অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બીજા બધાની રાહ જોઇ શકાય બાળકોની નહી

બીજા બધાની રાહ જોઇ શકાય બાળકોની નહી

  • એક હજાર જન્મતા બાળકોમાંથી 59 બાળકો મૃત્યુ પામે છે.
  • 46 ટકા ઓછા પોષણથી પીડાઇ છે.
  • 60 લાખ બાળકો જે પાંચ વર્ષથી નીચેના છે તે ઓછા વજનવાળા છે.
  • 67 ટકા ભુખમરાને લીધે શાળા શરૂ કરે તે પહેલા જ મૃત્યુ પામે છે.

જો આ આંકડો ગંભીરજનક હોય તો એ હક્કિત ધ્યાનમાં લેવી જરૂરી છે કે સંપુર્ણ આંકડા જેમાં ભુખમરાથી બાળકોના મૃત્યુ થાય છે તે 2.42 લાખ છે. જે પાંચ વર્ષથી નીચેના છે અને એક લાખમાંથી ત્રણસો એક મૃત્યુ પામે છે. જયારે આ માહિતીને વધુ સમજવામાં આવી ત્યારે જન્મદર પ્રમાણે જેમ કે સામાજીક આર્થિક સ્થિતિ, જાતી, લિંગ પ્રમાણે છે. પુરા દેશમાં તેમણે જણાવ્યુ કે તાલુકા અને ભાગમાં આંકડાઓ પ્રમાણે અસ્વસ્થ કરે તેવા નવજાત શિશુના અને જન્મજાત મૃત્યુદરના હતા. સબ સહરન આફ્રિકાના દેશો સાથે સમકક્ષ હતા તેનાથી ઉતરતા નહી. નવજાત શિશુ અને જન્મજાત મૃત્યુદર એ ભારત કરતા બાંગ્લાદેશમાં ઘણી સારી સ્થિતિમાં જોવા મળે છે.

એનસીપીસીઆરના ચેરમેન શાંતાસિન્હાએ કહ્યુ છે કે “આ એક અદ્રશ્ય આફત છે જે ત્સુનામી કરતા પણ વધુ પ્રમાણમાં ફેલાયેલી છે. દરેક બાળકને સરકારે ફરજીયાતપણે અનિવાર્ય ગણવુ જોઇએ અને દરેક બાળક અને માતાના મૃત્યુ માટે જવાબદાર ગણવુ જોઇએ. આરોગ્ય, પોષણ અને શિક્ષણની સેવાઓ દરેક બાળક જે છ વર્ષથી નાના છે તેમને ફરજીયાતપણે મળવી જોઇએ. ઉંમરપ્રમાણે ખાસ સુધારો લાવવો તેમાં પણ ત્રણ વર્ષથી નીચેના બાળકો માટે અને ત્રણ થી છ વર્ષના બાળકોના વિકાસ માટે પુરતા પ્રમાણમાં પોષણ ચાલુ રહેવુ જોઇએ નહિતર તેમના વિકાસમાં અનિયમીતતા ચાલુ રહેશે.” પહેલા ત્રણ વર્ષ જીવનના મગજના વિકાસ માટે અતિઆવશ્યક હોય છે. પ્રાથમિક ગાળામાં મુળભુત જરૂરીયાતોની અછત અસાધ્ય રોગો તરફ દોરે છે. છ વર્ષની ઉંમરે મગજનો તમામ રીતે વિકાસ થાય છે અને તે વાતાવરણની પરિસ્થિતિ પર આધારીત છે. અને તેની સાથેના મેળાપ સથે પણ. આ સંબંધો જીવન દરમ્યાન અતિઆવશ્યક હોય છે.

તેથી એવુ કઇ રીતે માની લેવાય કે 0-6 વર્ષના બાળકોને માતાનુ દુધ મળતુ હશે ? અથવા તે બાળકને 0-3 વર્ષની ઉંમર સુધી સારૂ આરોગ્ય અને પોષણની સાથે બાળકોની સારસંભાળ અને આત્મિયતા, સ્ત્રીઓ માટે અને બાળકોના વિકાસ માટે આરોગ્ય અને પરિવારના કલ્યાણ માટે ખોરાક અને પોષણની યોજના મંડળ, રાજય અને આંતરરાષ્ટ્રીય એનજીઓએ આ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. એવી માર્ગદર્શીકા વિકસાવવી જેથી 6 વર્ષથી નીચેના બાળકોને પોષણ, આરોગ્ય, આકસ્મિક બનાવ અને વહેલી બાળકોની સારસંભાળ અને શિક્ષણ માટે મદદ મળી શકે નજીકના વ્યક્તિઓ પાસેથી લેવી જોઇએ. ઉપરાંત એવુ પણ લાગ્યુ હતુ કે મજબુત કાર્યપધ્ધતિની જરૂર છે જેથી બધી પાયાની મદદ જેવી કે શારીરિક માળખુ અને વ્યવસાયિક મદદ મળે જેથી છ વર્ષ સુધી બાળકો તેમના હકો ભોગવી શકે કારણ કે સમગ્ર વિશ્ર્વમાં ઘણી નીતિ હોવા છતાં બાળકોને પુરતા પ્રમાણમાં મદદ મળી નથી.

આપણને એવા કાયદાની જરૂર છે જેમાં દરેક સ્ત્રી જે મજુર હોય તે ફરીયાદ દાખલ કરી શકે અને તેમની બાબતો જેવી કે દાકતર ન હોય તો કે તાલીમ પુરતી ન મળી હોય અથવા સારવાર કે મુળભુત આરોગ્યની મદદ કેન્દ્ર દ્વારા કે સામાન્ય દવાખાના દ્વારા આપવામાં આવતી હોય છે તે ન મળી હોય તો. કાયદામાં એવી જોગવાઇ થવી જોઇએ કે સંપુર્ણ માતાના દુધમાંથી બાળકને પોષણ અને બાળકને તાત્કાલિક સારવાર મળવી જોઇએ. તેમજ સહાયક નર્સ પાસેથી પણ તાત્કાલિક સારવાર તેમજ જરૂરીયાતની રસી કે દવા ન મળે તો તેમની સામે શિક્ષાત્મક પગલા લેવા જોઇએ તેવુ સિન્હે સુચવ્યુ.

ઉપરાંત અગીયારમી યોજનાએ નવી પાયલોટ સ્કીમની શરૂઆત કરી. જેમાં શરતી રોકડ અને રોકડની ફેરબદલી નહી એ ત્યાંના પરિવારને આપવામાં આવી. કે જેમાં બાળક તરીકે દિકરી હોય તેમને પણ સમાન શરતો જેવી કે જન્મની નોંધણી, ચેપથી બચાવવા, ગર્ભપાત અને જાતી પરિક્ષણ પ્રતિબંધ લાદવો જોઇએ.ઘણી યોજનાઓ ગેરનીતિથી અંત પામે છે. પરંતુ જો કાર્યક્રમમાં બાળકો માટેની યોજનાને ધાર્મિક કે પવિત્ર બાબત ગણીને તેમાં બદલાવ લાવવામાં આવે તો હાલની બાળકો માટેની યોજના યોગ્ય ન હોવાથી તેમની વિભાગીકરણ અને દરેક સ્તરે સમન્વયનો અભાવ જોવા મળે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/22/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate