অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શીખવવું અને શીખવું

શીખવવું અને શીખવું
શીખવવા અને શીખવામાં ઘણા બધા ચલો કામ કરે છે. જેમ જેમ શીખનાર એમના ધ્યેય તરફ કામ કરે છે અને નવું જ્ઞાન, વર્તન અને કૌશલ એમના શીખવાના અનુભવમાં ઉમેરતા જાય છે એમ એમ તેઓ ચલો એમના સંપર્કમાં આવતા જાય છે.

છેલ્લા દાયકામાં, શીખવા માટેના કેટલાક પરિપેક્ષ્ય ઉભરી આવ્યા છે જેમાં - જ્ઞાનાત્મક (માનસિક પ્રક્રિયા દ્વારા શીખવું), અને નિર્માણવાદી (શીખવાની પ્રક્રિયામાંથી પરિણમતું બંધારક તત્વ તરીકેનું જ્ઞાન). આ સિંધ્ધાંતોને અલગ રીતે વિચારવા કરતાં શીખવાની પ્રક્રિયામાં આ શ્રેણીની બધી શક્યતાઓને સંકલિત કરી શકાય તો એ સૌથી સારું રહેશે. સંકલનની પ્રક્રિયા દરમ્યાન અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે - જ્ઞાનાત્મકતાની રીત, શીખવાની રીત, આપની બુદ્ધિના બહુવિધ પ્રકારો અને જે લોકોને ખાસ જરૂર છે અને જેઓ જુદા સંસ્કૃતિક પરિસ્થિતિમાંથી આવે છે એવા લોકો માટે શિક્ષણ.

નિર્માણવાદી સિધ્ધાંત

નિર્માણવાદ એ શીખવાની એવી વ્યૂહરચના છે જે વિદ્યાર્થીની વર્તમાન જ્ઞાન, ધારણાઓ અને કૌશલ ને લે છે. નિર્માણવાદી અભિગમ સાથે વિદ્યાર્થી પહેલાના શિક્ષણ અને નવી જાણકારી સાથે નવી સમજણને જોડે છે. નિર્માણવાદી શિક્ષક પ્રષ્નો નક્કી કરે છે અને વિદ્યાર્થીના સંશોધનની દેખરેખ રાખે છે. વિદ્યાર્થીની પૂછપરછને માર્ગદર્શન આપે છે, અને વિચારવાની નવી ઢબને પ્રોત્સાહિત કરે છે. મોટા ભાગે કાચી માહિતીનો ઉપયોગ કરીને પોતાના સંશોધનને પોતે જ આગળ લઈ જવાનું કહે છે. છેવટે, વિદ્યાર્થી શિક્ષણને સંચિત અને વિકસતા જ્ઞાન તરીકે વિચારવા માંડે છે. નિર્માણવાદી અભિગમ પુખ્તો થી માંડીને બધી ઉમરના લોકો સાથે કામ લાગે છે.-(જે. બૃનર)

વિહંગાવલોકન

બૃનરના સૈધ્ધાંતિક માળખામાં મૂખ્ય વાત એ છે કે શિક્ષણ એ એક સક્રિય પ્રક્રિયા છે જેમાં શીખનાર નવા વિચારોનું નિર્માણ કરે છે અથવા એમના હાલના / ભૂતકાળના જ્ઞાનના આધારે નવા ખ્યાલનું નિર્માણ કરે છે. શીખનાર માહિતી પસંદ કરી એનું રુપાણતરણ કરે છે, પૂર્વધારણાઓ બનાવે અને નિર્ણયો લે અને આવું કરવા માટે જ્ઞાનાત્મક માળખા પર આધાર રાખે. જ્ઞાનાત્મક માળખું (એટલે, પદ્ધતિ માનસિક મોડલ્સ) અનુભવને અર્થ અને સંગઠન આપે છે અને વ્યક્તિને મળેલ માહિતીથી આગળ ઉપર જવાની છુટ આપે છે.

જ્યાં સુધી સુચના લાગે વળગે છે, પ્રશિકકે વિદ્યાર્થીઓને સિધ્ધાંતો પોતાની જાતેજ શોધવા માટે ઉત્સાહિત કરવા જોઈએ. પ્રશિક્ષક અને વિદ્યાર્થીએ સક્રિય વાતચીત કરતા રહેવું જોઈએ. (એટલે કે સોક્રેટીસ જેવું શિક્ષણ). પ્રશિક્ષકનું કામ એ છે કે એને વિધાર્થીએ શીખવાની માહિતીને વિદ્યાર્થીની હાલની સમજણશક્તિને અનુરૂપ ઢાંચામાં રૂપાંતરિત કરવું જોઈએ. અભ્યાસક્ર્મ એવી રીતે તૈયાર કરવો જોઈએ કે વિદ્યાર્થીને પહેલા જે શીખી ગયા છે એના પર જ સતત બનાવે.

બૃનર (૧૯૬૬) કે પ્રશિક્ષણનો સિદ્ધાંતે મુખ્ય ચાર પાસાને સંબોધવા જરૂરી છે:
(1) શીખવા તરફ પૂર્વ વલણ
(2) જ્ઞાન એવી રીતે તૈયાર કરવું કે શીખનાર એને તરત જ સમજી શકે
(3) કઈ સૌથી અસરકારક હરોળમાં સામગ્રી રજુ કરવી અને
(4) વળતર અને સજાનું રૂપ અને અંતર

જ્ઞાનના માળખા બનાવવાની સારી પધ્ધતિઓ સરળતા, નવા પ્રસ્તાવ બનાવવામાં અને માહિતીનો કુશળ વહીવટ કરવામાં પરીણમવી જોઈએ.

એમના તાજેતરના કામમાં બૃનરે (૧૯૮૬, ૧૯૯૦, ૧૯૯૬) એમના સૈધાંતિક માળખાને શિક્ષણના સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓ તેમજ કાયદાના વ્યવહાર સમાવવા વિસ્તૃત કર્યું છે.

કાર્યક્ષેત્ર/એપ્લીકેશન

બૃનરનો નિર્માણવાદી સિધ્ધાંત એ જ્ઞાનના અભ્યાસ પર આધારિત શીખવા માટેનું સામાન્ય માળખું છે. સિધ્ધાંત મોટા ભાગે બાળ વિકાસના સંશોધન સાથે જોડાયેલ છે (ખાસ કરીને પાઈગેટ). બૃનર (૧૯૬૦)માં રેખાંકિત કરેલ વિચારો વિજ્ઞાન અને ગણિતની એક કાર્યશાળાથી શરુ કરવામાં આવેલ. બૃનરે નાના બાળકો માટેના ગણિત અને સમાજ શાસ્ત્રના કાર્યક્ર્મોના સંધર્ભમાં આ સિધ્ધાંત સૂચવ્યા હતા. બૃનર, ગુડગાવ અને ઓસ્ટીન (૧૯૫૧) માં તર્ક પ્રક્રિયાઓ માટેના માળખાનો મૂળ વિકાસ વર્ણવામાં આવ્યો છે. બૃનર (૧૯૮૩) નાના બાળકોમાં ભાષા શીખવા પર કેન્દ્રિત થયેલ છે.

એ નોંધનીય છે કે તત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં નિર્માણવાદ એ ભૂ વિસ્તીર્ણ કલ્પનાત્મક માળખું છે અને બૃનરનો સિધ્ધાંત એક ચોક્કસ દ્રીષ્ટિકોણ રજુ કરે છે.

ઉદાહરણ: આ ઉદાહરણ બૃનર (૧૯૭૩) માંથી લેવામાં આવ્યું છે:

"જ્યારે, નિર્માણ દ્વારા, બાળક એ શોધી નાખે છે કે પૂરી થયેલી લાઈનમાં અમુક મુઠ્ઠીભર બીજ ગોઠવી શકતા નથી ત્યારે નિરવયવ સંખ્યાનો વિચાર એકદમ જલ્દીથી શીખી લેવાય છે. આવી રકમો કાં તો એક ફાઈલમાં ગોઠવવી જોઈએ અથવા એક અધુરી આડી-ઉભી હરોળવાળી ડીઝાઇન કે જેમાં હમેશા એક વધારે અથવા એક ઓછી સંખ્યા હોવી જોઈએ. બાળક આ પેટર્ન શીખે છે એને મહત્વની કહેવાય છે. બાળક માટે આ પગથીયેથી ઓળખના પગથીયા સુધી જવું સરળ બની જાય છે. કહેવાતું બહુવિધ કોષ્ટક એ રકમની બહુવિધ આડી અને ઉભી હરોળની શીટ છે. અહી, અવયવીકરણ, ગુણાકાર અને નિરવયવ સંખ્યા નિર્માણમાં કલ્પના કરી શકાય છે".

સિધ્ધાંતો

1. સુચના અનુભવ અને સંદર્ભ સાથે સંકળાયેલી હોવી જોઈએ કે જે વિધાર્થીને શીખવા માટે ઉત્સાહિત કરે અને સક્ષમ બનાવે (તૈયાર)

2. સુચના હમેશા સંગઠિત થયેલી હોવી જોઈએ જેથી વિદ્યાર્થી સરળતાથી ગ્રહણ કરી શકે (સ્પાઈરલ ઓર્ગેનાઈઝેશન)

3. સુચના એવી રીતે ડીઝાઇન કરેલી હોવી જોઈએ જેથી જાણીતી હકીકત પરથી અજાણ હકીકત પર જવાની ક્રિયા સરળ બને અને અથવા ખાલી જગ્યા ભરવામાં સરળતા રહે (મળેલ માહિતીની આગળ- ઉપર જવું)

અનુભવને આધારે શીખવું

અનુભવને આધારે શીખવાનો સિધ્ધાંત (ઈએલટી) એ શીખવાની પ્રક્રિયાનું સાક્લ્યવાદી અને બહુરેખીય ઉત્ક્રાંતિનું મોડેલ આપે છે. આ બંને લોકો કેવી રીતે શીખે છે, વૃદ્ધિ કરે છે અને વિકાસ પામે છે એ વિષે આપણે જે જાણીએ છીએ એની સાથે સુસંગત છે. શીખવાની પ્રક્રિયામાં અનુભવની મુખ્ય ભૂમિકાને ભાર આપવા માટેના આ સિધ્ધાંતને "અનુભવને આધારે શીખવાનો સિધ્ધાંત" ખે છે. અનુભવ ઉપર જે ભાર મુકવામાં આવે છે એ ઈએલટીને બીજા સિધ્ધાંતોથી અલગ પાડે છે. આથી "અનુભવ" શબ્દ જ્ઞાનાત્મક શીખવાના સિધ્ધાંતો કે જે અસર કરતા જ્ઞાનાત્મકતા પર વધારે ભાર મુકે છે અને વર્તન જુદા પાડવા માટે વાપરવામાં આવ્યો છે.

અનુભવ આધારિત શીખવાનો સિધ્ધાંત શિક્ષણને આ રીતે વ્યખ્યાકિત કરે છે: "અનુભવના રૂપાંતરથી બનતા જ્ઞાનની પ્રક્રિયાને શિક્ષણ કહે છે. ગ્રહણ અને અનુભવના સંયોજનથી જ્ઞાન પરીણમે છે".

વિહંગાવલોકન

રોજર્સે શીખવાના બે પ્રકાર પાડ્યા છે: જ્ઞાનાત્મક (અર્થ વગરનું) અને અનુભવ આધારિત (મહત્વનું). પહેલું શૈક્ષણિક જ્ઞાનને અનુલક્ષે છે જેમકે, શબ્દકોષ શીખવો અથવા ગુણાકારના કોષ્ટક શીખવા જ્યારે પછીનો પ્રકાર કાર્યોપયોગી જ્ઞાનનો ઉલ્લેખ કરે છે જેમકે, ગાડી સમી કરવા માટે એન્જીન વિષે શીખવું, બંને વચ્ચેના તફાવતની ચાવી એ છે કે અનુભવ આધારિત શિક્ષણ શીખનારની જરૂરિયાત અને ઈચ્છાને સંબોધે છે. રોજર્સે અનુભવ આધારિત શિક્ષણના આ ગુનો બતાવે છે: વ્યક્તિગત સમાવેશ, સ્વ-પ્રારંભ, શીખનાર દ્વારા મૂલ્યાંકન અને શીખનાર પર વ્યાપક અસર.
રોજર્સ માટે અનુભવ આધારિત શિક્ષણ વ્યક્તિગત બદલાવ અને વૃદ્ધિ સમાન છે. રોજર્સ માને છે કે દરેક માણસમાં શીખવા માટેનો કુદરતી ઝોક હોય છે, શિક્ષકની ભૂમિકા આનું શિક્ષણ સરળ બનાવવાની છે. આમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
(1) શીખવા માટેનું હકારાત્મક વાતાવરણ ઉભું કરવું
(2) શીખનારાઓનો હેતુ સ્પષ્ટ કરવો
(3) શીખવાના સ્ત્રોતો ઉભા કરવા અને આયોજિત કરવા
(4) શિક્ષણના બૌધિક અને ભાવનાસભર ઘટકોને સંતુલિત કરવા
(5) શીખનારાઓ સાથે લાગણી અને વિચારોની આપ-લે કરવી પણ વર્ચસ્વ જમાવવું નહી

રોજર્સના મત મુજબ શિક્ષણ ત્યારે સરળ બને છે જ્યારે

 

(1) વિદ્યાર્થી સમ્પૂર્ણપણે શીખવાની પ્રક્રિયામાં ભાગ લે અને એના સ્વરૂપ અને દિશા પર એનું નિયંત્રણ હોય
(2) તે મુખ્યત્વે વ્યવહાર, સામાજિક, વ્યક્તિગત અથવા સંશોધન સમસ્યાઓ સાથે સીધા સામના પર આધારિત છે અને
(3) પ્રગતી અથવા સફળતા માપવા માટેની મુખ્ય રીત સ્વ-મૂલ્યાંકન છે. રોજર્સ શીખવાના મહત્વ અને બદલાવ માટેની નિખાલસતા પર પણ ભાર મુકે છે.

અમલીકરણ

અનુભવ આધારિત શિક્ષણ એ ખુબ અસરકારક શૈક્ષણિક પધ્ધતિ બની શકે છે. એ વ્યક્તિની જરૂરિયાતો અને ઈચ્છાઓને સંબોધીને શીખનારને વ્યક્તિગત સ્તરે જોડે છે. અનુભવ આધારિત શિક્ષણ માટે સ્વ-શરૂઆત અને સ્વ-મુલ્યાંકન જેવા ગુણોની જરૂર પડે છે. અનુભવ આધારિત શિક્ષણ ચાવી રીતે અસરકારક નીવડવા માટે એને ધ્યેય નક્કી કરવાથી માંડીને પ્રયોગ કરવાથી નિરીક્ષણ, મૂલ્યાંકન અને છેવટે આયોજન સુધીના આખા શિક્ષણના ચક્રને કામે લગાડવું પડે. આ આખી પ્રક્રિયા દ્વારા વ્યક્તિ નવા કૌશલ્ય, નવા વલણો અથવા વિચારવાના એકદમ નવા રસ્તાઓ પણ શીખે છે.
આપણે નાના હતા ત્યારે જે રમતો રમતાં હતાં તે યાદ છે? સરળ રમતો જેમકે, હોપ્સ્કોચ, ઘણી મુલ્યવાન શૈક્ષણિક અને સામાજિક કુશળતાઓ શીખવી શકે છે જેમકે જૂથ સંચાલન, સંદેશા વ્યવહાર અને નેતૃત્વ. અનુભવ આધારિત શિક્ષણ તરીકે રમતો કેમ પ્રખ્યાત છે એનું કારણ "આનંદ" છે - આનંદની સાથે શીખવાથી શીખનારે અભ્યાસ લાંબા સમય સુધી યાદ રહે છે.
મોટા ભાગના શિક્ષકો શીખવાની પ્રક્રિયામાં અનુભવની મહત્વપૂર્ણ ભૂમિકાને સમજે છે. ભણવા માટેનું આનંદાયક વાતાવરણ, હસાહસી અને શીખનારની ક્ષમતા માટે સંપૂર્ણ માન અનુભવ આધારિત શિક્ષણનું સંવર્ધન કરે છે. વ્યક્તિ સીધી રીતે જ પોતાને અનુભવમાં સમાવિષ્ટ કરે એ માટે પ્રોત્સાહિત કરવામાં આવે એ ખુબ જરૂરી છે જેથી એમને નવા જ્ઞાનની સારી સમજણ પડે અને તેઓ આ માહિતી લાંબા સમય માટે યાદ રેખી શકે.

સિધ્ધાંતો

1. વિદ્યાર્થીના વ્યક્તિગત અને રસને લગતા વિષયવસ્તુ હોય ત્યારે અર્થપૂર્ણ શિક્ષણ થાય છે.
2. જ્યારે બાહ્ય જોખમ ઓછા હોય ત્યારે જે શિક્ષણ પોતાને ડરાવનારું હોય (દા.ત. નવા વલણો અથવા દ્રિષ્ટિકોણ) તે વધારે આત્મસાત થાય છે.
3. જ્યારે સ્વને ઓછુ જોખમ હોય છે ત્યારે શીખવાની પ્રક્રિયા ઝડપી બને છે.
4. સ્વ-શરૂઆતથી શીખવામાં આવેલ શિક્ષણ સૌથી વધારે ટકાઉ અને વ્યાપક હોય છે.

બૌદ્ધિક શિક્ષણ

માનવ અવલોકન, સૂચના અને અન્યનાં વર્તન પરથી શીખી શકે છે. બૌદ્ધિક શિક્ષણ શ્રવણ, સ્પર્શ અવલોકન અને અનુભવનું પરિણામ હોય છે.

જ્ઞાન મેળવવાની પ્રક્રિયા માટે બૌદ્ધિક શિક્ષણ એ એક મજબૂત પધ્ધતિ છે અને તે અન્યોની નકલથી અનેક ઘણું વધારે છે. જો તમે પૂર્વગ્રંથિથી જોશો તો અમારી વેબસાઇટ પરનાં વાંચનને સમજી નહી શકો. આ શિક્ષણ બૌદ્ધિક શિક્ષણનું મહત્વ સમજાવે છે.

જ્ઞાનની પ્રાપ્તિ અને માનસિક અથવા બૌદ્ધિક ક્ષમતાઓની કુશળતાઓ જેનો ઉપયોગ આપણે આપણા દિમાગમાં રહેલ માહિતીને ઉપયોગમાં લેવા માટે તેને બૌદ્ધિક શિક્ષણ કહે છે. બૌદ્ધિક પ્રક્રિયાઓમાં ભૌતિક ચીજો અને ઘટનાઓનું માનસિક પ્રતિનિધિત્વ અને અન્ય પ્રકારની માહિતીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

આપણે બૌદ્ધિક રીતે કઈ રીતે ભણી શકીએ?

બૌદ્ધિક શિક્ષણમાં વ્યક્તિ શ્રવણ, અવલોકન, સ્પર્શ, વાંચન અથવા અનુભવ બાદ તે માહિતીને યાદ રાખી શીખે છે. બૌદ્ધિક શિક્ષણ આમ તો અપ્રત્યક્ષ શિક્ષણ લાગે છે કારણકે તેમાં શારિરીક હલન્ચલન હોતું નથી. જો કે, આ પ્રકારનું શિક્ષણ ખૂબ જ સક્રિય હોય છે અને તે બૌદ્ધિક સ્તરે નવી આવત્તી માહિતીને યાદ કરવામાં વધુ જાય છે.

બૌદ્ધિક શિક્ષણ દ્વારા આપણે સંકેતો, મૂલ્યો, માન્યતાઓ અને નિયમો જેવી જટિલ રચનાઓ ના સર્જન કરી શકાય છે. કારણકે આ પ્રકારનાં શિક્ષણમાં માનવ વર્તનનાં ઘણા પાસાં સંકળાયેલ હોવાથી એવું પ્રતિત થાય છે કે તે ફક્ત માનવમાં જ થતું હોય છે. પરંતુ, પ્રાણીઓની અનેક જાતિઓ પણ અવલોકન આધારિત શિક્ષણની ક્ષમતા ધરાવે છે. દાત. પ્રાણી સંગ્રહાલયમાં વાંદરાઓ ઘણીવાર મુલાકાતી માનવોની નકલ કરતા હોય છે.

શિક્ષણ અને અભ્યાસ નિતીઓ

6E+S સૂચના મૉડલ

6 E's અને S (Engage, Explore, Explain, Elaborate, Evaluate, Extend, and Standards) ની સૂચનાનું મૉડલ શિક્ષકો માટે શિક્ષણ વિભાગનાં નિષ્ણાતો સાથે મળીને તૈયાર કરવામાં આવી રહ્યું છે જે હકારાત્મક શિક્ષણ પર આધારિત રહેશે. આ પ્રકારનાં પાઠ હકારાત્મક શિક્ષણ મોડલ પર આધારિત રહેશે જેમાં વિદ્યાર્થીઓનાં જ્ઞાનમાં સતત ઉમેરો થતો રહે તે પ્રકારની પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવશે.

6 E's માંના દરેક શિક્ષણનું એક આગવું પાસું દર્શાવે છે.: Engage(સમાવેશ), Explore (શોધન), Explain (સમજ), Elaborate (વિસ્તાર), Evaluate (અવમૂલન) અને Extend (પ્રસાર). આ 6 E's વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સામાન્ય પ્રવૃત્તિઓનો અનુભવ કરવામાં, તેમનું સાંપ્રત જ્ઞાન યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં અને તેમાં વધારો કરવામાં, તેનું યોગ્ય અર્થઘટન કરવામાં અને કોઇ પણ સિધ્ધાંતને સતત યોગ્ય રીતે સમજવામાં મદદરૂપ રહેશે.

સમાવેશ: આ પ્રકારની પ્રવૃત્તિ ભૂતકાળ અને સાંપ્રતનાં અભ્યાસાનુભવો વચ્ચે જોડતી કડી સ્થાપિત્ કરવામાં, પ્રવૃત્તિને સમજવામાં અને વિદ્યાર્થીના વિચારોને સમજવામાં અને તેમાંથી શિક્ષણ મળે તે જોવામાં મદદરૂપ રહે છે. વિદ્યાર્થીઓ માનસિક રીતે સિધ્ધાંત, પ્રક્રિયા અને કુશળતામાં સમાવિષ્ટ થાય છે. દરેક પાઠ એક વિશિષ્ટ પ્રશ્ન ધરાવે છે જે તેમની પૂછપરછ પર આધારિત હોય છે. સામાન્ય રીતે આ વિભાગ કેટલાક ચાવીરૂપ પ્રશ્નો ધરાવે છે જે કેટલાક અન્ય સંશોધન યુક્ત પ્રશ્નોના જવાબ શોધવામાં મદદરૂપ રહે છે.

શોધન: અહીં વિદ્યાર્થી એક મુદ્દાનો સઘન અભ્યાસ કરે છે. અહીં વધુ મહત્વનું એ છે કે વિદ્યાર્થીને તેની રીતે સામગ્રીનાં વિશ્લેષણની છૂટ આપવામાં આવે છે. વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શક શિક્ષક કેટલાક પ્રશ્નો પૂછીને તેનાં જવાબો દ્વારા તેમનું કાર્ય પૂરું કરાવીને આપે છે.

સમજ: આ તબક્કામાં વિદ્યાર્થીઓ તેમણે સમજેલ સિધ્ધાંતને સમજાવે છે. તેઓ પોતાની સમજને શબ્દોમાં મૂકે છે અને તેમની નવી કુશળતાઓને દર્શાવે છે. આ તબક્કામાં શિક્ષકોને પણ ઔપચારિક શિક્ષણ- વ્યાખ્યા, પધ્ધતિ, સિધ્ધાંત અને વર્તન વિશે પૂરો પાડવાનો મોકો મળે છે.

વિસ્તાર: અહીં, વિદ્યાર્થી આપેલ અસાઇન્મેન્ટ પર કાર્ય કરે છે. અહીં તેમને તેમણે મેળવેલ માહિતીને પ્રયોગમાં મૂકવાની તક મળે છે. તેઓ તેમની સમજ અને શોધને પરિણામ રૂપે અન્યોની સમક્ષ પ્રસ્તુત કરે છે. આ અવમૂલન માટે સામગ્રી આપવાનો યોગ્ય સમય છે જેમાં માહિતીનું પ્રસ્તુતીકરણ અને પ્રોજેક્ટની પુર્તિ થાય છે.

અવમૂલન: એવું ધારવામાં આવે છે કે અવમૂલન સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચાલુ રહેતું હોય છે પરંતુ છતાંયે વિદ્યાર્થીઓ તેમનું કાર્ય અસાઇન્મેન્ટ રૂપે આ તબક્કે રજૂ કરે છે. આ તબક્કે શિક્ષકો વિદ્યાર્થીઓને સ્વમૂલ્યાંકન અને જૂથ મૂલ્યાંકન માટે પ્રેરે અને તેને માટે આવડત કેળવે તે ખૂબ મહત્વનું છે.

પ્રસાર: આ તબક્કે વિદ્યાર્થીઓને પાઠ ઉપરાંતની માહિતી મળી રહે તે માટે કેટલાક સૂચનો આપવામાં આવે છે. અહીં અવમૂલનનો હેતુ તેમનાં લખાણ અને સંશોધનો અન્યને દર્શાવી શકે અને તેઓ તેમની સમજને પ્રતિકૂળ સંજોગોમાં પણ ઉપયોગમાં લઈ શકે તે માટે તૈયાર કરવાનો છે. સામાન્ય રીતે આપ્રકારની પ્રવૃત્તિ તેમનાં કાર્ય પૂરા કર્યાનાં ઉત્સાહમાંથી જ નિવડે છે. આ તબક્કો ખૂબ જ મોટી રીતે વિદ્યાર્થી કેન્દ્રિત હોય છે અને તેઓ આ તબક્કે સ્પર્ધામાં આવે છે અને તેમનું કાર્ય શાળાની બહાર અન્ય જગ્યાએ પ્રદર્શિત કરે છે.

શિક્ષણ સ્તર: શિક્ષણ સ્તરને સમાન કરવાની યોજના દરેક પાઠ સાથે કરવામાં આવી રહી છે. આ વિભાગમાં, પાઠને દરેક પ્રદેશ, રાજ્ય અને અંતે દેશ સ્તરે મેળવીઅને સમાન સ્તરે લાવવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેનો પ્રાથમિક ઉપયોગ શિક્ષક તેની માહિતી માટે કરશે.

રોલ પ્લેયિંગ અને પ્રતિબિંબ

રોલ પ્લેયિંગ અને સાઇમ્યુલેશન જેવી આંતર ક્રિયા પ્રેરતી નિતીઓ જ્યારે વિદ્યાર્થીઓને શીઘ્ર રૂપે આપવામાં આવે ત્યારે જ સૌથી વધુ મજેદાર રહે છે. જો કે આ નિતીઓ અસરકારક પ્રયોગ, ઘણી આવડત અને તૈયારી તેમજ બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરેલ લક્ષ્યો અને પરિણામો માંગી લે છે. રોલ પ્લેયિંગ અને સાઇમ્યુલેશન વિદ્યાર્થીઓને પ્રાપ્ય માહિતીનાં આધારે વધુ સારા બનવામાં મદદરૂપ રહે છે. આ સમગ્ર પ્રક્રિયામાં વિશ્લેષક વિચારધારા અને સહકારક શિક્ષણ પણ પૂરું પડાય છે. આવાં શિક્ષણનાં માધ્યમો વિદ્યાર્થીઓની વિચારધારા સ્પષ્ટ કરવામાં તેમજ સિધ્ધાંતો અને જીવનમાં વ્યાવહારિક ઘટના વચ્ચેનો ભેદ સમજવામાં અત્યંત મદદરૂપ રહે છે.

વિવિધ વયજૂથોનાં વર્ગને ભણાવવું

વિવિધ વયજૂથ ધરાવતા વર્ગમાં, શિક્ષણને વિદ્યાર્થીઓનાં વૈવિધ્ય દ્વારા પ્રેરવામાં આવે છે. દરેક એકમને યોગ્ય વિષયનાં આધારે ગોઠવવામાં આવે છે. વિદ્યાર્થીઓને સાનુકૂળ વાતાવરણ દ્વારા એકબીજાને મદદરૂપ થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેમનાં મૂલ્યો અને ઉંમર વચ્ચેનાં ભેદનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે છે. સહકારી જૂથમાં, મોટી વયનાં વિદ્યાર્થીઓ નાનાંઓ માટે આદર્શ બની રહે છે.

આવા વર્ગમાં શિક્ષકોને એવી શિક્ષણ અને વિશ્લેષ્ણની નિતીઓ અપનાવવા કહેવામાં આવે છે જેથી દરેક વયજૂથનાં વિદ્યાર્થીઓને સ્થિતિસ્થાપક રીતે યોગ્ય ભણતર મળી રહે અને તેઓનાં શિક્ષણનાં લક્ષ્યાંકો પણ જળવાઇ રહે તેમજ વિદ્યાર્થી સક્રિય રીતે ભાગ લે અને એકબીજા માટે સમ્માનની ભાવના કેળવે.

સહકારી શિક્ષણ

સહકારી શિક્ષણ એ વિવિધ સંશોધિત નિતીઓમાંની સૌથી સરસ પદ્ધતિ છે. પરિણામો દર્શાવે છે જે કે વિદ્યાર્થીને એકબીજાની મદદથી કર્ર્ય કરવાનો મોકો મળે છે તે વધુ ઝડપી અને સારી રીતે શીખે છે અને વધુ યાદ રાખી શકે છે અને શિક્ષણ અને અભ્યાસ બાબતે વધુ હકારાત્મક વલણ દર્શાવે છે. તેનો મતલબ એ નથી કે વિદ્યાર્થીઓને જૂથમાં મૂકીને તેમની પાસે પ્રોજેક્ટ પૂરા કરાવી લેવા. આહીં જૂથ માટેની વિશિષ્ટ પધ્ધતિઓ છે અને એ ખૂબ આવશ્યક છે કે વિદ્યાર્થી તેમ જ શિક્ષક તેનાથી બરોબર વાકેફ હોય. તાજેતરમાં આ સમગ્ર પ્રક્રિયાની તેના દુરૂપયોગ માટે ઘણી નિંદા કરવામાં આવી હતી. સ્પષ્ટ કહેવામાં આવે તો આ પ્રક્રિયા શિક્ષકોને આરામ કરવા મળે તે માટે નથી. આ પ્રકિર્યા છે જેથી વિદ્યાર્થીઓ જીવન કુશળતા અને આંતરવ્યક્તિગત રીતભાત શીખે- એવી કુશળતા જે આજે કાર્યસ્થળોએ ખૂબ આવહશ્યક બની જાય છે. આ માર્ગ છે જેથી શિક્ષઅનુકૂલક, રિપોર્ટર અને રેકોર્ડર તરીકેનું યોગદાન આપવાનો છે. એક સહકારી જૂથમાં, દરેક વિદ્યાર્થી પાસે એક નિયત કાર્ય હોય છે અને દરેક વ્યક્તિ શીખવાનાં પ્રોજેક્ટમાં સમાવિષ્ટ હોય છે અને તેથી કોઇ એક વ્યક્તિ પર બધો ભાર આવી જતો નથી. આ જૂથની સફળતા દરેક વ્યક્તિનાં સફળ કાર્ય પર રહેલ હોય છે.

