অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રેલ્વેના બાળકો

રેલ્વેના બાળકોના અધિકારનું રક્ષણ

વિવિધ રેલવે પ્લેટફોર્મ પરના બાળકોના અધિકારોના રક્ષણ માટે એન.સી.પી.સી.આર. દ્વારા બાળકોના અધિકાર માટે ના સક્રિય કાર્યકરો અને સંસ્થાઓ સાથે કેટલીક મીટિંગ ગોઠવી હતી. મીટિંગની અધ્યક્ષતા એન.સી.પી.સી.આર.ના સભ્ય સંધ્યા બજાજ દ્વારા કરવામાં આવી હતી જેમાં આ બાળકોને લગતી વિવિધ સમસ્યાઓ જેમકે નશીલી દવાઓનું સેવન, રેલવે પોલીસ બળ દ્વારા શારીરિક શોષણ, રહેઠાણનો અભાવ, ઓળખ અને પુનર્વસનની સમસ્યાઓ, આરોગ્ય સુવિધાઓનો અભાવ, એચ.આઇ.વી. અને એઇડ્સ થવાની સંભાવના પર ચર્ચા કરવામાં આવી હતી.

છેલ્લા વર્ષમાં ઑક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન ૨૫ કરતા વધારે સંસ્થાઓ અને સ્વયં રેલવેના બાળકોની સાથે મીટિંગ આયોજીત કરવામાં આવી હતી. સાથી, અનુભવ, પ્રોજેકટ કર્નર્સન ઇન્ટરનૅશનલ, દિલ્હી બ્રધર સોસાયટી, ચેતના, સલામ બાળક ટ્રસ્ટ, એકશન એઇડ, હ્યૂમન રાઇટ્સ લો નેટવર્ક, ચાઇલ્ડ લાઇન ફાઉન્ડેશન અને ચાઇલ્ડ રાઇટ્સ ફોરમ જેવી સંસ્થાઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી.

આ મીટિંગોમાં આવેલ અમુક સૂચનો નીચે દર્શાવેલ છે. બજાજના મત પ્રમાણે, રેલવે પ્લેટર્ફોર્મ પરના બાળકોના અધિકારોના રક્ષણ માટે ની રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળામાં આ સૂચનો રજૂ કરવામાં આવશે.

સૂચનો
  • રેલવે પ્લેટફોર્મ પર સફેદ પ્રવાહીના વેચાણ પર પ્રતિબંધ મૂકવો કેમકે બાળકોમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે.
  • રેલવેના સત્તાવાળાઓએ રેલવે પ્લેટફોર્મ પરના બાળકોના અધિકારોના રક્ષણની જવાબદારી સ્વીકારવી જ જોઇએ.
  • શારીરિક અને જાતીય શોષણનો ભોગ બનેલ બાળકો માટે રેલવે પ્લેટફોર્મ પર જ તાત્કાલિક સારવારની સુવિધા પ્રાપ્ય હોવી જોઇએ.
  • રેલવે પ્લેટફોર્મ પરના બાળકોને વિવિધ વિભાગોમાં વહેંચવા જોઇએ.
  • કચરો વીણનાર બાળકોના અધિકારનું પણ રક્ષણ કરવું જોઇએ કેમકે તેઓ રેલવે સ્ટેશન પરથી પ્લાસ્ટિક વીણીને વાતાવરણની સંભાળ લે છે.
  • રેલવે સ્ટેશન પરના બાળકોના અધિકારોના રક્ષણ માટે કાર્યરત સંસ્થાઓને ઓળખપત્ર આર.પી.એફ. દ્વારા આપવા જોઇએ.
  • એન.સી.પી.સી.આર. દ્વારા આર.પી.એફ.ને આ બાળકોના અધિકારો સંબંધિત પરિપત્ર બહાર પાડવો જોઇએ.
  • રેલવે પ્લેટફોર્મ પરથી વિસ્થાપિત કરવામાં આવેલ અને ખોવાયેલ બાળકોની ફરિયાદો માટે કેંદ્રીકૃત ફરિયાદની વ્યવસ્થા હોવી જોઇએ.
  • એન.સી.પી.સી.આર. દ્વારા કેંદ્રીકૃત માહિતી ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા હોવી જોઇએ.
  • રેલવે પ્લેટફોર્મ પરથી વિસ્થાપિત કરેલ, ખોવાયેલ અથવા શોષણનો ભોગ બનેલ બાળક માટે ઝડપી અને ત્વરિત ૧૦ મીનિટમાં પાલન થાય તેવો શિષ્ટાચાર હોવો જોઇએ.
  • વહેલા દખલ માટે ની વ્યવસ્થા એન.સી.પી.સી.આર. દ્વારા બનાવવી જોઇએ.
  • રેલવે સ્ટેશનની બાજુમાં બાળ કલ્યાણ સમિતિ (ચાઇલ્ડ વેલફેર કમિટી – સી.ડબ્લ્યુ.સી) હોવી જોઇએ.
  • આશ્રય સ્થાનો જેલ જેવા ના હોવા જોઇએ; પુર્નવસીત કરવામાં આવેલ બાળક માટે તે વધારે ઘર જેવા સ્વચ્છ અને સારવાર આપનાર હોવા જોઇએ.
  • આશ્રય સ્થાનોના કાર્યોની સમીક્ષા થવી જ જોઇએ અને સામાજિક ઓડીટ થવું જોઇએ.
  • રેલવે પ્લેટફોર્મ પરથી વિસ્થાપીત કરવામાં આવેલ, ગુમ થયેલ અને શોષણનો ભોગ બનેલ બાળકોના પુર્નવસન અને આશ્રય સ્થાનના કેન્દ્ર તરીકે કાર્ય કરનાર સંસ્થાઓના સામાજિક ઓડીટ માટે ની પ્રક્રિયા એન.સી.પી.સી.આર.એ તૈયાર કરવી જ જોઇએ.
સ્ત્રોત: કન્ટેન્ટ પોર્ટલ ટીમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/30/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate