ભારતના પશ્ચિમી દરિયા કિનારાના ક્ષેત્રમાં ગુજરાત આવેલું છે. તેની ઉત્તર-પશ્ચિમે પાકિસ્તાતન અને રાજસ્થાનની સીમાઓ આવેલી છે. પૂર્વ તરફથી મધ્યપ્રદેશ રાજ્યની સીમાઓ આવેલી છે. તેમજ ગુજરાતના પશ્ચિમ સીમાડે દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના ક્ષેત્રો આવેલાં છે.
ગુજરાત પ્રવાસ-પરિવહનના સુવિધાઓથી સંપન્ન છે જેમ કે:
અમદાવાદનું હવાઇમથક એ ગુજરાતનું મુખ્ય મથક છે. જે દેશના મુખ્ય રાજ્યો સાથે જોડાયેલું છે જેમાં દિલ્હી, મુંબઇ, કોલકતા, ચૈન્નઇ, વગેરે મુખ્ય છે. જેમાં રોજીંદી હવાઇ ઉડાણોની સેવા ઉપલબ્ધ છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય હવાઇમથક ધરાવે છે. જે ‘સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક નામે ઓળખાય છે. વિશ્વ સ્તરે પ્રમુખ દેશો સાથે તેનું જોડાણ છે. રાજ્યમાં આ ઉપરાંત વડોદરા, સુરત, કંડલા, જામનગર, કેશોદ, પોરબંદર, ભાવનગર, ભૂજ અને રાજકોટ ખાતે હવાઇ મથકો આવેલાં છે.
દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાત ૧૬૦૦ કિ.મી.નો સૌથી લાંબો દરિયા કિનારો નો ધરાવે છે. જેમાં અંદાજે ૪૧ જેટલા નાના-મોટા બંદરો આવેલા છે. ( એક મોટું, ૧૧ મધ્યમ કક્ષાના અને ૨૯ નાના બંદરોનો સમાવેશ થાય છે.)
સ્થાનિક હવાઇ મથક |
|||||||||||||||||||
|
ઝડપી સસ્તી અને સરળ રેલ પરિવહન સેવાઓની રાજ્યમાં રેલ પરિવહન ઉપલબ્ધ છે. જે પ્રવાસીઓ તેમજ માલસામાનના પરિવહન માટે સેવારત છે. ગુજરાતના મુખ્ય શહેરો સાથે દેશના અન્ય મુખ્ય શહેરોનું રેલ પરિવહનથી જોડાણ છે. ત્રણ મુખ્ય રેલમાર્ગો રાજ્યમાં કાર્યરત છે.
ગુજરાતમાં અંદાજીત ૭૨,૧૬૫ કિ.મી.ની રોડ પરિવહન સુવિધાઓ છે જે રાજ્ય તેમજ દેશના મહત્વના સ્થાનો સાથે રોડ પરિવહન - તેમજ રેલ રોડ પરિવહનથી જોડાયેલા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૮/એ→ અમદવાદ - લિંબડી - મોરબી - કંડલા સાથે જોડાયેલો
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૮/બી→ બામણબોર-રાજકોટ-ગોંડલ-જેતપુર અને પોરબંદરથી જોડાયેલો.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૮/સી→ ચોટીલા-ગાંધીનગર-સરખેજથી જોડાયેલા
એકસપ્રેસ ધોરી માર્ગ નંબર-૧ અમદાવાદ-વડોદરા વચ્ચેનો કાર્યાન્વિત છે.
રાજ્યમાં ૧૬૦૦ કિ.મી.નો લાંબો દરિયાકિનારો આવેલો છે. જેના પરિણામે થતા જળ પરિવહન વ્યવહાર અને પરિવહનના દરિયાઇ કામકાજો ગુજરાતમાં મોટા પ્રમાણમાં થાય છે.
ગુજરાતમાં તમારા પ્રવાસ માટે તમારી જરૂરિયાત મુજબ, તમારા પ્રવાસના વધુ આનંદ-પ્રમોદ માટે ઉતારા માટેની શ્રેષ્ઠ વ્યવસ્થા તમે પ્રાપ્ત કરી શકો છો. રાજ્યમાં ઉત્તમ સગવડો સાથે શ્રેષ્ઠ સરભરા આપતી અનેકવિધ હોટલો છે. તમારી જરૂરિયાત તેમજ તમારા અંદાજ પ્રમાણે પ્રવાસન સુવિધાઓ ગુજરાતમાં ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ શ્રેણીની સ્ટાર હોટલો તમને ઉત્કૃષ્ટ આવાસ સુવિધાઓ પ્રદાન કરે છે.
સ્ત્રોત: ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020