অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જવાહર બાલ આરોગ્ય રક્ષા

જવાહર બાલ આરોગ્ય રક્ષા

14મી નવેમ્બર 2010ના જવાહર બાલ આરોગ્ય રક્ષાના નામ હેઠળ આ રીતે સરકાર રાજ્યભરમાં શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરવાનો આદેશ આપ્યો.જવાહર બાલ આરોગ્ય રક્ષાનું (JBAR) પ્રક્રિયાત્મક નામ બાળ આરોગ્ય સુધાર કાર્યક્રમ(CHIP) રહેશે

કાર્યક્રમના ઉદ્દેશો નીચે મુજબ છે

  1. વિદ્યાર્થી આરોગ્ય રેકોર્ડ (SHR)ના નિર્ગમનને અનુસરવા દ્વારા શાળામાં ભણતા તમામ બાળકોનું સ્વાસ્થય પરીક્ષણ
  2. 5 થી 7 વર્ષની ઉંમરના તમામ બાળકો માટે ડીપીટી બુસ્ટર રસી અને 10 થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે ટીટી બુસ્ટર રસીનો પ્રબંધ
  3. તમામ બાળકોને વર્ષમાં બે વાર ડીફોર્મીંગની દવાઓ અને વિટામીન-એ અને ડી અને એનેમીયા ધરાવતા બાળકોને આયર્ન અને ફૉલીક એસિડની ગોળીઓ આપવી
  4. તમામ સૂક્ષ્મ બિમારીઓની સારવાર,જેમાં અપોષણ,ખાજ,જંતુનો ચેપ ઈત્યાદિનો સમાવેશ થાય છે.
  5. વિશેષજ્ઞોના નિરીક્ષણ,યોગ્ય તપાસો,રોગની સારવાર અને અનુસરણ માટેની યોગ્ય સુવિધા માટે માધ્યમિક અને તૃતીય સંભાળની આવશ્યકતાવાળા બાળકોને તપાસ માટે મોકલવા
  6. રોગોના અટકાવ અને આરોગ્યના વિકાસ માટે આરોગ્ય શિક્ષણ,જીવન-કૌશલ્યો અને વ્યવહારાત્મક પાઠોનું એકીકરણ; અને
  7. શિક્ષકો અને શાળાના અન્ય અધિકારોઓ માટે આરોગ્ય તપાસણી અને આરોગ્ય પ્રચાર સાથે આહાર શિક્ષણનું એકીકરણ

જવાહર બાલ આરોગ્ય રક્ષા રાજ્યમાંની સરકાર અને સરકાર સહાયિત 46,823 શાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 85,32,635 બાળકોને આવરશે.તમામ બાળકોનું પરીક્ષણ અને પૂર્વે-હયાત રોગો સાથે તેઓની તપાસને વર્તમાન શૈક્ષણિક વર્ષના અંત પહેલા પૂરી કરી દેવામાં આવશે, મંડળ અને જીલ્લાકીય સ્તરો પર આખરી રૂપ આપવા માટે યથાર્થપણે વિગતવાર સમયપત્રકનું પાલન કરવામાં આવે છે.પીએચસી મેડીકલ ઓફીસર અને ઓફથેલ્મીક ઓફીસર સમાવિષ્ટ પેરા મેડીકલ સ્ટાફની ટીમની દોરવણી હેઠળની શાળા આરોગ્ય ચીમ દ્વારા દરેક શાળાની મુલાકાત લેવામાં આવશે,પૂર્વે નિયત અંદાજપત્રને યથાર્થપણે અનુસરીને 1લી ડિસેમ્બર 2010 અને 10 માર્ચ 2011 વચ્ચે શાળામાંના પ્રત્યેક પ્રત્યેક બાળકનું પરીક્ષણ કરવા માટે.

ડૉક્ટર દ્વારા વિગતવાર શારિરીક પરીક્ષણ પછી દરેક બાળકનો વિદ્યાર્થી આરોગ્ય રેકોર્ડ (SHR) નિર્ગમિત કરવામાં આવશે. વિદ્યાર્થી આરોગ્ય રેકોર્ડ એ વ્યાપક દસ્તાવેજ છે જે પાંચ-વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે અને તેમાં વિદ્યાર્થીના જીવનમાં થયેલા તમામ આરોગ્ય પ્રસંગોની વિગતોનો સમાવેશ કરવામાં આવશે.SHR, જે શિક્ષકની રખેવાળી હેઠળ શાળામાં કાયમ રહેશે તેને બાળકને જ્યારે આગળની તપાસ અને સારવાર માટે હોસ્પીટલના જવાની જરૂર પડે ત્યારે વિદ્યાર્થીના વડીલ/વિદ્યાર્થીને આપવામાં આવશે. SHRનું વહન કરતાં વિદ્યાર્થીને તપાસ અને સારવાર માટે તમામ APVVP અને શિક્ષણ હોસ્પીટલોમાં નિશ્ચિત અગ્રતા આપવામાં આવશે.શાળાના બાળકો માટે તમામ સરકારી હોસ્પીટલોમાં અલગ કાઉંટર અને રજીસ્ટરની સ્થાપના કરવામાં આવશે.બાળકોનું ડી-વોર્મીંગ અને તેઓને વિટામીન-એ અને ડી આપવાની સાથે,જો કોઈપણ સૂક્ષ્મ બિમારીઓ હશે તો તેનું નિદાન પરીક્ષણ કરતાં ડૉક્ટર મારફતે કરવામાં આવશે.

સંપૂર્ણ માહિતી માટે અહિંયા ક્લિક કરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate