સંબંધિત અવતરણો
ધ્યેયમા વર્ષ 2009 સુધીમાં તમામ પરિવારો માટેની વિદ્યુતની પહોંચની જોગવાઈ,ગુણવત્તાસભર અને વિશ્વાસપાત્ર વિદ્યુત પુરવઠો,અને 2012 સુધી શ્રેષ્ઠ માલ તરીકે 1 યુનિટ/પરિવાર/દિવસનો અલ્પત્તમ જીવનરેખા વપરાશનો સમાવેશ થાય છે.
ગામડાઓ/વસવાટો માટે જ્યાં ગ્રીડ જોડાણ સંભવ કે ફાયદાકારક રહેશે નહી,વિદ્યુતને પહોંચાડવા માટે સ્વચાલિત તંત્રો પર આધારિત ઓફ-ગ્રીડ ઉપાયો હાથ ધરવામાં આવી શકે છે.આ પણ જ્યાં સંભવ ન હોય અને સોલાર ફોટોવોલ્ટેઈક જેવી પૃથક પ્રકાશ ટેકનોલોજીઓના ઉપયોગનો એકમાત્ર વિકલ્પ હોય તો,તેને અંગીકાર કરવામાં આવી શકે છે.જોકે,આવા પ્રકારના દૂરવર્તી ગામડાઓને વિદ્યુતીકરણ કરેલા હોય તે રીતે નિર્દિષ્ટ કરી શકાતા નથી.
6 મહિનાની અંદર,રાજ્ય સરકારે ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના તૈયાર અને પ્રગટ કરવી જોઈએ જેમાં વિદ્યુતીકરણ પહોંચાડવાની કાર્યપદ્ધતિની સવિસ્તર માહિતી અને નકશો હોવો જોઈએ. યોજનાને કદાચ જીલ્લાકીય વિકાસ યોજના સાથે જોડવામાં અને એકીકૃત કરવામાં આવી શકે છે.યોજના યોગ્ય મંડળને પણ જણાવવી જોઈએ.
વિદ્યુતીકરણ કરેલુ છે તેવું ઘોષિત કરવા માટે જ્યારે ગામ યોગ્ય થાય તે સમયે ગ્રામ પંચાયતે પ્રથમ પ્રમાણપત્ર નિર્ગમિત કરવું જોઈએ. ત્યારપછી, ગ્રામ પંચાયતે દર વર્ષે 31મી માર્ચે ગામના વિદ્યુતીકરણ દરજ્જાને પ્રમાણિત અને સુનિશ્ચિત કરવો જોઈએ.
જીલ્લા સ્તરીય કચેરીઓ, ગ્રાહક સંગઠનો, અને પર્યાપ્ત મહિલા પ્રતિનીધિઓ સાથે મહત્વના ભાગીદારોની રજૂઆતો સાથે,અને જીલ્લા પંચાયતના અધ્યક્ષના અધ્યક્ષપદ હેઠળ, 3 મહિનાની અંદર રાજ્ય સરકારે જીલ્લા સ્તર પર કમિટી સ્થાપિત કરવી જોઈએ.
જીલ્લા કમિટી જીલ્લા અને ગ્રાહક સંતોષ, ઈત્યાદિમાંના વિદ્યુતીકરણ વિસ્તરણનું અવલોકન અને તેનું નિર્દેશન કરશે.
પંચાયત રાજ સંસ્થાઓની નિરીક્ષક/સલાહકારની ભૂમિકા રહેશે.
બેક-અપ સેવાઓ માટેની સંસ્થાગત ગોઠવણીઓ અને ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો આધારિત તંત્રો માટેના પ્રાવૈધિક આધારને રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020