ગુજરાતમાં પ્રવાસે આવવાનું મન કેમ થાય ? કારણકે......... અહીં
ભારતમાં ગુજરાત તેની આગવી શૈલી અને સંસ્કૃતિથી સૌથી અલગ ઉભરી આવતું રાજ્ય છે. ગુજરાત પાસે હડપ્પન સંસ્કૃતિથી શરૂ કરી મોગલ સામ્રાજ્ય સુધીનો ભવ્ય ઐતિહાસિક વારસો છે. ગુજરાતનો પ્રવાસ સિમાડાથી ક્ષિતિજના સૌંદર્યનો અનંત પરંપરાગત અને ઐતિહાસિક સાંસ્કૃતિનો સ્પર્શ કરાવે છે.
‘ગુજરાતની કૂખે અનેકવિધ વિભૂતિઓ જન્મી છે. સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વાતંત્ર્યવીરોમાં મોહનચંદ કરમચંદ ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ વગેરે કે જેઓએ આઝાદીના જંગમાં લડત આપી. અહિંસા, ભાઇચારો, બીજા પ્રત્યે માન તેમજ રાષ્ટ્ર ભક્તિના પાઠો ભારતીયજનોને શિખવાડ્યા.
૪૫૦૦ વર્ષથી પણ વધુ સમયનો ભવ્ય ઇતિહાસ ધરાવતા ગુજરાતે અનેકવિધ સાંસ્કૃતિક સભ્યતાને પોતાના ખોળે ઉછેરી છે. આ ભવ્ય પરંપરાની સાક્ષી રૂપે ગુજરાતમાં અદ્વિતીય ઐતિહાસિક અને પુરાતત્વીય ઇમારતો આવેલી છે. લોથલ હડપ્પન, પાલિતાણા મંદિરોના નિર્માણ દ્વારા તેની ધાર્મિક સંસ્કૃતિને ગવાહી પુરે છે. જૂનાગઢમાં બૌદ્ધ ઋષિઓની ગુફાઓ આવેલ છે.
સ્ત્રોત: ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/5/2020