অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાળામાંની માહિતી અને સંચાર તકનીકો

કેન્દ્રીયપણે આયોજીત યોજના “શાળામાંની માહિતી અને સંચાર તકનીકો [ICT]” ને માધ્યમિક તબક્કાના વિદ્યાર્થીઓને આઈસીટી કૌશલ્યો વિકસિત કરવાની તકો પ્રદાન કરવા માટે તેમજ આઈસીટી સહાયતાયુક્ત ભણતરની પ્રક્રિયા માટે ડિસેમ્બર 2004માં પ્રસ્થાપિત કરવામાં આવી હતી.યોજના વિવિધ સામાજીક-આર્થિક અને અન્ય ભૌગોલિક અવરોધોના વિદ્યાર્થીઓમાં ડિજીટલ વિભાજનનો સંબંધ બાંધવા માટેની મુખ્ય પ્રેરક છે.દીર્ઘકાલીન આધાર પર કમ્પ્યુટર લેબો સ્થાપવા માટે યોજના રાજ્યો/Utsને ટેકો પૂરો પાડે છે.પડોશી શાળાઓના વિદ્યાર્થીઓમાં આઈસીટી કૌશલ્યોના પ્રચારને દોરવા માટે અને “તકનીક નિર્દેશકો” તરીકે કાર્ય કરવા માટે કેન્દ્રીય વિદ્યાલયાસ અને નવોદયા વિદ્યાલયાસમાં સ્માર્ટ શાળાઓને સ્થાપવાનો પણ તેનો ઉદ્દેશ છે.

વર્તમાનમાં યોજનાનો અમલ સરકારી અને સરકાર સહાયિત માધ્યમિક અને ઉચ્ચ શાળાઓ બન્નેમાં કરવામાં આવે છે.કમ્પ્યુટરો અને પેરીફીરલો,શૈક્ષણિક સોફ્ટવેર,શિક્ષકોના પ્રશિક્ષણ અને ઈન્ટરનેટ કનેક્ટીવીટી ઈત્યાદિના પ્રબંધ માટે સહાય પૂરી પાડવામાં આવે છે.શાળા શિક્ષણ અને સાહિત્ય વિભાગના સેક્રેટરીના માર્ગદર્શન હેઠળનું પ્રોજેક્ટ મોનીટરીંગ એન્ડ ઈવેલ્યુએશન ગ્રુપ(PM&EG) દ્વારા સુસંગત મંજૂરીઓના આધાર પર રાજ્યો અને અન્ય સંસ્થાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે.

પ્રસ્તાવના

માહિતી અને સંચાર તકનીક (ICT) ને સામાજીક પરિવર્તન અને રાષ્ટ્રીય વિકાસ માટે મહત્વશીલ પ્રેરક તરીકે સાર્વત્રિકપણે સ્વીકૃત કરવામાં આવી છે.જોકે, આઈસીટી સુસજ્જતા અને વપરાશના સ્તરોમાંની વિષમતાઓને ઉત્પાદકતાઓના સ્તરોમાંની વિષમતાઓમાં વ્યક્ત કરી શકાય છે અને તેથી દેશનો આર્થિક વિકાસના દર પર અસર કરી શકે છે.

અવિરત સામાજીક અને આર્થિક વિકાસ માટે પ્રયાસ કરતા દેશો માટે આઈસીટીને સમજવું અને તેનો લાભ ઉઠાવવો એ કટોકટીભર્યુ છે.

ભારત આઈસીટીના વપરાશમાં પ્રચંડ ભૌગોલિક અને વસ્તી વિષયક વિષમતા બતાવે છે.ભારત વિશ્વના સૌથી મોટા આઈસીટી જનબળો ધરાવનારાઓમાંનું એક છે.તકનીકી સમૂહોમાં તમે આઈસીટીનો અધિક વપરાશ જોઈ શકો છો જેવા કે બેંગ્લોર અને ગુરગાઁવ અથવા આવકના ઉપલા મધ્યમ વર્ગોમાં.વાર્તાની બીજી બાજુ એ છે કે દેશનો મોટો ભાગમાં ટેલિફોનના જોડાણનો પણ અભાવ છે.

માહિતી તંત્ર અને સોફ્ટવેર વિકાસ પરનું રાષ્ટ્રીય કાર્યબળ (IT કાર્યબળ)

જુલાઈ 1998માં વડાપ્રધાન દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી,શૈક્ષણિક શાખાઓમાં આઈટીના પરિચય પર વિશિષ્ટ સૂચનો કર્યા છે જેમાં શાળાઓનો પણ સમાવેશ થાય છે સંબંધિત ફકરાંને નીચે ફરી બતાવવામાં આવ્યો છે:

વિદ્યાર્થી કમ્પ્યુટર યોજના,શિક્ષક કમ્પ્યુટર યોજના અને શાળા કમ્પ્યુટર યોજના આકર્ષક નાણાકીય પેકેજો હેઠળ કમ્પ્યુટરો ખરીદવા માટે ઈચ્છુક અનુક્રમે વિદ્યાર્થીઓ,શિક્ષકો કે શાળાઓને સમર્થ કરવા માટે છે.આ યોજનાઓને પહેલોના સમૂહો દ્વારા ટેકો આપવામાં આવશે જેમકે પીસીની કિંમત ઘટાડવી,સરળ હપ્તાકીય બેંકની લોનો,આઈટી કંપનીઓ અને અન્ય વ્યાપારી ગૃહો દ્વારા કમ્પ્યુટર દાન,એનઆરઆઈ સંગઠનો દ્વારા મોટા પાયાપરના કમ્પ્યુટર દાનો,મોટા કદ પરની સોદાની કિંમત આયાતો,બહુપક્ષીય નિધિયનો ઈત્યાદિ.

2003ના વર્ષમાં દેશમાં કમ્પ્યુટરો અને ઈન્ટરનેટ એ શાળાઓ,પોલીટેકનીકો,કોલેજો અને સાર્વજનિક હોસ્પીટલોને સુવાહ્ય કરવામાં આવશે.

સ્માર્ટ શાળાઓની કલ્પના જેમાં શાળાઓમાં માહિતી તંત્ર પર જ માત્ર ભાર મૂકવામાં નથી આવતો,પણ કૌશલ્યો અને મૂલ્યોના વપરાશ પર પણ જે હવે આવનારી શતાબ્દિમાં આત્યંત મહત્વના હશે,તેને દરેક રાજ્યમાં માર્ગદર્શી નિદર્શનાત્મક આધાર પર શરૂ કરવામાં આવશે.ઉદ્દેશો નીચે પ્રમાણે છે:

ઉદ્દેશો

  • ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાંની ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક સરકારી શાળાઓમાં આઈસીટીના વપરાશને પ્રેરિત કરવા માટે સમર્થવાન વાતાવરણને સ્થાપવા માટેનો.આવા સમર્થવાન વાતાવરણની નિર્ણાયક બાબતોમાં પ્રવેશ ઉપકરણોની વ્યાપક ઉપલબ્ધતા,ઈન્ટરનેટ સાથેનું જોડાણ અને આઈસીટી સાક્ષરતાને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે.
  • ખાનગી શાખાઓ અને SIETs મારફતેની શાખાઓ બન્નેમાં પ્રવેશ ઉપકરણો મારફતે અને ઓનલાઈન ગુણવત્તાકીય તત્વોની ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે.
  • શીખવવા અને ભણવા માટે આઈસીટી સાધનોને નિયોજીત કરવા દ્વારા વર્તમાન અભ્યાસક્રમ અને શિક્ષણનું સમૃદ્ધિકરણ.
  • ઉચ્ચત્તમ અભ્યાસ અને લાભકારક રોજગાર માટે ડિજીટલ વિશ્વ માટે આવશ્યક કૌશલ્યો મેળવવા માટે વિદ્યાર્થીઓને સમર્થ કરવા માટે..
  • આઈસીટી સાધનો મારફતે વિશિષ્ટ જરૂરિયાતો સાથેના બાળકો માટે અસરકારક ભણતરનું વાતાવરણ પ્રદાન કરવા માટે.
  • સ્વ-ભણતરનો વિકાસ કરવા દ્વારા નિર્ણાયક વિચારક્ષમતા અને વિશ્લેષણાત્મક કૌશલ્યોને પ્રેરિત કરવા.આ વર્ગખંડ વાતાવરણને શિક્ષક-કેન્દ્રીતથી વિદ્યાર્થી-કેન્દ્રીત ભણતર સુધી પરિવર્તિત કરશે.
  • ઓડીયો-વિઝ્યુઅલ માધ્યમ અને સેટેલાઈટ આધારિત ઉપકરણોની નોકરી સમાવિષ્ટ અંતર શિક્ષણમાં આઈસીટીના વપરાશને પ્રેરિત કરવા માટે.


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate