অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અક્ષય ઉર્જા દુકાનો

ભારત સરકાર, નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલય મુખ્ય શહેરોમાં આદિત્ય સોલાર દુકાનોની સ્થાપનાને પ્રોત્સાહન આપી રહ્યું છે. સોલાર ઉર્જા ઉત્પાદનો સમાવિષ્ટ તમામ નવીનકરણ યોગ્ય ઉર્જા ઉપકરણો અને તંત્રોની મરમ્મત અને વેચાણને આવરવાના મત સાથે આ દુકાનોને હવે "અક્ષય ઉર્જા દુકાનો" કહેવામાં આવે છે.આ દુકાનો નિમ્નલિખિત કાર્યો કરે છે.

  • વિવિધ નવીનકરણ યોગ્ય ઉર્જા અને ઉર્જા કાર્યક્ષમ ઉપકરણોનું વેચાણ;
  • નવીનકરણ યોગ્ય ઉર્જા ઉપકરણોની મરમ્મત અને દુરસ્તી;
  • નવીનકરણ યોગ્ય ઉર્જા ઉપકરણો/તંત્રો પરની માહિતીનો ફેલાવો; અને,
  • નવીનકરણ યોગ્ય ઉર્જા ઉપકરણો માટે આગળ વધવામાં વ્યક્તિઓને/કંપનીઓને સહાય કરવી.

નાણાકીય સહાય માટેના યોગ્ય સંગઠનો

રાજ્ય મધ્યવર્તી કચેરીઓ,ખાનગી ઠેકેદારો અને NGOs આવા પ્રકારની દુકાનોને દેશના તમામ જીલ્લાઓમાં સ્થાપી શકે છે અને તેનું સંચાલન કરી શકે છે.

નાણાકીય સહાય

  • દુકાનોની સ્થાપના માટે અરજદારો નિર્દિષ્ટ બેંકો મારફતે 10 લાખ રૂપિયાના મહત્તમના આધીન સ્થાપનાની કિંમતના મહત્તમ 85% માટે 7%ના વ્યાજ દર પર લોન મેળવવાને હકદાર છે. તે પાંચ વર્ષોની અવધિ ઉપર ફરી ચૂકવવા યોગ્ય છે.
  • રાજ્ય મધ્યવર્તી કચેરીઓ મારફતે આવર્ત અનુદાન/પ્રોત્સાહન (અમુક ન્યુનત્તમ ટર્નઓવરને આધીન)
    • ઉપલબ્ધ માણસો,વિજળી,ટેલીફોનના બીલો અને બીજા પરચૂરણ ખર્ચાઓ માટે 5000/-રૂ. પ્રતિ મહિના આવર્ત અનુદાન તરીકે.
    • પ્રક્રિયાના પ્રથમ વર્ષ દરમ્યાનના Rs. 50,000/- પ્રતિ મહિના અને દ્વિતીય મહિના દરમિયાન રૂ. 1,00,000/- પ્રતિ મહિનાના ન્યુનત્તમ ટર્નઓવરને આધીન, થયેલા ટર્નઓવર માટેના પ્રોત્સાહન તરીકે રૂ. 5000/- પ્રતિ મહિના.
  • રાજ્ય મધ્યવર્તી કચેરીઓ અને IREDA મારફતે યોજનાનું સંચાલન કરવામાં આવશે.

દુકાનોની સ્થાપના કરવા માટેના માર્ગદર્શનો

  • દરેક જીલ્લામાં માત્ર એક દુકાનની સ્થાપના કરી શકાય છે.અગાઉથી દુકાનો સ્થપાયેલી હોય તેવા જિલ્લાઓ વધારે દુકાનો માટે અધિકૃત રહેશે નહી.
  • દુકાન માટેનો ન્યુનત્તમ આવૃત વિસ્તાર 200 ચો.ફૂનો રહેશે(સંગ્રહસ્થાનને બાકાત). તેઓનું ફરીથી બાંધકામ/ખરીદી/પુન:નિર્માણ થઈ શકશે. ભાડા પરની દુકાનો સરકારી ટેકા માટે હકદાર રહેશે નહી.
  • દુકાનો શહેરના મુખ્ય અને સરળતાથી સુલભ ભાગોમાં આવેલી હોવી જોઈએ.
  • તમામ દેશમાં તેનું સમાન નામ રહેશે. ‘અક્ષય ઉર્જા દુકાન’સાથેનું નામ ઓછામાં ઓછાં 8’x3’કદના ઉત્કટ સાઈન બોર્ડમાં દર્શાવવામાં આવશે.દુકાનનાં નામની શરૂઆત વિવિધ શબ્દોની શરૂઆત સાથે થઈ શકે છે,ધારો કે,માલિકનું નામ અને તેને“……અક્ષય ઉર્જા દુકાન” કહી શકાય છે.
  • દુકાનનું સૌંદર્ય સભ્ય રહેશે અને ગ્રાહકોને આકર્ષવા માટે સારી રીતે પ્રકાશિત રહેશે.
  • દુકાનમાં અલ્પત્તમ બે કર્મચારીઓ રહેશે. તેમાંનો એક તો ટેકનીકલ વ્યક્તિ હોવો જોઈએ જેને નવીનકરણ યોગ્ય ઉર્જા ઉપકરણોની મરમ્મત અને દુરસ્તી વિશેની જાણકારી હોય.નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલય દુકાનમાં ગોઠવાયેલા સ્ટાફની કોઈપણ જવાબદારી ગ્રહણ કરશે નહી.
  • દુકાન સામાન્ય વ્યાપારી રૂપરેખા પર કાર્યાન્વિત થવી જોઈએ અને તે તેના કાર્યોમાંથી આવક રળે તેવું અપેક્ષિત છે.
  • દુકાન માત્ર તેના દ્વારા વેચાયેલા ઉત્પાદનો માટે જ નહી પણ તેની સાથે બીજા કોઈપણ સ્ત્રોત પાસેથી મેળવેલા/સ્થાપિત કરેલા બીજા નવીનકરણ યોગ્ય ઉર્જા ઉત્પાદનો/ઉપકરણો માટે પણ રાજલ કિંમતે મરમ્મત અને દુરસ્તી સેવા પ્રદાન કરશે.
  • દુકાન ગ્રાહક-અનુકૂળ કેન્દ્ર તરીકે ચાલતી હોવી જોઈએ.ચુસ્ત કે અગવડભર્યો સમય અને નિરપેક્ષ સેવાથી દૂર રહેવું જોઈએ.
  • દુકાન વિવિધ નિર્માણકર્તાઓ પાસેથી નવીનકરણ યોગ્ય ઉર્જા ઉપકરણો/તંત્રોની વિવિધ પ્રતિકૃતિઓ રજૂ કરશે જેથી કરીને ગ્રાહક તેની પસંદગી પ્રમાણેની વસ્તુઓ મેળવી શકે.
  • સોલાર દુકાનોમાં વેચવાવાળી વસ્તુઓની કિંમત યાદી યોગ્ય રીતે જાહેર જનતાને પ્રદર્શિત/ઉપલબ્ધ કરવામાં આવશે.દુકાન તેની મુલાકાતે આવેલા લોકોને આ ઉપકરણો/તંત્રો પરની માહિતીનો ફેલાવો પણ કરશે.
  • સોલાર દુકાનોને વ્યાપારીકપણે અર્થક્ષમ સંસ્થા બનાવવા માટે, દુકાનો નવીનકરણ યોગ્ય ઉર્જા સંબંધિત વસ્તુઓની સાથે ઉર્જા-કાર્યક્ષમ વસ્તુઓને વેચી શકે છે, જેવીકે ઓછી જગ્યા રોકે તેવા પ્રતિદિપ્તીક્ષમ ફાનસો (CFL), પ્રકાશ સહાયક વસ્તુઓ, ઉચ્ચ કાર્યક્ષમતાવાળા કેરોસીનના ચૂલાઓ ઈત્યાદિ.
  • ગ્રાહકોના લાભ માટે, દુકાન વિવિધ નવીનકરણ યોગ્ય ઉર્જા ઉત્પાદનો માટે સરળ લોનો પૂરી પાડતી બેંકો સાથે જોડાણ રચશે.
સ્ત્રોત : Ministry of New and Renewable Energy

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate