રાષ્ટ્રીય બાયોમાસ રાંધવાના ચૂલાની પહેલ (NBCI)ને 2જી ડિસેમ્બર 2009ના નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જાના મંત્રાલય દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી હતી.
પહેલનું પ્રાથમિક લક્ષ્ય દેશના ઉર્જાની ઉણપવાળા અને ગરીબ વિભાગો માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જાની ઉપલબ્ધતાને વિકસિત કરવાનું છે.સ્ટેટ-ઓફ-ધ-આર્ટ પરીક્ષણો, પ્રમાણનો સ્થાપિત કરવા દ્વારા અને સુવિધાઓની દેખરેખ અને મુખ્ય પ્રાવૈધિક સંસ્થાઓમાં સંશોધન અને વિકાસ (R&D) કાર્યક્રમો દ્દઢ કરવા દ્વારા તે દેશમાંની પ્રાવૈધિક ક્ષમતાના વિકાસ પર ભાર મૂકે છે.
આ પહેલ હેઠળ, વિદ્યમાન વ્યાપારી રીતે ઉપલબ્ધ ભિન્ન-ભિન્ન અને સારા રાંધવાના ચૂલાઓ અને પ્રક્રિયાત્મક બાયોમાસ ઈંધણના વિવિધ વર્ગોનો ઉપયોગ કરીને પ્રાયોગિક સ્તરના પ્રકલ્પોની શ્રેણીઓનું ચિત્ર રજૂ કરવામાં આવે છે.આ પ્રકલ્પ માટેની નાણાકીય સહાયને બાયોમાસના રાંધવાના ચૂલાઓની કિંમતના 50% સુધી પ્રતિબંધિત કરવામાં આવશે. નવીનકરણ યોગ્ય ઉર્જાના પ્રકલ્પોના અમલીકરણ માટેનો પર્યાપ્ત અનુભવ ધરાવતા રાજ્ય મધ્યવર્તી કચેરીઓ, અનુભવી NGOs, સ્વ સહાય જૂથો, નિર્માણકારો અથવા ઠેકેદારો મારફતે પ્રાયોગિક સ્તરીય પ્રકલ્પનો અમલ કરવામાં આવશે.
બાયોમાસ રાંધવાના ચૂલાઓ બે પ્રકરાના છે; નિયત પ્રકારના અને સુવાહ્ય પ્રકારના. સુવાહ્ય પ્રકારના રાંધવાના ચૂલાઓ પણ બે પ્રકારના છે; કુદરતી રૂપરેખા અને ફરજીયાત રૂપરેખા. BIS મુજબ, ઘન બાયોમાસના રાંધવાના ચૂલાઓની થર્મલ કાર્યક્ષમતા 25%થી વધારે હોવી જોઈએ, CO/CO2 ગુણોત્તર 0.04 અથવા તેનાથી નીચે અને કુલ સ્થગિત ભૌતક પદાર્થ (TSP) એ 2 મિલીગ્રામ/મિ3થી વધારે ન હોવો જોઈએ, શરીરનું ઉષ્ણતામાન 600 Cથી વધારે ન હોવું જોઈએ. ઉપર્યુક્ત આદર્શોનો ઉપયોગ દેશના વિવિધ એકલ ધાતુકીય પાત્ર સંશોધિત રાંધવાના ચૂલાઓના પરીક્ષણ અને મંજૂરી માટે કરવામાં આવે છે.
સંબંધિત નિર્માણકર્તા દ્વારા પૂરી પાડવામાં આવેલી પારિવારીક પ્રકારના સંશોધિત રાંધવાના ચૂલાઓની પ્રતિકૃતિઓ જેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને જેઓ BIS પરીક્ષણોમાંથી પસાર થયેલી છે તે નીચે આપવામાં આવેલ છે:
ક્રમિક.ક્ર. |
પ્રતિકૃતિનું નામ |
I |
કુદરતી રૂપરેખાવાળા રાંધવાના ચૂલા |
1. |
CPRI રચિત એકલ ધાતુકીય પાત્ર વિક્રમ બાયોમાસ ચૂલા |
2. |
IMMT રચિત એકલ ધાતુકીય પાત્ર હર્ષા ચૂલા |
II. |
ફરજીયાત રૂપરેખાવાળા રાંધવાના ચૂલા |
3. |
IISc રચિત એકલ પાત્ર ધાતુ-આચ્છાદિત-માટીકામવાળા ઉર્જા બાયોમાસ ચૂલા |
4. |
ફિલીપ્સ ફરજીયાત રૂપરેખાવાળા ધાતુ-આચ્છાદિત-માટીકામવાળા અસ્તર બાયોમાસ ચૂલા |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020