অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિ

નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલય દ્વારા બાયોફ્યુલ પરની રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવામાં આવી હતી. તેને 11મી સપ્ટોમ્બર,2008 પર યુનીયન કેબિનેટ દ્વારા માન્યતા મળી હતી.

રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિના મુખ્ય લક્ષણો

  • બાયોફ્યુલો-બાયોઈથેનોલ અને બાયો-ડિઝલના સંમિશ્રણ માટે 2017ના 20%ના સૂચક લક્ષ્યને રજૂ કરવામાં આવ્યો હતો.
  • અપવ્યય/ભ્રષ્ટ/સીમાંત જમીનોમાંના ખાવા યોગ્ય ન હોય તેવા તેલના બીજોમાંથી બાયો-ડિઝલનું ઉત્પાદન કરવામાં આવશે..
  • બાયોડિઝલ ફિડસ્ટોકના દેશી ઉત્પાદન પર કેન્દ્રીકરણ રહેશે અને મુક્ત ફેટી એસિડ (FFA) આધારિત જેવા કે તેલ,તાડ ઈત્યાદિની આયાતની પરવાનગી નથી.
  • સામાજીક/સરકારી/જંગલની અપવ્યય જમીનોમાં બાયોડિઝલની ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવશે જ્યારે ફળદ્રુપ સિંચાઈની જમીનોમાંની ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવશે નહી.
  • ઉત્પાદકોને ઉચિત કિંમત પ્રદાન કરવા માટે નિયતકાલિક પુનરાવર્તનની જોગવાઈ સાથેની બાયોડિઝલ તેલના બીજો માટેની લધુત્તમ સહાય કિંમત (MSP) જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિમાં સંઘરાયેલી, MSP કાર્યપદ્ધતિ વિશેની સવિસ્તર માહિતીને સંભાળપૂર્વક પાછળથી તૈયાર કરવામાં આવશે અને બાયોફ્યુલ સંચાલન કમિટી દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે.
  • તેલનું માર્કેટીંગ કરતી કંપનીઓ(OMCs) દ્વારા બાયો-ઈથેનોલની ખરીદી માટે અલ્પત્તમ ખરીદીની કિંમત (MPP) એ બાયો-ઈથેનોલના ઉત્પાદનની વાસ્તવિક કિંમત અને તેની આયાત કિંમત પર આધારિત રહેશે.બાયોડિઝલના કિસ્સામાં, MPP ને પ્રચલિત રીટેલ ડિઝલની કિંમત સાથે જોડવી જોઈએ.
  • રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિ કલ્પના કરાવે છે કે રાજ્યની અંદર અને બહાર થતી બાયોફ્યુલની અમર્યાદિત હેરફેરની ખાતરી કરવા માટે સરકાર દ્વારા “ઘોષિત માલસામાન”ની સીમા હેઠળ બાયોફ્યુલો,એટલે કે,બાયોડિઝલ અને બાયો-ઈથેનોલને લાવવામાં આવી શકે છે.
  • નીતિમાં તે પણ જણાવેલું છે કે બાયોડિઝલ પર કોઈપણ પ્રકારના કરો અને જકાતો લાદવા જોઈએ નહી.
  • રાષ્ટ્રીય બાયોફ્યુલ સંકલન કમિટીને સન્માનનીય વડાપ્રધાન દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
  • બાયોફ્યુલ સંચાલન કમિટીને કેબિનેટના સેક્રેટરી દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
  • બાયોફ્યુલમાં થતા સંશોધનના સંદર્ભમાં, બાયોટેકનોલોજીનો વિભાગ, ખેતી અને ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલન કમિટી હેઠળ એક ઉપ-કમિટી નીમવામાં આવશે અને તેનું સંકલન નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવશે.
  • મુખ્ય દબાણ દ્વિતીય પેઢીના સેલ્યુલોસીક બાયોફ્યુલ સમાવિષ્ટ ખેતી, પ્રક્રિયા અને ઉત્પાદન ટેકનોલોજીઓ પરના કેન્દ્રીકરણ સાથે સંશોધન, વિકાસ અને નિદર્શન પર આપવામાં આવે છે
સ્ત્રોત  : Biofuel Policy

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate