શિક્ષક પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઈએ. પ્રવર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા બદલાઈ રહી છે. શિક્ષકે માત્ર ભાષણ સ્વરૂપે માહિતી જ આપવાની નથી, પરંતુ વિદ્યાર્થીઓને સમૃદ્ધ અને અસાધારણ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાના છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે, કારણ કે રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થયની જવાબદારી શિક્ષકની છે ત્યારે શિક્ષકે વિદ્યાર્થીના guide, friend and philosopher તરીકેની ભૂમિકા અદા કરવી જોઈએ. શિક્ષણ એ શૈક્ષણિક વ્યવસાય જ છે.
આજે શિક્ષણ વર્ગની ચાર દીવાલોમાંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્વમાં વિસ્તરી ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓ માત્ર નિષ્ક્રિય શ્રોતાઓ નથી. આજે શાળામાં વિદ્યાર્થી ‘empty mind’ સાથે આવતો નથી, કારણ કે વિવિધ માધ્યમો ટીવી, રેડિયો, news paper અને movie દ્વારા અનેકવિધ જ્ઞાન પિરસાઈ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ વિવિધ પ્રશ્નો, મૂંઝવણ અને શીખવાના ઉત્સાહ સાથે શાળાએ આવે છે. આવા સંજોગોમાં શિક્ષકે માત્ર માહિતીના મશીનગનથી વિદ્યાર્થીઓના માનસિક ભારને વધારવાનો નથી, પરંતુ વર્ગખંડમાં એવું વાતાવરણ ઊભું કરવાનું છે જેમાં વિદ્યાર્થી જાતે શીખતો થાય એટલે કે શિક્ષકે અહીં facilitator તરીકે વર્તવાનું છે. તેના માટે શિક્ષકે ચીલાચાલુ lecture methodના બદલે પ્રોજેક્ટ, ચર્ચા, group work, ક્ષેત્રિય મુલાકાત, પ્રવાસપદ્ધતિ સ્વીકારવી જોઈએ. દા.ત. “આપણા વ્યવસાયકાર’ પાઠમાં Pictureની મદદથી ‘કુંભાર’ની માહિતી આપવાને બદલે કુંભારના ઘરે વિદ્યાર્થીઓને લઈ જવા અને નિરીક્ષણ અને જાતઅનુભવથી વિદ્યાર્થીઓ કુંભારનું કાર્ય, ઉપયોગ થતાં સાધનોથી વાકેફ બને અને તે જ્ઞાન ચિર સ્થાયી બનાવે. જો શિક્ષક Facilitator તરીકે વર્તશે તો વિદ્યાર્થીઓમાં શીખવાનો ઉત્સાહ અનેરો જોઈ શકાય છે.
દરેક વ્યક્તિના જીવનમાં શાળાનાં સંભારણાં યાદગાર બની રહે છે. આપણે જો યાદ કરીએ તો આપણા જીવનમાં કેટલાક શિક્ષક આપણને આદર્શરૂપ બને છે તેવા શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે. શિક્ષકે Counsellor તરીકે વિદ્યાર્થીઓના શિક્ષણ, શાળા પર્યાવરણ, મિત્રો અને કુટુંબને લગતા પ્રશ્નો જાણી તેને દૂર કરવા વિદ્યાર્થીઓનું Counselling કરવું. સલાહકાર તરીકે શિક્ષકે લાગણીશીલ, પ્રેમાળ બનવું અને વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવી તેમના મિત્ર બનવું.
જો શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણો અને સ્વભાવથી પરિચિત બને તો કોઈપણ વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત ફેરફાર લાવી શકાય છે. ઉદાહરણ તરીકે તોફાની બાળકો તેમનાં તોફાનો માટે શાળામાં જાણીતાં હોય છે. એક વાર એક તોફાની વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે શાળાએથી ભાગી જઈ ફિલ્મ જોવા ગયો. બીજા દિવસે શાળામાં પ્રાર્થના સમય દરમિયાન તે વિદ્યાર્થીને શાળામાંથી નાસી જવાનું કારણ પૂછવામાં આવ્યું. તે વિદ્યાર્થીએ સાચું જ કારણ આપ્યું. આવા સંજોગોમાં સામાન્ય રીતે શિક્ષકો વિદ્યાર્થીને સજા ફટકારતા હોય છે, પરંતુ અહીં શિક્ષકે વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની સજા કર્યા વિના તેની સાચું બોલવાની બાબતને જાહેરમાં બિરદાવી અને ત્યાર બાદ વિદ્યાર્થીને અંગત રીતે બોલાવી શાળાએથી ભાગી ન જવા માટે પ્રેમથી સમજાવ્યું. પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીએ આજીવન સત્યનો રસ્તો અપનાવ્યો. શિક્ષકે હંમેશાં વિદ્યાર્થીઓની ભૂલ બદલ સજા ન કરતાં તેમને એક વાર સુધરવાની તક આપવી જોઈએ.
વર્ગખંડ વ્યવસ્થાપન એટલે તમે શાળામાં વિદ્યાર્થીઓ સાથેનો સમય વધુ અસરકારક બનાવવો તે “અસરકારક વર્ગ વ્યવસ્થાપન માટે નીચેના steps ધ્યાનમાં લેવા જોઈએ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020