વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સમુદાય ગતિશીલતા

સમુદાય ગતિશીલતાની માહિતી

સર્વ શક્તિ અભિયાન એ ભારત સરકારનો રાષ્ટ્રીય પ્રમુખ કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને ઉપયોગી અને સંબંધિત પ્રારંભિક શિક્ષણ પૂરું પાડવાનો અને સામાજીક,પ્રાદેશિક અને જાતિ અંતરોને ઓછા કરવાનો છે.તે સમુદાયની પદ્ધતિસર ગતિશીલતાને અને વિકેન્દ્રીત નિર્ણય નિર્માણની અસરકારક પદ્ધતિની સ્થાપનાને સૌથી વધારે મહત્વ નિર્દિષ્ટ કરે છે.સંવિધાન કાયદો,1992ના લક્ષ્ય મુજબ(તોત્તેર અને ચુમોત્તેરમો સુધાર).

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE) અને શિક્ષણના વિકેન્દ્રીત સંચાલન પરની સમિતિના સૂચનો, ગ્રામીણ શિક્ષણ સમિતિ (VEC) ઓને સ્થાપના અને પુન:શક્તિ સંચાર DPEP હેઠળ થયો હતો. પ્રક્રિયાને SSA હેઠળ બળવત્તર કરવામાં આવી થે કારણકે કાર્યક્રમ માટેનું ભંડોળ તમામ શાળા સંબંધિત ખર્ચાઓ માટે સમુદાય આધારિત તત્વોમાંથી વહે છે,જે હકીકતમાં SSAના 50%થી પણ નધારે ભંડોળની સ્થાપના કરે છે.મોટેભાગે તમામ રાજ્યો/UTs એ SSA હેઠળ VEC/ PTA /SDMC /MTA /SMC /VEDC  ઈત્યાદિની સ્થાપના કરી છે.

જોકે,સમુદાય સ્તરના માળખાં માટેની પરિભાષા રાજ્યથી રાજ્ય બદલાય છે જેમાં કદ,ધારણ કરવાની અવધિ તેમજ તેની જાતનો સમાવેશ થાય છે.વિશિષ્ટ મુદ્દાઓમાં સમુદાય આધારિત નિરીક્ષણ જેવું કે નોંધ,અટકાયત,સ્ત્રી બાળકનું શિક્ષણ અને અન્ય બિનલાભકારી સમૂહો,વિવિધ મંજૂરીઓ અને બંધારણોનો ઉપયોગ મહત્વનો છે અને કાર્યક્રમના ઉદ્દેશોને સિદ્ધ કરવામાં મદદ કરે છે.આ સમુદાય સ્તરનું માળખું સૂક્ષ્મ આયોજનોમાં મહત્વનો ભાગ ભજવે છે,ખાસ કરીને ગામ/વોર્ડ શિક્ષણ યોજનાઓ વિકાસ અને શાળા સુધાર યોજનાઓના વિકાસમાં. SSA હેઠળ આ સમુદાયો મારફતે પ્રતિભાગી આયોજન પ્રક્રિયા દ્વારા વાર્ષિક કાર્ય યોજના અને અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે અને તેઓ સ્થાનિક જરૂરિયાતો અને વિશિષ્ટતાઓને ધ્યાનમાં લે છે.

સમુદાય સ્તરીય સંસ્થાઓની ક્ષમતાનું નિર્માણ

ગામડાની શિક્ષણ સમિતિઓ,શાળા સંચાલન સમિતિઓ,વડીલ શિક્ષક સંઘો ઈત્યાદિના સભ્યોને પ્રશિક્ષણ/ક્ષમતા નિર્માણ માટે SSA પૂરું પાડે છે.ગામડાના ચાર વ્યક્તિઓ ઉપરાંત બે વ્યક્તિઓ પ્રતિ શાળા વર્ષમાં બે દિવસ માટેના પ્રશિક્ષણ માટે ધોરણો પૂરાં પાડવામાં આવે છે-પ્રાથમિકપણે સ્ત્રીઓને Rs. 30 પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિના દર પર.VEC/SMC ઈત્યાદિ અને સમુદાય એ SSAની વિવિધ દરમિયાનગીરીઓના પ્રકાશમાં મોટેભાગે તેમની ભૂમિકા અને કાર્યો પર સંવેદનશીલ અને અભિવિન્યસ્ત હોય છે જેમ કે જાતિ,નાગરી કાર્યો,પ્રબંધ પ્રક્રિયાઓ,સમાવેશન શિક્ષણ ઈત્યાદિ.

SSA સંદર્ભમાંના VEC સભ્યોની ભૂમિકાઓ અને જવાબદારીઓ

ગામડાની શિક્ષણ સમિતીના સભ્યોની ભૂમિકાઓ અને જવાબદારીઓને નીચે મુજબ પુન:નિર્દિષ્ટ કરવામાં આવી છે:

 • શાળાઓની જરૂરિયાતોને ઓળખવી
 • સમુદાયના સહકારની ખાતરી કરવા નિયતકાલીન બેઠકો આયોજીત કરવી
 • શાળાઓને છોડવામાં આવતી મંજૂરીઓના પારદર્શક ઉપયોગમાં અને ભંડોળોના અસરકારક ઉપયોગોમાં હેટમાસ્ટરને સહાય કરવી
 • ગામડાની શિક્ષણ સમિતિના સંયુક્ત અકાઉંટનું સંચાલન કરવા માટે
 • જ્યાં પણ નિર્દિષ્ટ હોય કે આવશ્યકતા હોય ત્યાં નાગરી બાંધકામ અને અનુરક્ષણ કાર્યોની જવાબદારી માથે ઉપાડવી
 • તમામ શાળા-ઉંમરના બાળકોની નોંધ અને તમામ બાળકોના પ્રારંભિક શિક્ષણની સો એ સો ટકા ખાતરી કરવી
 • પ્રારંભિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે ઝુંબેશો અને ભોજનોનું આયોજન કરવું
 • બાળકોના શૈક્ષણિક દેખાવનું,હાજરી અને શિક્ષણની ગુણવત્તાનું નિરીક્ષણ
 • શાળાઓ અને જાહેર કાર્યક્રમોના સમારોહો અને ઉજવણીઓ સંગઠિત કરવી જે બાળકોની કુશળતાઓ દર્શાવે છે
 • અમલીકરણ કરતી એજન્સીઓ સાથે કાર્યક્ષમ સુમેળ
 • શાળામા જાહેર પ્રદર્શન બોર્ડમાં શાળાની વિગતો અને રસીદો અને મંજૂરીઓના ખર્ચાઓ મૂકવા
 • શિક્ષક પ્રશિક્ષણમાં સંડોવણી
 • જીલ્લાકીય શિક્ષણ સમિતિના માપ્ગદર્શનો અને દિશાસૂચનો મુજબ EGS અને વૈકલ્પિક અને પ્રગતિશીલ શિક્ષણ કેન્દ્રો માટે શિક્ષણ સ્વયંસેવકો(EVs) ની નિમણૂકમાં સંડોવણી
 • શાળાઓમાં વિશિષ્ટ પ્રસંગો પર VEC બેઠકો પણ આયોજીત કરવામાં આવે છે જેવી રીતે કે સ્વતંત્રતા દિવસ,બાળ દિવસ,ગણતંત્ર દિવસ,રમતગમત દિવસ અને વાર્ષિક દિવસ

શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીનું નિરીક્ષણ

VECs દ્વારા શિક્ષકની હાજરીને ઝણવટથી તપાસવામાં આવે છે.VECs બેઠકોમાં સભ્ય સેક્રેટરી તરીકે હેડમાસ્ટર લાંબી ગેરહાજરીઓને તપાસે છે.HM અને VEC સભ્યો વડિલોને તેમના ઘર પર મળે છે અને તેમના બાળકોને ભવિષ્યમાં ગેરહાજરી વગર શાળાએ મોકલવા માટે સમજાવે છે.

નિર્માણ કાર્યો

પર્યાવરણ અનુકૂળ તત્વોથી વર્ગખંડોના નિર્માણનું કાર્ય VECsને સોંપવામાં આવે છે.સમુદાય BRC ઈમારતો સિવાયના તમામ નિર્માણોની જવાબદારી ઉપાડે છે.સામગ્રીઓની ખરીદીઓ,મફત મજૂરી મેળવવામાંની પારદર્શક પ્રક્રિયાઓનું અનુકરણ કરવા દ્વારા કેટલાયે VECs પૈસાની બચત કરે છે અને સમુદાય પાસેથી નગદ ફાળો અને કૃપા પણ મેળવે છે.બચત કરેલા/મેળવેલા પૈસાનો ઉપયોગ તેઓ વધારાની જોગવાઈઓના નિર્માણમાં કરે છે જેમકે ઓવરહેડ ટાંકી,પગથિયા,ટાઈલ્સની જમીન,વધારાની રૂમમાંની પાણીની સુવિધાઓ,શૌચાલયો ઈત્યાદિ.અને બાળકો માટે ફર્નિચર જેવા અન્ય ખર્ચાઓ માટે.

બાલિકાઓની નોંધણી

બાલિકા શિક્ષણનો સમાવેશ તમામ રાજ્યોમાંના વિશિષ્ટ કેન્દ્રીકરણ સમૂહો હેઠળ કરવામાં આવ્યો છે. KGBV અને NPEGEL એ સ્ત્રી બાળકો માટે અમલીકરણ કરાતાં અન્ય વિશિષ્ટ કાર્યક્રમો છે.VEC એ VER પાસેથી 6-14 વર્ષની ઉંમરના સ્ત્રી બાળકોના નામોની યાદી બનાવે છે.VEC સ્ત્રી બાળકોની બિનનોંધણોની સમસ્યાઓની ચર્ચા કરે છે અને જો સમસ્યા હોય તો વડિલોને તેમની બાલિકાઓને શાળાએ મોકલવા માટે અથવા તેમની KGBVમાં ભરતી કરવા માટે સમજાવે છે.

શાળાની બહારના બાળકો

VEC સભ્યો શાળાની બહારના બાળકોની વસ્તી રજીસ્ટરોના નામોની યાદી કરે છે.આ ઉપરાંત સમિતિના સેક્રેટરી તરીકે હેડમાસ્ટર શાળામાંથી દસ દિવસથી પણ વધારે દિવસ ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓના નામો ઓળખી બતાવે છે.આ બાળકોના વડિલોને તેમના બાળકોને ફરીથી શાળામાં અથવા બ્રિજ અભ્યાસક્રમોમાં ભરતી કરવા માટે મનાવવામાં આવે છે.VECs શાળામાંના પ્રચલિત બાળકોના અવિરત નિરીક્ષણમાં સમાવિષ્ટ થાય છે.

શિક્ષકની નિમણૂક

PTA શિક્ષકનો પગાર VEC દ્વારા તેમના પોતાના ફાળામાંથી ચૂકવવામાં આવે છે. શાળામાં કાયમી હોદ્દાઓ માટે સરકાર દ્વારા શિક્ષકની નિમણૂકો થાય છે.

ઝુંબેશો

VEC દ્વારા દર વર્ષે સમુદાયમાં શિક્ષણના મહત્વ વિશે જાગરૂકતા રચવા હજારો જાગરૂકતા ઝુંબેશો અને ભોજનો આયોજીત કરવામાં આવે છે.સો એ સો ટકા નોંધણીની ખાતરી કરવા માટે ઘેર-ઘેર ઝુંબેશોની જવાબદારી પણ ઉપાડવામાં આવે છે.આ પ્રયોગોએ છેલ્લા પાંચ વર્ષો દરમ્યાન પ્રાથમિક અને ઉપલા પ્રાથમિક વિભાગો બન્નેમાં કુલ નોંધણી દર(NER) માં વાસ્તવિક વધારાના સ્વરૂપમાં હકારાત્મક પરિણામો ઉપજાવ્યા છે.

શાળા સુધાર કાર્યક્રમો

VECs/ PTAs એ સક્રિયપણે સ્વતંત્રતા દિવસ(15મી ઓગસ્ટ),બાળ દિવસ અને ગણતંત્ર દિવસ(26મી જાન્યુઆરી)ની ઉજવણીઓમાં ભાગ લે છે.આવા મહત્વના દિવસો દરમ્યાન બાળકો માટે તેમની સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે નૃત્ય,નાટક,ગાયન,ચિત્રકળા અને નિબંધ પ્રતિયોગીતામાં સ્પર્ધાઓ આયોજીત કરવામાં આવે છે.
2.93506493506
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top