વિદ્યાર્થીઓ નાનાં જૂથોમાં એક્બીજાને મદદ કરી કોઇ એક શૈક્ષણિક કાર્ય પર કામ કરે છે જેથી તેઓ સાથે રહી શીખી શકે. સામાન્ય રીતે, સહકારી અભ્યાસ પધ્ધતિમાં નીચેનાં પાંચ લક્ષણો હોવા જરૂરી છેઃ

  • વિદ્યાર્થી કોઇ સામાન્ય કામ ભેગું કરીતેમાંથી શીખી શકે છે.
  • વિદ્યાર્થીઓ પાંચ પાંચનાં નાનાં જૂથોમાં કામ કરી સકે છે.
  • તેઓ સહકારી, સમાજલક્ષી વર્તન દ્વારા તેમનાં સામાન્ય કાર્યોપૂર્ણ કરે છે.
  • તેઓહકારાત્મક રીતે આંતરનિર્ભર રહે છે. આ પ્રવૃત્તિઓ એ રીતે તૈયાર કરવામાં આવે છે જેથી તેઓને કાર્ય પૂર્ણ કરવામાં એકબીજાની મદદની જરૂરિયાત રહે.
  • વિદ્યાર્થીઓ તેમના કાર્ય માટે પોતે જવાબદાર રહે છે.

શીખવાની રીતો

શીખવાની રીતો દરેક વ્યક્તિનાં અભ્યાસનાં પ્રકારનાં આધારે બદલાતી રહે છે.

શીખવાની રીતોનાં પ્રકાર કયા કયા છે?

દ્રષ્ટિકેન્દ્રી શિક્ષણ: જોઈને શીખો....

આ પ્રકારનાં વિદ્યાર્થીએ શિક્ષકની શારીરિક વાચા, ચહેરાની અભિવ્યક્તિને સંપૂર્ણ રીતે સમજવી પડે છે, ત્યારે જ તે કોઈ પાઠને વ્યવસ્થિત રીતે સમજે છે. તેઓ વર્ગમાં સૌથી આગળ બેસવું પસંદ કરે છે જેથી અન્ય કોઇ અડચણ ન રહે (અન્ય લોકોનાં માથાં વગેરે). તેઓ ચિત્રોને જોઈ શકે છે સમજી શકે છે, જેમ કે આકૃતિઓ, ચિત્રોયુક્ત પાઠ્યપુસ્તકો, ઓવરહેડ ટ્રાન્સપરન્સીઓ, વિડીઓ, ફ્લિપ ચાર્ટસ અને હેન્ડ આઉટ્સ. વ્યાખ્યાન અથવા વર્ગખંડની ચર્ચા દરમિયાન તેઓ તેમની સમજ માટે સવિસ્તૃત નોંધ લેવું પસંદ કરે છે.

કર્ણકેન્દ્રી શિક્ષણઃ સાંભળીને શીખો...

તેઓ સૌથી વધુ સારી રીતે વક્તવ્યો, ચર્ચાઓએ બોલવા અને સાંભળવા દ્વારા શીખે છે. તેઓ કોઈ વક્તવ્યમાં રહેલ ઝડપ, અવાજ અને શબ્દો દ્વારા તેમાં છુપાયેલ ગૂઢાર્થોને સમજે છે. લખાયેલ સામગ્રી જ્યાં સુધી તેમને કહેવામાં ન આવે ત્યાં સુધી તેનું મહત્વ ઓછું રહે છે. આવી વ્યક્તિઓ ટેપ રેકોર્ડર પર સાંભળીને કે મોટેથી વાંચીને સમજતી જોવા મળે છે.

સ્પર્શેન્દ્રિય દ્વારા થતું શિક્ષણ: શિક્ષણ જેમાં હલનચલન, કાર્ય અને સ્પર્શ દ્વારા શીખવામાં આવે છે.
કાઇનેસ્થેટિક અથવા સ્પર્શકેન્દ્રી વ્યક્તિઓ હાથનાં ઉપયોગ દ્વારા, તેમની આસપાસની વસ્તુઓને અનુભવીને શીખવું પસંદ કરે છે. તેઓ માટે લાંબા સમય બેઠેલા રહેવું મુશ્કેલભર્યું છે અને તેઓ તેમની પ્રવૃત્તિ માટે સતત ચલિત રહે છે.

સંબધિત સ્ત્રોત© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate