દૂરના ગામોના વિદ્યુતીકરણનો કાર્યક્રમ(RVE)નો ઉદ્દેશ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો જેવા કે સોલાર ઉર્જા,નાના જળપ્રેરિત પાવર,બાયોમાસ,પવન ઉર્જા,સંકર તંત્રો,ઈત્યાદિ મારફતે તમામ દૂરવર્તી જનગણના ગામડાઓ અને વિદ્યુતીકરણ કરેલા જનગણના ગામડાઓના દૂરવર્તી નાનકડા ગામડાઓને વિજળીથી ચાલતા કરવાનો છે.
વિદ્યુતીકરણ ન કરેલા હોય તેવા દૂરવર્તી જનગણના ગામડાઓ અને વિદ્યુતીકરણ કરેલા હોય તેવા જનગણના ગામડાઓના દૂરવર્તી નાનકડા ગામો પર કેન્દ્રીકરણ કરવા દ્વારા, કાર્યક્રમનો ઉદ્દેશ દેશના સૌથી પછાત અને સામાન્ય લાભોથી વંચિત પ્રદેશોમાંના લોકોના જીવનને વિજળીના લાભો આપવાનો છે.
કાર્યક્રમનો વિસ્તાર નિમ્નલિખિતને આવરે છે:-
તમામ વિદ્યુતીકરણ ન કરેલા હોય તેવા દૂરવર્તી જનગણના ગામડાઓ અથવા વિદ્યુતીકરણ કરેલા હોય તેવા જનગણના ગામડાઓના દૂરવર્તી ગામડાઓ,જેઓને સંબંધિત પાવર વિભાગ/રાજ્ય વિદ્યુત બોર્ડ દ્વારા પ્રમાણિત,11મી યોજના(2012)ના અંત સુધીમાં વિદ્યુતીકરણ કરાયા નથી,તેઓ કાર્યક્રમ હેઠળના વિસ્તાર માટે યોગ્ય રહેશે.
પૂર્વ-નિર્દિષ્ટ મહત્તમ રકમોને આધીન મંત્રાલય વિવિધ નવીનકરણ યોગ્ય ઉર્જા ઉપકરણો/તંત્રોની કિંમતોના 90% સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે.વધુમાં,રાજ્યની અમલીકરણ કરતી કચેરીઓને બીજા ઘણી પ્રોત્સાહક સહાયો અને સેવા દરોની વાસ્તવિક રકમ પૂરી પાડવામાં આવે છે.
સ્ત્રોત : નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય, ભારત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020