એ રાજ્ય કે જ્યાં જો તમને ઉચ્ચમ જીવન જીવવાની ઉત્કંભઠતા હોય,જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઇચ્છજતા હોવ, જો તમારૂં ધ્યેજય" વસુધૈવ કુટુંમ્બીકમ્’ હોય તો ",ગુજરાત તમારા માટે જ છે.
વ્યુહાત્મક સ્થળ
દેશના પશ્ચિમી દરિયાકાંઠાથી જોડાયેલું ગુજરાત રાજ્ય જમીની સરહદોથી ઉત્તર તેમજ મધ્યમાં ભારતના રાજ્યો સાથે જોડાયેલું.
પરિવર્તનનો જયઘોષ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ રાજ્યમાં પરિવર્તનનું રણશિંગુ ફુંકાયું છે. જેઓ માને છે ગુજરાતને એક ભવિષ્ય છે. સ્વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે.
ગોરવવંતો માર્ગ આગળ :
ગુજરાત ઉત્કૃષ્ઠતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના ઉચ્ચ શિખરો સર કરી રહ્યું છે. સામાન્ય માનવીના જીવનધોરણમાં બદલાવ આવી રહ્યો છે.
જન શક્તિ
પ્રજાના અધિકાર….
- વિકાસકીય કામોમાં પ્રજાને જોતરવી.
- વિકાસ કોમી એખલાસતા અને વિવાદોના નિરાકરણ માટે ગ્રામ-સભાનુ આયોજનમાં અસરકારક કામગીરી .
- પંચાયત રાજ સંસ્થાઓમાં હરિફાઇ મુકત સર્વ સંમતી પૂર્ણ ચૂંટણીનું આયોજન .
- મહેસુલ નોંધો અને ગામની પંચાયતના તમામ કામકાજો માં કોમ્પ્યૂટર પ્રણાલીનો ઉપયોગ
- પ્રચલિત તહેવારોમાં પ્રજાકીય શકિત યોગદાન દ્વારા ઉજવણી.
- પોતાની આર્થિક પ્રવૃત્તિઓનું સંચાલન મહિલાઓ સ્વયંભૂ રીતે સંગઠીત થઇ કરે તથા અન્ય પ્રશ્નોનું નારી-અદાલત દ્વારા નિવારણ.
જ્ઞાન શક્તિ
જ્ઞાનની શક્તિનો ઉપયોગ અને તેનું મહત્વ.
- શિક્ષણની માળખાકીય સુવિધા પર ખાસ ધ્યાંન કેન્દ્રિ ત કરી શિક્ષકોની તાલીમ અને રાજ્યની તમામ શાળાઓમાં કમ્યુકી ટર પ્રણાલીનો ઉપયોગ.
- સતત બદલાતી તકનિકી પ્રણાલીઓને ધ્યાટનમાં રાખી સમયની માંગ મુજબ નવા અભ્યાુસક્રમોની રજૂઆત.
- બાળકોની શાળામાં ભરતી અને વધુમાં વધુ સ્તરરે તેના ઘડતર માટે ખાસ ધ્યાયન.
- છોકરીઓના શિક્ષણ પ્રત્યેે ખાસ ધ્યારન.
- ગ્રામ્યા સ્તયરે વૈશ્વિક જ્ઞાન મળી રહે તે ઉદ્દેશ્યેથી ચાલુ કરાયેલું અભિયાન.
- છોકરીઓના શિક્ષણ માટે અલાયદુ નાણા ભંડોળ અને વિદ્યાર્થીઓ માટે જીવન વીમા કવચની યોજના.
- છોકરીઓના શિક્ષણ માટે દાનમાં મળેલી ચીજવસ્તુ ઓ જેનું અંદાજીત મૂલ્યવ રૂ. ૩ કરોડથી વધુ.
- રાજ્યમાં ૧૧ નવી યુનિવર્સિટીનું નિર્માણ, ૪૦૦ નવી કોલેજની શરૂઆત, ૧.૨૫ લાખ શિક્ષકોની ભરતી અને ૩૮,૦૦૦ જેટલા નવા વર્ગખંડોના નિર્માણ સાથે ટેકનિકલ શિક્ષણમાં વિદ્યાર્થીઓની બેઠક સંખ્યાશ વધારી બમણી કરાઇ.
- પ્રાથમિક કક્ષાએ શાળા છોડી જનારા બાળકોની સંખ્યાામાં અસરકારક ઘટાડો.
- યુવાનો અંગ્રેજી શિક્ષણમાં રસ લેતા થાય તેવું અભિયાન.
ઊર્જા શક્તિ
- ખોટ ખાતું રાજ્ય સરકારનું ઇલેકટ્રીસિટી બોર્ડનું વ્યવસાયીક ધોરણે સંચાલીત કરી નફો રળતું બનાવાયું.
- નિયત વીજ ભારમાં વધારો.
- તેલ અને કુદરતી વાયુમાં સંશોધન માટે મોટા પાયે ખેડાયેલા સાહસો.
- સમગ્ર રાજ્યમાં કુદરતી વાયુ વહન માટે ૨૨૦૦ કિ.મી. લાંબા માળખાને સ્થાપિત કરાયું.
- તેલ અને કુદરતી વાયુનો ગંજાવર જથ્થો ગુજરાત ભારત તેમજ વિદેશોમાં આરક્ષિત બનાવાયો.
- તમામ ગામડાઓમાં આમ આદમીની જરૂરીયાત માટે વીજળીની ઉપલબ્ધી.
- સમગ્ર દેશમાં સૌથી મોટી પ્રવાહી કુદરતી વાયુ તથા ગઠીત કુદરતી વાયુની માળખાકીય સુવિધા.
- કુદરતી વાયુ આધારીત આર્થિક વ્યવસ્થાપન.
- દેશની ઇંધણ-રાજધાની તરીકે ગુજરાત ઊભરી રહ્યું છે.
જળ શક્તિ
જળ સંચય અને જળ વ્યવસ્થાપન
- ભૂમિગત જળ ભંડાર અને વરસાદી પાણીના વ્યવસ્થાપનમાં વિજ્ઞાની અભિગમ
- એદ્યતન સિંચાઇ તકનિકીનો અમલ
- રાજ્યની મુખ્ય નહેરો સાથે તમામ ગામડાઓનું જોડાણ
- રાજ્યની ૨૧ જેટલી નદીઓનું જોડાણ
- સરદાર સરોવર પરિયોજના બંધથી અંદાજે ૫૦૦ કિ.મી. સુધી પાણી અને વીજળીના લાભો પહોંચાડવામાં પૂર્ણતાના આરે....
- જળ સંચય માટે રાજ્યમાં ખેત-તલાવડીઓ અને ચેક ડેમો અંદાજે ૨.૨૫ લાખ જેટલી બનાવી.
રક્ષા શક્તિ
ભૌતિક, સામાજીક, આર્થિક સુરક્ષામાં વધારો.
- કુદરતી અને માનવ સર્જિત આફતોની અસર ઓછી થાય તેનો વિકાસ કરવો.
- ગુજરાતને પોલિયો મુક્ત કરવું, રક્તપિત મુક્ત કરવું, એચ.આઇ.વી./એઇડ્સ ના દર્દીઓની સંખ્યા ઓછી કરવી.
- નવી યોજના દ્વારા બાળકો અને માતાઓની મૃત્યુનો દર ઘટાડવો.
- ભૂકંપશાસ્ત્ર વિષે સંશોધક વિદ્યાલય બનાવવું.
સ્ત્રોત:
ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.