લેખ કરે છે રાજ્ય સરકારો સાથેના પરામર્શન પછી,કેન્દ્રીય સરકારે,સમય-સમય પર ગ્રામીણ વિસ્તારો માટેના સ્વચાલિત તંત્રોની પરવાનગી આપતી(નવીનકરણ યોગ્ય ઉર્જાના સ્ત્રોતો અને બીજા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર આધારિત હોય તેઓ સમાવિષ્ટ) રાષ્ટ્રીય નીતિને તૈયાર અને જાહેર કરવી જોઈએ.
વિભાગ 61, 61(h) અને 61(i) ઉલ્લેખ કરે છે કે આ કાયદાની જોગવાઈને આધીન, જકાતના નિર્ધારણ માટેની શરતો અને નિયમો જણાવતું યોગ્ય મંડળ હોવુ જોઈએ,અને આમ કરવામાં તે નિમ્નલિખિત દ્વારા માર્ગદર્શિત હોવું જોઈએ,એટલે કે,નવીનકરણ યોગ્ય ઉર્જાના સ્ત્રોતોથી વિદ્યુતનું નિર્માણ અને સહનિર્માણને પ્રોત્સાહન;અને રાષ્ટ્રીય વિદ્યુત નીતિ અને જકાત નીતિ.
વિભાગ 86(1) અને 86(1)(e) ઉલ્લેખ કરે છે કે રાજ્ય મંડળોએ નિમ્નલિખિત કાર્યો કરવા જોઈએ,એટલે કે,કોઈપણ વ્યક્તિને વિદ્યુતના ગ્રીડ અને વેચાણ સાથેના જોડાણ માટેના યોગ્ય પગલાઓ પ્રદાન કરવા દ્વારા નવીનકરણ યોગ્ય ઉર્જાના સ્ત્રોતોમાંથી વિદ્યુતના નિર્માણ અને સહનિર્માણને પ્રોત્સાહન આપવું અને આવા પ્રકારના સ્ત્રોતોથી નિર્માણ થતા વિદ્યુતની ખરીદી માટે વિતરણનું લાયસન્સ ધરાવતા વિસ્તારોમાં વિદ્યુતના સંપૂર્ણ વપરાશના ટકા પણ જાહેર કરવા જોઈએ.
સ્ત્રોત : Ministry of New and Renewable Energy
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020