રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના
રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY)ને તમામ ચાલુ રૂપરેખાઓને વિલીન કરવા દ્વારા એપ્રિલ 2005માં પ્રસ્થાપિત કરવામાં આવી હતી.
કાર્યક્રમ હેઠળ, ભારત સરકાર દ્વારા 90% મંજૂરી અને રાજ્ય સરકારોને ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમ (REC) દ્વારા 10% લોન તરીકે પૂરા પાડવામાં આવે છે.
ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમ (REC) એ કાર્યક્રમ માટેની મધ્યવર્તી કચેરી છે.
ગ્રામીણ વિદ્યુતીકરણની વ્યાખ્યા
ગામને વિદ્યુતીકરણ કરેલું ઘોષિત કરવામાં આવશે,જો :
- રહેવાસી વિસ્તારો તેમજ દલિત વસ્તીઓના ગામડાઓમાં જ્યાં તે આવેલા હોય ત્યાં વિતરણ પરિવર્તક અને વિતરણ માર્ગો જેવા મૂળભૂત માળખાઓ પૂરા પાડવામાં આવ્યા હોય.
- સાર્વજનિક સ્થાનો જેવા કે શાળાઓ,પંચાયત ઓફિસ,આરોગ્ય કેન્દ્રો,દવાખાનાઓ,સામૂદાયિક કેન્દ્રો ઈત્યાદિને વિજળી પહોંચાડવામાં આવતી હોય.
- વિદ્યુતીકરણ કરેલા પરિવારોની સંખ્યા ગામના પરિવારોની કુલ સંખ્યાના ઓછામાં ઓછી 10% હોવી જોઈએ.
RGGVYના ઉદ્દેશો છે:
- નવી વ્યાખ્યા પ્રમાણે તમામ ગામડાઓ અને વસાહતોને વિજળી આપવી
- તમામ ગ્રામીણ પરિવારોને વિજળી માટેની પહોંચ પૂરી પાડવી
- ગરીબી રેખાની નીચેના પરિવારોને (BPL) મફત દરે વિદ્યુત જોડાણ પૂરુ પાડવું
RGGVY હેઠળનું માળખું :
- જ્યાં આ શક્ય નથી ત્યાં 33/11 KV (or 66/11 KV) જૂથોમાં પર્યાપ્ત ક્ષમતાવાળા ઉપ-સ્ટેશનો સાથે ગ્રામીણ વિદ્યુત વિતરણ મુખ્ય-આધાર(REDB).
- ગામડાઓ/વસાહતોમાં યોગ્ય ક્ષમતાવાળા વિતરણ પરિવર્તકની જોગવાઈ સાથેના ગામડાઓના વિદ્યુતીકરણનું માળખું (VEI).
- જ્યાં ગ્રીડ પુરવઠો સંભવ નથી અથવા લાભકારક નથી ત્યાં પરંપરાગત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર આધારિત વિકેન્દ્રીકૃત વિતરિત નિર્માણ(DDG) તંત્રો.
RGGVY હેઠળની અમલીકરણ કાર્યપદ્ધતિ અને શરતો :
- સંરક્ષણના આધાર પર અમલ માટે જીલ્લા આધારિત વિગતવાર પ્રકલ્પ અહેવાલની પ્રસ્તુતિ.
- અમુક પ્રકલ્પોના અમલીકરણમાં પાવર મંત્રાલયનું ઉત્તરદાયિત્વ લેતી કેન્દ્રીય જાહેર શાખાનો સમાવેશ.
- સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા વિદ્યુતીકરણ કરેલા ગામોની પ્રમાણભૂતતા.
- બહેતર ગ્રાહક સેવા અને નુકસાનોમાં ઘટાડા માટે ગ્રામીણ વિતરણના સંચાલન માટે મતાધિકારનું પરિનિયોજન.
- RGGVY નેટવર્કમાં વિજળીના 6-8 કલાકના અલ્પત્તમ દૈનિક પુરવઠા સાથેની વિજળીના પુરવઠા માટે રાજ્યો દ્વારા ઉપક્રમ.
- રાજ્ય દ્વારા આવશ્યક ઉપજ સહાયની જોગવાઈની રચના.
- વ્યાપારી વ્યાવહારિકતાની ખાતરી કરે તે રીતે મતાધિકાર માટે જથ્થાબંધ જકાત પુરવઠા (BST)નું નિર્ધારણ.
- ફરજીયાત કરેલી 11 યોજના રૂપરેખાઓ માટે ત્રણ-શ્રેણીબદ્ધ ગુણવત્તા દેખરેખ કરતી કાર્યપદ્ધતિ.
- ઉન્નતિની વેબ આધારિત દેખરેખ.
- પૂર્વ-નિર્ધારિત જીવન તબક્કાની પ્રાપ્તિસાથે સંલગ્ન ભંડોળોની મુક્તિ.
- ઠેકેદાર સ્તર સુધી ન્યાયી રીતે ભંડોળોનું ઈલેક્ટ્રોનીક સ્થળાંતર.
- રાજ્ય સરકારો દ્વારા ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાઓની જાહેરાત.
100ની જનસંખ્યાની ઉપરની વસાહતોને રૂપરેખા હેઠળ આવૃત કરવામાં આવી છે.XI યોજના દરમ્યાન, Rs.16,268 કરોડની કિંમતના 327 પ્રકલ્પોને 49,383 ગામોના વિદ્યુતીકરણ માટે અને 162 લાખ વિજળી જોડાણો BPL પરિવારોને પૂરા પાડવા માટેની મંજૂરી આપવામાં આવી છે.આંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદરા અને નાગર હવેલી,દમણ અને દીવ,દિલ્હી,ગોવા,લક્ષદ્વીપ,પોંડીચેરી એ RGGVY કાર્યક્રમમાં ભાગ લેવાના નથી.
સ્ત્રોત: રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.