વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વ્યવસાયિક સજજતા

વ્યવસાયિક સજજતા વિશેની માહિતી આપવામાં આવી છે

પ્રસ્તાવના :

અસરકારક વર્ગવ્યવહાર માટે શિક્ષકે પોતાની વ્યવસાયિક સજજતા કેળવી લેવી જોઈએ. આ માટે વિષયવસ્તુ પરની શિક્ષકની પકડ મજબૂત તથા વિષયવસ્તુને રજૂ કરવાની રીત અસરકારક હોવી જોઈએ. સંશોધન કરી તેનો ઉકેલ લાવી શકે તેવી શક્તિ શિક્ષકમાં હોવી જોઈએ. આ ઉપરાંત શિક્ષક નવી નવી શોધોથી તથા નવી પદ્ધતિઓથી વાકેફ હોવો જોઈએ અને વર્ગકાર્ય દરમિયાન તેને તેનો ઉપયોગ કરતાં આવડવો જોઈએ.

વિષયવસ્તુ :

વિષયવસ્તુ એ અસરકારક વર્ગવ્યવહાર માટે સૌથી અગત્યનું પરિબળ છે. તમે વિષયવસ્તુમાં નિષ્ણાત હશો તો જ તમારો આત્મવિશ્વાસ વધશે અને વિષયવસ્તુની સાચી માહિતી વિદ્યાર્થી સમક્ષ પહોંચાડી શકશો. જો તમારું વિષયવસ્તુ કાચું હોય અને તમે સારી રજૂઆત કરી સારો વર્ગવ્યવહાર કરી શકતા હો તો તમે વિદ્યાર્થીઓને અન્યાય કરી રહ્યા છો. શિક્ષકે વિદ્યાર્થીના જીવનનો પાયો નાખવાનો હોય છે. વિદ્યાર્થીની જિજ્ઞાસા પૂર્ણ કરવાની હોય છે. વિદ્યાર્થીના મનમાં ઊઠતા પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. વિદ્યાર્થીને સંતોષ થાય તેવો સાચો અને સરળ ભાષામાં જવાબ આપવાનો હોય છે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે શિક્ષક વિષયવસ્તુ પર પ્રભુત્વ ધરાવતો હોય.

વિષયવસ્તુની રજૂઆત :

વિષયવસ્તુ અને વિષયવસ્તુની રજૂઆત આ બંને સિક્કાની બે બાજુ જેવી છે. વિષયવસ્તુની પારંગતતા પછી વર્ગવ્યવહારને અસર કરતું અગત્યનું પરિબળ વિષયવસ્તુની રજૂઆત છે. વિષયવસ્તુ પરની પકડ ઘણી સારી હશે, પરંતુ તેની રજૂઆત સારી નહિ હોય તો ચોક્કસપણે આપણો વર્ગવ્યવહાર નિષ્ફળ જશે અને વિદ્યાર્થીઓમાં જે પહોંચાડવાનું છે તે આપણે પહોંચાડી શકીશું નહિ. વિષયવસ્તુની રજૂઆત માટે શિક્ષકની પૂર્વતૈયારી, યોગ્ય અને ઉંમરને આધારિત ઉદાહરણો, વાર્તા દ્વારા શિક્ષણ, ગીત દ્વારા શિક્ષણ, પ્રવાસ દ્વારા શિક્ષણ, રમત દ્વારા શિક્ષણ, કમ્પયુટર દ્વારા શિક્ષણ, T.L.M. દ્વારા શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ, પ્રયોગ દ્વારા શિક્ષણ, નિદર્શન પદ્ધતિ, શ્રાવ્ય સાધન દ્વારા શિક્ષણ, આમ ઘણી પદ્ધતિ અને પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણકાર્ય કરવાથી આપણો વર્ગવ્યવહાર અસરકારક બને છે.

શિક્ષકે એક સારા સેલ્સમેન બનવાનું છે અને વિદ્યાર્થીઓમાં શિક્ષણને વહેંચવાનું છે. લગ્નપ્રસંગે કે અન્ય પ્રસંગે સારી રસોઈ બનાવી હોય. આમ છતાં જો પીરસવાનું આયોજન બરાબર ન હોય તો લોકોને આયોજક પ્રત્યે અણગમો ઊભો થાય છે. તે જ રીતે વિષયવસ્તુની જાણકારી છતાં યોગ્ય રીતે તેની રજૂઆતના અભાવે વિદ્યાર્થીઓને શિક્ષક પ્રત્યે અણગમો ઊભો થાય છે.

વિષયવસ્તુની રજૂઆતમાં બોલી અને ભાષાની શૈલી પણ અગત્યનો ભાગ ભજવે છે. શિક્ષકે જે તે વિસ્તારની બોલી શીખીને તેના અનુસંધાને શિક્ષણકાર્ય સમજાવવું જોઈએ. શિક્ષકની ભાષા વિદ્યાર્થીથી સરળતાથી સમજી શકાય તેવી હોવી જોઈએ.

પૂર્વતૈયારી :

શિક્ષકે વર્ગખંડમાં જે કાંઈ શિક્ષણકાર્ય કરાવવાનું હોય તેનું પૂર્વઆયોજન અને પૂર્વતૈયારી કરવી જરૂરી છે. જેમ કે પ્રયોગ કરાવવાનો હોય તો તે માટેનાં જરૂરી સાધનો ભેગાં કરવા તથા પ્રયોગ કરી તેનું અવલોકન કરીને ચકાસી લેવું જોઈએ. કમ્પયુટર દ્વારા શિક્ષણ કરાવવાનું હોય તો તેને સંબંધિત પ્રત્યેક બાબતને ચકાસી લેવી જરૂરી છે. ઓડિયો સીડી કે ઓડિયો કેસેટ સંભળાવવાનાં હોય તો તે સીડી કે કેસેટ યોગ્ય છે કે કેમ તે તથા તેનું પ્લેયર કાર્યરત છે કે કેમ તે ચકાસી લેવું જોઈએ.

પૂર્વતૈયારી સાથે કરેલ કામની ગુણવત્તા અને અસરકારકતા વધારે હોય છે. સાથે વિદ્યાર્થીઓનો સમય બચાવી શકાય છે અને વર્ગવ્યવહાર જીવંત બને છે.

ઉદાહરણો : કેટલીક વાર ઘણી અઘરી બાબત હોય પણ સચોટ અને સમજી શકાય તેવા ઉદાહરણ દ્વારા એ બાબતને એકદમ સરળતાથી સમજાવી શકાય છે અને વિદ્યાર્થીના શિક્ષણ પ્રત્યેના રસને વધારે છે. જેમકે સજાતીય – વિજાતીય પદો સમજાવવા માટે ચીકુ અને કેળાનું ઉદાહરણ સમજીએ, ૩ ચીકુ અને ૪ કેરીનો સરવાળો કેટલો થાય ? તો જવાબ આવે કે તેનો સરવાળો થઈ શકે નહિ પરંતુ ૩ ચીકુ અને ૪ ચીકુ અથવા ૩ કેરી અને ૪ કેરીનો સરવાળો થઈ શકે એટલે જે સરખાં છે તે સજાતીય પદો છે. તે જ રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વજનની સરખામણી કરાવવી હોય તો હાથી અને કીડીનું ઉદાહરણ આપી શકાય. આ ઉપરાંત વ્યસનની આપણા શરીર પર ધીરી અસર થાય છે તે સમજાવવા માટે ક્રમિક જેની જવાળા ઓછી થતી હોય તેની પર હાથ મુકાવીને સમજ આપી શકાય.

વાર્તા / ફિલ્મ ક્લિપિંગ્સ : વાર્તા અથવા તો ફિલ્મ એ લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને ગમે છે. ઉપરાંત તે અસરકારક પણ છે. વાતાં કે ફિલ્મને કારણે વિદ્યાર્થીઓમાં રસ ઉત્પન્ન થાય છે અને તેમાં એકાગ્રતા વધે છે અને એકાગ્રતાને કારણે વિદ્યાર્થીઓમાં શિક્ષણ ગ્રહણ કરવાની શક્તિમાં વધારો થાય છે અને શિક્ષકનો વર્ગવ્યવહાર અસરકારક બને છે.

ગીત દ્વારા શિક્ષણ : વર્ગવ્યવહાર દરમિયાન શિક્ષક એક જ પદ્ધતિ દ્વારા દરરોજ શિક્ષણકાર્ય કરે તો વિદ્યાર્થીઓને અણગમો ઊભો થાય છે. બાળકોને ગીતો વધારે ગમે છે. માટે ગીત દ્વારા શિક્ષણ આપવાથી શિક્ષણકાર્ય અસરકારક બને છે. અને ગીત ગાતાં ગાતાં તે શીખે છે. દા.ત. ક્રિયાપદ શીખવવાં છે તો નીચેનું ગીત ગવડાવી શકાય.

रेल का खेल,कलकत्ते से आई रेल,आओ भाई खेलें खेल । राजु सीटी बजाएगा, मोहन झण्डी दिखाएगा, सुनील इंजन चलाएगा, बड़ा मज़ा तब आएगा । कलकत्ते से आई रेल... झण्डी हरी दिखाऊँगा मैं सीटी तुरंत बजाऊँगा मैं । आगे बढ़ती जाती रेल ।

આ ગીત દ્વારા આપણે વિદ્યાર્થીઓને ક્રિયાપદની સરસ સમજૂતી આપી શકીએ.

નિદર્શન પદ્ધતિ : કેટલીક બાબતો કે કેટલાક પ્રયોગો જેનાં સાધનો ઓછાં હોય અથવા વિદ્યાર્થીને નુકસાનકારક હોય ત્યારે વિદ્યાર્થીઓને નિદર્શન કરી સિદ્ધાંત કે ગુણધર્મોની સમજૂતી આપવી જોઈએ. દા.ત. ધાતુ-અધાતુના ગુણધર્મો સમજાવવા, Fuse વિશેની સમજૂતી આપવી, બંધ અને ખુલ્લા પરિપથની સમજૂતી આપવી.

પ્રવાસ / મુલાકાત : વિષયવસ્તુમાં કેટલીક બાબતો એવી હોય છે કે જેને વર્ગખંડમાં શિક્ષણકાર્ય કરાવવા કરતાં તેને બહાર મુલાકાતે અથવા પ્રવાસમાં લઈ જઈને શિક્ષણકાર્ય કરાવી શકાય. જેમાં વિદ્યાર્થીને એમ લાગતું નથી કે શિક્ષક શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે અને વિદ્યાર્થી તેને સરળતાથી શીખી લે છે. દા.ત. બેન્કની મુલાકાત, ડેમની મુલાકાત, દુકાનની મુલાકાત, કાપડની દુકાન, ડેરી, નર્સરી વગેરે. આમ આપણી આસપાસની પર્યાવરણીય અનુકૂળતાને અનુસંધાને આ કાર્ય કરાવી શકાય.

અનુભવ : એવું કહેવાય છે ને કે અનુભવે ઘણું શિખાય અને અનુભવે શીખેલ કે મેળવેલ જ્ઞાન કાયમી હોય છે. દા.ત. આંખ, કાન, નાકનાં કાર્યો.

OFF AIR

પ્રવૃત્તિ : OFF AIR દરમિયાન શિક્ષકોને અલગ અલગ જૂથમાં વિષયવાર જેટલી શક્ય હોય તેટલી વાર્તાઓ તૈયાર કરાવવી.

  • ઉદાહરણો તૈયાર કરાવવાં
  • ફિલ્મ ક્લિપિંગ્સનું લિસ્ટ તૈયાર કરાવવું
  • અનુભવ દ્વારા શિક્ષણ આપી શકાય તેવા મુદ્દા
  • ગીત તૈયાર કરાવવા
સ્ત્રોત: સર્વ શિક્ષા અભિયાન મિશન
2.9512195122
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top