অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામીણ ઉર્જા સલામતી માટેના કસોટીરૂપ પ્રકલ્પો

 

ઉદ્દેશો

પ્રકલ્પનો ઉદ્દેશ રસોઈ, વિજળી માટેની કુલ ઉર્જા આવશ્યકતાઓને સંબોધિત કરવા દ્વારા વિદ્યુતીકરણથી આગળ વધવાનો છે,અને દૂરવર્તી ગામો અને નાનકડા ગામોમાંના પરિવારોને,જેઓ સામાન્યપણે ગ્રીડ વિસ્તરણ મારફતે આવૃત થતા નથી તેઓને નવીનકરણીયો મારફતે વિજળી માટેની પહોંચ પ્રદાન કરવા માટે પ્રેરિત કરવાનો છે.

ગ્રામીણ ઉર્જા સલામતી યોજનાના ટેકો-ઈકોનોમીક પ્રાચલોને નિર્દેશિત કરવાના અવલોકન સાથે, પ્રક્રિયાત્મક અનુભવ પ્રદાન કરવા,સ્થાનિક સમુદાયોને ગતિશીલ બનાવવા અને સંસ્થાકીય વ્યવસ્થાપનોને અંતિમ ઓપ આપવા ગ્રામીણ ઉર્જા સલામતી પરના કસોટીરૂપ પ્રકલ્પોને હાથ ધરવામાં આવે છે.

વ્યાપ્તિ-ક્ષેત્ર

વિદ્યુતીકરણ ન કરેલું હોય તેવા દૂરવર્તી ગામો અને નાનકડા ગામોમાં જેઓ પરંપરાગત સાધનો મારફતે કદાચિત વિદ્યુતીકૃત થવાના નથી તેઓમાં કસોટીરૂપ પ્રકલ્પોની જવાબદારી હાથ ધરવામાં આવશે.

કસોટીરૂપ પ્રકલ્પોના અમલીકરણ માટેના માર્ગદર્શનો

DRDAs, વન વિભાગો, NGOs, ઠેકોદારો, મતાધિકારો, સહકારી મંડળીઓ,ઈત્યાદિ જેવી અમલીકરણ કરતી કચેરીઓ મારફતે બેવડી રીતે સુગમ પંચાયતો દ્વારા કસોટીરૂપ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે.

કસોટીરૂપ પ્રકલ્પોના અમલીકરણ માટેના માર્ગદર્શનો

૧. ગામો / નાનકડા ગામડાઓની ઓળખ

ઓળખવામાં આવેલા ગામ / નાનકડા ગામો
 • દૂરવર્તી હોવા જોઈએ,અને તેમાં જનજાતીય કે વન-સીમાંત ગામ / નાનકડા ગામોનો સમાવેશ હોવો જોઈએ.
 • તેઓમાં ખેતીને આગળ વધારવા માટે પડતર,સામાન્ય કે બિનસંવર્ધિત ચારાકીય ન હોય તેવી જમીનોની પર્યાપ્ત ઉપલબ્ધતા હોવી જોઈએ.
 • સંયોજક અને વિકાસાત્મક સામાજીક બંધારણ હોવું જોઈએ.
 • અલ્પત્તમ 25 અને મહત્તમ 200 પરિવારો હોવા જોઈએ.
 • વન,જનજાતીય અને ગ્રામીણ વિકાસ વિભાગો/કચેરીઓ સાથેના પરામર્શનમાં એકરૂપ હોવા જોઈએ.
૨. પ્રારંભિક પ્રસ્તાવની તૈયારી

ગામ / નાનકડા ગામની પસંદગી પછી,સંબંધિત રાજ્ય મધ્યવર્તી કચેરી દ્વારા બેવડો સ્વીકૃત,અને ‘સૈદ્ધાંતિક રૂપ’થી માન્યતાની વિચારણા માટે મંત્રાલયને અગ્રસર કરેલો પ્રારંભિક પ્રસ્તાવ તૈયાર કરવાનો રહેશે.

બાયોમાસ મારફતે ગામડાઓમાં ઉર્જા સલામતી રચવા પરના કસોટીરૂપ પ્રકલ્પો માટેના પ્રારંભિક પ્રસ્તાવોની તૈયારી માટેનું બાહ્ય સ્વરૂપ

1. અમલીકરણ કચેરીનું નામ અને સંપૂર્ણ સરનામું             :
(વન વિભાગ / DRDA / NGO)                                     :
2. રાજ્ય મધ્યવર્તી વિભાગ./કચેરીનું નામ અને સંપૂર્ણ સરનામું            :
3. ગ્રામ પંચાયત,બ્લોક અને જીલ્લાનું નામ                           :
4. ગ્રામ પંચાયત હેઠળના ગામોની સંખ્યા                                :
5. પ્રકલ્પ માટે પસંદ કરાયેલા ગામ / નાનકડા ગામનું નામ               :
6. ગામ જનગણના કોડ                                                            :
7. નજીકના મુખ્ય રોડથી અંતર                                       :
8. ગ્રીડથી અંતર                                                        :
9. ગામ /નાનકડા ગામની કુલ જનસંખ્યા                              :
10. પુરૂષ /સ્ત્રી ગુણોત્તર                                                           :
11. સાક્ષરતાનો દર                                                                 :
12. પરિવારોની સંખ્યા                                                            :
13. ગામમાંના નાનકડા ગામો / દલિત વસ્તીઓની સંખ્યા                       :
14. સામાજીક બંધારણનો પ્રકાર                                                    :
15. સમુદાય ઈમારતો – શાળા, PHC, પંચાયત ઘર,ઈત્યાદિ. :
16. રોકડ પેદાશ સૂચવતો,મુખ્ય વ્યવસાય                              :
17. બાયોમાસ સ્ત્રોતની ઉપલબ્ધતા – બાયોમાસનો પ્રકાર,              :
સ્થાનિક બળતણ / તેલના બિયાં ધરાવતી જાતિઓ,જો કોઈ હોય તો
18. ઉર્જા ખેતી માટે પડતર જમીન/ અપવ્યય જમીન / બિનસંવર્ધિત જમીન       :
ઈત્યાદિની ઉપલબ્ધતા
19. પાણીની ઉપલબ્ધતા                                                           :                                  
20. ઉર્જાની માંગનું સૂચક અનુમાન                              :
(a) પરિવારો – રસોઈ,પ્રકાશ,બીજા
(b) રસ્તા પરની લાઈટો સમાવિષ્ટ સામુદાયિક સેવાઓ
(c) સફાઈ-વ્યવસ્થા/ખેતીવિષયક કાર્યો
(d) વ્યાપારીક
(e) ઔદ્યોગિક

21. ઉર્જા /ઈંધણના વપરાશનો વિદ્યમાન પ્રકાર અને              :
પ્રતિ પરિવાર સરેરાશ માસિક ખર્ચ
22. ગામમાંના વર્તમાન નવીનકરણ યોગ્ય ઉર્જા ઉપકરણો,જો કોઈ હોય તો    :
23. વિનિ. કરવા માટે પ્રસ્તાવિત બાયોમાસ ટેકનોલોજી પેકેજ    :
24. ઉર્જા તંત્રોની સૂચક ક્ષમતા                          :
25. આવક સંચાલન સમાવિષ્ટ આયોજન,અમલીકરણ અને          :
સંચાલનમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા
26. અગાઉથી ગામ/નાના ગામ સાથે સંલગ્ન કોઈપણ સ્થાનિક NGO         :
ની વિગતવાર માહિતીઓ

27. બીજી કોઈપણ માહિતી

૩. ગ્રામીણ ઉર્જા યોજનાની તૈયારી

મંત્રાલય પાસેથી `સૈદ્ધાંતિક રૂપે’ માન્યતા પ્રાપ્ત કર્યા પછી, ગ્રામીણ સમુદાયની સક્રિય અને સંપૂર્ણ સહભાગિતા સાથે ગ્રામીણ ઉર્જા યોજનાને તૈયાર કરવામાં આવશે.

i.   કુલ ઉર્જા ખપતનું મૂલ્યાંકન
ઉર્જા ખપતમાં નિમ્નલિખિત માટેની આવશ્યકતાઓનો સમાવેશ થાય છે:-

 • પારિવારીક રસોઈ,પ્રકાશ અને મનોરંજન
 • સામુદાયિક,વ્યાપારીક સુવિધાઓ જેવી કે દુકાનો,રસ્તા પરની લાઈટો,આરોગ્ય કેન્દ્રો,શાળા,આટા ચક્કી,માહિતી અને સંપર્ક તંત્ર
 • સફાઈ વ્યવસ્થા,પીવા માટે પાણીને પમ્પ દ્વારા બહાર નિકાળવું
 • ગ્રામીણ /ઝૂંપડા ઉદ્યોગ

અલ્પત્તમ ઉર્જા સેવાઓ પ્રદાન કરવા માટેના કોઈપણ પ્રકલ્પમાં રસોઈ,પ્રકાશ,રસ્તા પરની લાઈટો,પીવાના પાણીના પુરવઠા માટે પમ્પીંગ(પમ્પ દ્વારા પાણી નિકાળવું),શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાઈટો/પંખાઓનો સમાવેશ હોવો જોઈએ.

ii.  સ્થાનિકપણે બાયોમાસ સ્ત્રોતોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન
આમાં છાણ,ખેતી બગાડો,વનસંવર્ધન અવશેષો,ઈત્યાદિનો સમાવેશ થઈ શકે છે.

iii. ઉર્જાની માંગને પહોંચી વળવા માટેની યોજનાઓ

 • ગ્રામીણ ઉર્જા યોજનામાં સંશોધિત કરવામાં આવેલો પ્રથમ વિકલ્પ બાયોમાસ સ્ત્રોતોના વપરાશનો હોવો જોઈએ.
 • યોગ્ય ઝડપી વૃદ્ધિ પામતા / તેલ-બિંયા ધરાવતા વૃક્ષની જાતો ઓળખેલી હોવી જોઈએ.
 • લાકડું,વનસ્પતિ તેલ અને બીજા કાચા માલોને પ્રાપ્ત કરવા માટેની ખેતીની વૃદ્ધિ કરવા માટેની યોજના તૈયાર કરવામાં આવી છે.
 • ખેતી એ તબક્કા સુધી ન પહોંચે જ્યાં વિકાસ અને બીજા કાચા પદાર્થોનો વાર્ષિક વધારો ઉપલબ્ધ થાય ત્યાં સુધી રસોઈ ઈંધણ તરીકે વપરાતા અને બીજા સ્થાનિકપણે ઉપલબ્ધ બાયોમાસ વળતરોનો ઉપયોગ ઉર્જા ઉત્પાદન માટે થવો જોઈએ.
 • જો બાયોમાસ સ્ત્રોતો ઉપલબ્ધ ન હોય અથવા ખેતીને વૃદ્ધિ ન થઈ શકે તેમ હોય માત્ર ત્યારેજ નાના પાયાના હાયડલ કે સોલાર જેવા બીજા નવીનકરણ યોગ્ય સ્ત્રોતોના વપરાશની તપાસ કરવામાં આવવી જોઈએ.
 • કુલ ઉર્જા આવશ્યકતાઓ અને સ્થાનિક સ્ત્રોતની ઉપલબ્ધતાને આધારે,ઉર્જા ઉત્પાદન તંત્રને ગોઠવવામાં આવશે.બાયોમાસ આધારિત ઉર્જા ઉત્પાદન તંત્ર માટે,ઉપલબ્ધ બાયોમાસ પરિવર્તન ટેકનોલોજીઓથી યોગ્ય ટેકનોલોજી મિશ્રણ પસંદ કરવું જોઈએ,જેવી કે:-
 • વૃક્ષ આધારિત સેન્દ્રીય મૂળાધારો,વનસ્પતિ અપવ્યયો/અવશેષો,વનસ્પતિ અપવ્યયો/રસોડાના અપવ્યયો ઈત્યાદિનો ઉપયોગ કરીને એકલ / દ્વિ-તબક્કાકીય બાયોગેસ ઉત્પાદન.
 • ડિઝલના સ્થાને બાયો-ફ્યુલ પર ચાલતા 100% ગેસ એન્જીનો કે બેવડા ઈંધણ એન્જીનોથી યુક્ત બાયોમાસ ગેસીફાયર.
 • સીધા વનસ્પતિ તેલો કે બાયો-ડિઝલ પર ચાલતા સ્થાવર ડિઝલ એન્જીનો.
 • સ્થાનિક નાના કદના ગ્રીડ મારફતે મોટાભાગે વિજળીનું વિતરણ થવું જોઈએ. ખરીદીની ક્ષમતા વધારવા અને ગામડાઓથી થતા સ્થળાંતરોને ઓછા કરવા, નોકરી નિર્માણ,આવક ઉત્પાદનને સરળ બનાવવાના અવલોકન સાથે,સૂક્ષ્મ ધિરાણ સુવિધાઓ દ્વારા પ્રોત્સાહિત,લઘુ ઉદ્યોગ વિકાસના ઘસારા સાથે ઉત્પાદકીય પ્રવૃતિઓ માટે પૂરી પાડવામાં આવતી ઉર્જાને પ્રાધાન્ય આપવું જોઈએ.

૪. ગ્રામીણ ઉર્જા કમિટીની રચના

પ્રારંભથી જ ગ્રામીણ કમિટીની પૂર્ણ સહભાગિતા સલામત હોવી જોઈએ. ગ્રામીણ ઉર્જા કમિટીનું બંધારણ ગ્રામ સભા મારફતે હોવું જોઈએ અને આ સંબંધમાં રાજ્ય પંચાયતી કાયદો અને નિયમોની સંબંધિત જોગવાઈઓ મુજબ ગ્રામ પંચાયતની ઉપ-કમિટી કે કાયમી કમિટી તરીકેની ગ્રામ પંચાયત દ્વારા બેવડી રીતે અધિસૂચિત હોવું જોઈએ.ધ્યાન રાખવું જરૂરી છે કે તે ગામથી ચૂંટાયેલા પંચાયત સભ્ય/યો એ VEC ના હોદ્દાની રૂએ સભ્યો છે.

૫.ગ્રામીણ ઉર્જા ભંડોળની રચના

 • પ્રકલ્પના અવિરત કાર્ય અને સંચાલન માટેના હિતાધિકારી યોગદાનો સાથે પ્રારંભમાં,ગ્રામીણ ઉર્જા ભંડોળને રાજ્ય પંચાયતી રાજ કાયદાની જોગવાઈઓ હેઠળ રચવું જોઈએ.
 • અનુગામી માસિક /વાર્ષિક વપરાશકર્તા દરોને આ અકાઉંટમાં જમા કરવામાં આવશે.
 • બીજા સરકારી કાર્યક્રમો પાસેથી મંજૂરીઓ જેવા કે ગ્રામીણ વિકાસ,વન સંવર્ધન,જનજાતીય વિકાસ,ઈત્યાદિ જો ઉપલબ્ધ હોય તો,તેને આ અકાઉંટમાં સ્થાપિત કરવી જોઈએ,તેનો વપરાશ પ્રકલ્પના કાર્ય અને સંચાલન તરફ થવો જોઈએ.
 • કમિટી દ્વારા નીમાયેલા બે હસ્તાક્ષરીઓ સાથે ગ્રામીણ ઉર્જા કમિટી દ્વારા ભંડોળોનું સંચાલન થવું જોઈએ.હસ્તાક્ષરીઓમાંનો એક ગ્રામ પંચાયતનો સભ્ય રહેશે જે કમિટી પર હોદ્દાની રૂએ સભ્ય છે.
 • ઉર્જા ઉત્પાદન એકમોની સ્થાપના અને પુરવઠા માટેની રસીદો માટે,એક અલગ મૂડી અકાઉંટ રચવું જોઈએ.આ મૂડી અકાઉંટને પણ ગ્રામીણ ઉર્જા ભંડોળનું સંચાલન કરતી અકાઉંટોની સંયુક્ત હસ્તાક્ષર અને દેખરેખની સમાન પ્રક્રિયાને અનુરૂપ VEC દ્વારા ચલાવવું જોઈએ.
 • VEF અને VECનું મૂડી અકાઉંટ બન્ને,કાયદાની જોગવાઈઓ હેઠળ ગ્રામ પંચાયતના અકાઉંટો છે,જે ગ્રામ પંચાયતને લાગુ પડતી હિસાબ તપાસણી અને અકાઉંટોની દેખરેખની પ્રક્રિયાઓને આધીન રહેશે.
 • પંચાયતી રાજ કાયદો અને નિયમો હેઠળ મુકરર માસિક બેઠક પર VEC દ્વારા ભંડોળોના ખર્ચને ગ્રામ પંચાયત સામે પ્રગટ કરવો જોઈએ.
 • VEC,ગ્રામ પંચાયતની સ્થાવર કમિટીની ઉપ-કમિટી હોવાના કારણે તે પણ માહિતીનો અધિકાર સાથેના કાયદાને અનુરૂપ માહિતી પ્રગટ કરવા માટેના બંધન હેઠળ રહેશે.
 • VEC પણ ઉપયોજન પ્રમાણપત્રની સોંપણી ગ્રામ પંચાયતને કરવા માટે અધિકૃત રહેશે,જે ફરી તે ઉપયોજન પ્રમાણપત્રને જીલ્લા સ્તર પરની સંબંધિત કચેરીને સોંપશે.
 • અમલીકરણ કચેરીઓ અથવા પરામર્શનો જેવા કે NGOs મારફતે નિર્માણ થતી ક્ષમતા અને પ્રાવૈધિક સુવિધા ગ્રામ પંચાયત મારફતે VEC સ્તર પર કેન્દ્રીત થશે.

૬. પ્રસ્તાવોની સોંપણી

અમલીકરણ કચેરી રાજ્ય મધ્યવર્તી કચેરી મારફતે મંત્રાલયને કસોટીરૂપ પ્રકલ્પો માટેના પ્રસ્તાવો અગ્રસર કરશે.પ્રસ્તાવોમાં નિમ્નલિખિત માહિતીનો સમાવશે હોવો જોઈએ:-

 • ગામનો જનગણના કોડ ક્રમાંક
 • ગ્રામીણ ઉર્જા યોજના
 • ગ્રામીણ ઉર્જા કમિટીની સ્થાપના અને ગ્રામીણ ઉર્જા ભંડોળની રચનાની સુનિશ્ચિતતા
 • પ્રશિક્ષણ માટેની યોજના
 • અમલીકરણના બાહ્ય-રૂપો
 • O&M ગોઠવણીઓ
 • કાર્ય અને સંચાલન માટે ભંડોળો અને શેષ 10% મૂડીગત મૂલ્ય વિશેની પ્રતિબદ્ધતા

પ્રકલ્પ અમલીકરણ

 • તેમના પર છોડાયેલી એકંદર કાર્ય/સંચાલન માટેની જવાબદારીઓ સાથે ગ્રામીણ સમુદાય દ્વારા પ્રકલ્પોની માલિકી હોવી જોઈએ.
 • જોકે,જો આવશ્યક હોય તો અમલીકરણ કચેરી આ પ્રવૃતિમાં બે વર્ષ માટે તેમની મદદ કરી શકે છે.આ સમયગાળા દરમ્યાન,અમલીકરણ કચેરી યુનિટના કાર્ય અને સંચાલનમાં સ્થાનિક યુવાઓને પ્રશિક્ષણ આપશે.આ સમયગાળા પછી,કાર્ય/સંચાલનની જવાબદારી ગ્રામીણ ઉર્જા કમિટી દ્વારા હાથ ધરાવવી જોઈએ.ગ્રામીણ ઉર્જા કમિટી અધિમાન્ય વિકલ્પ તરીકે ઠેકેદારોને આ સેવાઓ ભાડે/ઉધાર પર આપી શકે છે.
 • કલેક્ટરોને અધ્યક્ષ,પ્રકલ્પ ડાયરેક્ટર તરીકે,સભ્ય-સેક્રેટરી તરીકે DRDA અને જીલ્લા-સ્તરીય પ્રક્રિયાત્મક પ્રમુખો અને પ્રતિષ્ઠિત નાગરિકોની બનેલી નવીનકરણ યોગ્ય ઉર્જા પરની જીલ્લા સહાય કમિટીનો કસોટીરૂપ પ્રકલ્પોના અમલમાં સમાવેશ કરવો જોઈએ.
 • સંબંધિત રાજ્ય મધ્યવર્તી કચેરીઓએ પ્રકલ્પોના અમલ પર નજીકથી દેખરેખ રાખવી જોઈએ અને પ્રવર્તન સુધી મંત્રાલયને માસિક ઉન્નતિ અહેવાલ પ્રદાન કરવો જોઈએ.ત્યારબાદ,તેઓએ પ્રદર્શન અને બીજા પ્રતિસાદો પરના ત્રૈ-માસિક અહેવાલોને મંત્રાલયને અગ્રસર કરવા જોઈએ.
 • સ્વતંત્ર કચેરીઓ મારફતે મંત્રાલયે પણ પ્રત્યક્ષપણે પ્રકલ્પોનું મૂલ્યાંકન અને ઘનિષ્ઠ દેખરેખ કરવી જોઈએ.

કસોટીરૂપ પ્રકલ્પો માટેની કેન્દ્રીય નાણાકીય સહાય માટેના માર્ગદર્શનો

 • કુલ ઘરગથ્થુ અને સમુદાય ઉર્જા આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવા માટે પ્રતિ હિતાધિકારી પરિવાર Rs.20,000/-ના માનદંડને આધીન,કેન્દ્રીય મંજૂરી મારફતે કસોટીરૂપ પ્રકલ્પોની મૂડીગત કિંમતના 90% ભેગા કરવામાં આવશે.
 • મૂડીગત કિંમતના હિસ્સારૂપેના શેષ 10% સમુદાય / અમલીકરણ કચેરી / રાજ્ય મધ્યવર્તી કચેરી દ્વારા એકત્ર કરવાના રહેશે.
 • ગ્રામીણ ઉર્જા કમિટીના નિર્દિષ્ટ મૂડી અકાઉંડમાં મૂડીગત કિંમતના હિસ્સારૂપેની કેન્દ્રીય નાણાકીય સહાય (CFA) ને નિમ્નલિખિત સ્વરૂપ પ્રમાણે મુક્ત કરવામાં આવશે :-
  • મંજૂરી આદેશની સાથે પ્રારંભિક મુક્તિ - 50%
  • સ્થળ પર ઉપસ્કરની રસીદ પર દ્વિતીય સંસ્થાપન - 25%
  • ધોરણો મુજબના એક મહિનાના કાર્ય અને કરાર આધારિત બંધનો મુજબના સફલ પ્રવર્તન પછી અંતિમ સંસ્થાપન - 25%
 • નિમ્નલિખિત સંલગ્ન કિંમતો માટે CFA પણ પ્રદાન કરવામાં આવશે:-
 • પૂરી પાડવામાં આવેલી ઉર્જા સેવાઓ માટેના વપરાશકર્તા દરો મારફતે કાર્ય,દેખરેખ અને સંચાલનની કિંમતો ભેગી કરવાની રહેશે.જોકે,જો તે પ્રકલ્પની નિરંતરતા માટે અતિ મહત્વનું હોય તો,મૂડીના મહત્તમ 10% પ્રતિ પ્રકલ્પને આધીન,કાર્ય,દેખરેખ અને સંચાલનની કિંમતો માટેની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.વપરાશકર્તા દરોને પુન:પ્રાપ્ત કરવા માટે ગંભીર પ્રયાસોનો પુરાવો પ્રદાન કરવાનો રહેશે.
 • પ્રતિ ગામ Rs.4.0 લાખના મહત્તમને આધીન,વિભાવના અને પ્રવર્તન પછીથી વિવિધ સેવાઓ માટે અમલીકરણ કચેરીને મૂડીની કિંમતના @ 20% વ્યાવસાયિક દરો પ્રદાન કરવામાં આવશે.
 • પ્રતિ ગામ Rs. 2 લાખના મહત્તમને આધીન,પ્રદર્શન પરના પ્રતિસાદ અને ઉન્નતિની દેખરેખ અને અહેવાલ માટે રાજ્ય મધ્યવર્તી કચેરીને મૂડીની કિંમતના @10% સેવા દરો પ્રદાન કરવામાં આવશે.
 • જાગરૂકતા નિર્માણ,પ્રશિક્ષણ,સેમિનારો,કાર્ય-સ્થળો,ઈત્યાદિ માટેનું ભંડોળ પ્રકરણના આધારે લાયકાત પર પ્રદાન કરવામાં આવશે.
 • પ્રકલ્પની પૂર્ણતા પછી,અમલીકરણ કચેરી માટેના વ્યાવસાયિક દરો પ્રત્યક્ષપણે અમલીકરણ કચેરીને,અને સેવા દરો રાજ્ય મધ્યવર્તી કચેરીને છોડવામાં આવશે. કાર્ય,દેખરેખ અને સંચાલનની કિંમતો માટેના CFAને આવશ્યકતાઓ મુજબ મુક્ત કરવામાં આવશે.
 • મંજૂરી આદેશ મુજબ,સફળતાપૂર્વક અમલ કરાયેલા અને ક્રિયાવંત થયેલા પ્રકલ્પનું પ્રમાણપત્ર, અંતિમ સંસ્થાપનની મુક્તિ પહેલા,રાજ્ય મધ્યવર્તી કચેરી દ્વારા પ્રદાન થવું જોઈએ,ગ્રામીણ ઉર્જા કમિટીથી તેને મેળવ્યા પછી.
 • કોઈપણ પ્રકરણ હોય,ગ્રામ પંચાયત અથવા સંયુક્ત વન સંચાલન કમિટી એ ગ્રામીણ ઉર્જા કમિટીના તમામ અકાઉંટોની બેવડી તપાસ કરવી જોઈએ અને તેને મંત્રાલયને અગ્રસર કરવા માટે મુકરર સ્વરૂપે ઉપયોજન પ્રમાણપત્રની સાથે રાજ્ય મધ્યવર્તી કચેરીને મોકલવા જોઈએ.
સ્ત્રોત : નવી અને નવીનકરણ યોગ્ય ઉર્જા મંત્રાલય, ભારત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate