હોમ પેજ / ઊર્જા / નીતિ સમર્થન / નવીનીકરણ યોગ્ય ઉર્જા / રાષ્ટ્રીય બાયોગેસ અને ખાતર સંચાલન કાર્યક્રમ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાષ્ટ્રીય બાયોગેસ અને ખાતર સંચાલન કાર્યક્રમ

રાષ્ટ્રીય બાયોગેસ અને ખાતર સંચાલન કાર્યક્રમ

બાયોગેસ વિકાસ પર રાષ્ટ્રીય પ્રકલ્પ તરીકે કાર્યક્રમની શરૂઆત 1981-82માં થઈ હતી

ઉદ્દેશો

 • પારિવારીક પ્રકારના બાયોગેસ પ્લાન્ટો મારફતે રાંધવાના હેતુસર ઈંધણ અને ગ્રામીણ પરિવારોને સેન્દ્રીય ખાતર પ્રદાન કરવા માટે
 • ગ્રામીણ મહિલાની મજૂરીને ઓછી કરવા માટે, જંગલો પરનું દબાણ ઘટાડવું અને સામાજીક હિતો પર ધ્યાન ખેચવું
 • શૌચાલયોના નિકાલને બાયોગેસ પ્લાન્ટ સાથે જોડવા દ્વારા ગામડાઓમાં સફાઈ-વ્યવસ્થા સુધારવા માટે

ઘટકો

 • બાયોગેસ પ્લાન્ટની સ્વદેશીપણે વિકસિત પ્રતિકૃતિઓને આગળ વધારવામાં આવી છે.
 • અમલીકરણ માટે રાજ્યો પાસે નિર્દિષ્ટ મધ્યવર્તી વિભાગો અને મધ્યવર્તી કચેરીઓ છે.આ સિવાય,ખાદી અને ગ્રામીણ ઉદ્યોગોનું મંડળ, મુંબઈ; રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, આણંદ (ગુજરાત), અને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરીય બિનસરકારી સંગઠનોને અમલીકરણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
 • પ્રકલ્પ વપરાશકર્તાઓને કેન્દ્રીય સહાય, ઠેકેદારોને સાચવણીના કામની ફી, રાજ્ય મધ્યવર્તી વિભાગો/કચેરીઓને સેવા દરો અને પ્રશિક્ષણ અને જાહેરાત માટે સહાય સમાવિષ્ટ વિવિધ પ્રકારના નાણાકીય પ્રલોભનો પૂરા પાડે છે.
 • વિવિધ પ્રકારના પ્રશિક્ષણ કાર્યક્રમોને સહાય આપવામાં આવી છે. નવ મુખ્ય શહેરોમાં કાર્યરત, બાયોગેસ વિકાસ અને પ્રશિક્ષણ કેન્દ્રો, રાજ્ય મધ્યવર્તી વિભાગો અને મધ્યવર્તી કચેરીઓને પ્રાવૈધિક અને પ્રશિક્ષણ બેક-અપ પૂરુ પાડે છે.
 • ખેતી પ્રાધાન્ય વિસ્તારો હેઠળ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે વ્યાપારી અને સહકારી બેંકો લોન પૂરી પાડે છે. ખેતી અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક (NABARD) એ બેંકોને સ્વચાલિત પુન:નાણા વ્યવસ્થાની સુવિધા પૂરી પાડે છે.

પારિવારીક પ્રકારના બાયોગેસ ફર્ટીલાઈજર પ્લાન્ટોની માન્ય પ્રતિકૃતિઓ

બાયોગેસ પ્લાન્ટની પૂર્વ-નિર્મિત પ્રતિકૃતિ

 • પૂર્વ-નિર્મિત પ્રબલિત સિમેન્ટ કાંકરેટ (RCC) નિયત ગંબજવાળી પ્રતિકૃતિ
 • પૂર્વ-નિર્મિત RCC સંગ્રહ KVIC પ્રતિકૃતિ પારિવારીક પ્રકારના બાયોગેસ પ્લાન્ટ.
 • પૂર્વ-નિર્મિત ઉચ્ચ ઘનતાવાળું પોલીઈથીલીન (HDPE) પદાર્થ આધારિત સંપૂર્ણ દિનબંધુ પ્રતિકૃતિ બાયોગેસ પ્લાન્ટ.
 • પૂર્વ-નિર્મિત BIOTECH થી બનાવેલી ફાઈબર-ગ્લાસ પ્રબલિત પ્લાસ્ટીક (FRP) બાયોગેસ પ્લાન્ટ.
 • પૂર્વ-નિર્મિત HDPE પદાર્થ આધારિત KVIC પ્રકારની અસ્થાયી ગુંબજવાળા બાયોગેસ પ્લાન્ટ.
 • શક્તિ-સુરભી FRP આધારિત અસ્થાયી ગુંબજવાળા KVIC રચના આધારિત પૂર્વ-નિર્મિત સુવાહ્ય પ્રતિકૃતિ વિવેકાનંદ કેન્દ્ર,કન્યાકુમારી દ્વારા નિર્મિત બાયોગેસ પ્લાન્ટ
 • સિનેટેક્ષથી બનાવેલી પ્લાસ્ટીક આધારિત અસ્થાયી ગુંબજવાળો KVIC પ્રકારનો બાયોગેસ પ્લાન્ટ , સિન્ટેક્ષ ઉદ્યોગો લિ.,કલોલ(ગુજરાત) દ્વારા નિર્મિત

અસ્થાયી ગુંબજવાળા બાયોગેસ પ્લાન્ટો:

 • KVIC અસ્થાયી ધાતુના ગુંબજવાળા બાયોગેસ પ્લાન્ટ.
 • KVIC પ્રકારના પ્લાન્ટ સાથે ફેરો સિમેન્ટ સંગ્રહ અને FRP ગેસ હોલ્ડર.
 • પ્રગતિ પ્રતિકૃતિ બાયોગેસ પ્લાન્ટ.

નિયત ગુંબજવાળા બાયોગેસ પ્લાન્ટ:

 • ઈંટના કડિયાકામ સાથેની દિનબંધુ પ્રતિકૃતિ.
 • યથાવત ટેકનીક સાથેની દિનબંધુ ફેરોસિમેન્ટ પ્રતિકૃતિ.
 • દિનબંધુ પ્રતિકૃતિ પારિવારીક કદના બાયોગેસ પ્લાન્ટો માટે પૂર્વ-નિર્મિત HDPE પદાર્થ આધારિત પૂર્વનિર્મિત ગુંબજ.
 • ICAR દ્વારા નિર્મિત,ઘન-અવસ્થાવાળો દિનબંધુ રચનાનો નિયત ગુંબજવાળો બાયોગેસ પ્લાન્ટ.

NBMMP હેઠળ આપવામાં આવેલા નાણાકીય પ્રલોભનો

વર્ગ

1 ઘન.મીના પ્રતિ પ્લાન્ટની કેન્દ્રીય આર્થિક સહાયની રકમ. (નિયત ગુંબજ)

 

ઉત્તર પૂર્વીય પ્રાદેશિક રાજ્યો અને સિક્કીમ(આસામના મેદાની વિસ્તારો સિવાય)

 

Rs.14,700/- (2-4 ઘન.મીના પ્લાન્ટો માટે સમાન છે)

આસામના મેદાની વિસ્તારો માટે

Rs.9,000/- ( 2-4 ઘન.મીના પ્લાન્ટો માટે, Rs 10,000)

જમ્મુ અને કાશ્મીર,હિમાચલ પ્રદેશ,ઉત્તરાંચલ(તરાઈ પ્રદેશ બાકાત),તામિલનાડુની નિલગીરીઓ,સદર કુર્સંગ અને કલીમપોંગ દાર્જીલીંગ જીલ્લાના ઉપવિભાગો(પશ્ચિમ બંગાળ),સુંદરવનો, આંદામાન અને નિકોબારના ટાપુઓ.

Rs.4,000/- (Rs 10,000/- 2-4 ઘન.મીના પ્લાન્ટો માટે)

બીજા તમામ

Rs.4,000/- (Rs 8000/- 2-4 ઘન.મીના પ્લાન્ટો માટે)

 • શૌચાલયોના નિકાલ સાથે જોડાયેલા બાયોગેસ પ્લાન્ટ : શૌચાલયોના નિકાલ સાથે જોડાયેલા પ્લાન્ટો માટે Rs.1000/- પ્રતિ પ્લાન્ટની વધારાની કેન્દ્રીય આર્થિક સહાય આપવામાં આવે છે.
 • પાંચ વર્ષની મફત દેખરેખ વોરંટી સાથે સાચવણીના કામની ફી સંલગ્ન : તમામ રાજ્યોમાં Rs. 1,500 પ્રતિ પ્લાન્ટ આપવામાં આવે છે.
 • જુના બિનકાર્યરત પ્લાન્ટોની દુરસ્તી માટે નાણાકીય ટેકો : હિતાધિકારીઓ અને વિસ્તારોના વિવિધ વર્ગો માટે સુયોજ્ય,કેન્દ્રીય સહાયના દરના 50 ટકાને મર્યાદિત નાણાકીય ટેકો, પારિવારીક પ્રકારના બાયોગેસ પ્લાન્ટોની દુરસ્તી અને પુનરુત્થાન માટે સ્વીકાર્ય, જેઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ જુના હોય અને સંરચનાત્મક દુરસ્તીની માંગ માટે જેઓ વર્તમાનમાં અનુપયોગી હોય.

સ્ત્રોત : નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલય

2.94642857143
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top