অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઇન્દિરા ગાંઘી માતૃત્વ સહયોગ યોજના

ઇન્દિરા ગાંઘી માતૃત્વ સહયોગ યોજના (આઇજીએમએસવાય) ૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે, જે અંતર્ગત રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને સંપૂર્ણ ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ઘ કરાવવામાં આવે છે. આ યોજના પાયલોટ ધોરણે દેશના ૫૩ જિલ્લાઓમાં ૨૦૧૦-૧૧ માં શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાતમાંથી ભરૂચ અને પાટણ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આઇજીએમએસવાય યોજનાનું અમલીકરણ આઇસીડીએસના પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા કરવામાં આવે છે. આ યોજનાના અમલીકરણનું કેન્દ્રબિંદુ આંગણવાડી કેન્દ્ર છે.

યોજનાનો હેતું :-

સગર્ભા અને ધાત્રી માતાઓ તથા તેમના નવજાત શિશુઓના આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધાર લાવવો.

  • ગર્ભાવસ્થા, સલામત બાળજ્ન્મ અને બાળકોને સ્તનપાન કરાવવામાં આવે તે સમય દરમ્યાન કાળજી અને સેવાઓના ઉપયોગમાં સુધાર લાવવો.
  • મહિલાઓને નવજાત શિશુ અને નાના બાળકોને પોતાનું દૂધ પીવડાવવા માટે પોત્સાહિત કરવી. જેમાં બાળકોને જન્મના પહેલા છ મહિના ફ્કત માતાના દૂધ પર જ ઉછેરવાનો સમાવેશ થાય છે.
  • સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણના સ્તરમાં સુધારો થાય તે માટે તેમને રોકડ સહાય આપવી અને સક્ષમ વાતાવરણ નિર્માણમાં યોગદાન આપવાનો છે.

(આ યોજનાનો હેતુ સગર્ભા મહિલાઓને તેમની રોજગારીના નુકશાનનું અંશત: વળતર આપવાનો છે. જેનાથી સગર્ભા મહિલા સગર્ભાવસ્થા દરમ્યાન કામના દબાણ હેઠળ ન રહે અને પ્રસૂતિ પહેલા અને પછી પૂરતો આરામ લઇ શકે.)

લક્ષિત લાભાર્થીઓ :-

  • સગર્ભા અને બાળકોને સ્તનપાન કરાવતી ૧૯ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને તેમના બે જીવિત બાળકોના જન્મ સુધી જ લાભ મળવાપાત્ર છે. કેન્દ્ર અને રાજય સરકારના સરકારી કે અર્ધ સરકારી કર્મચારી હોય અને પ્રસૂતિ સબબની રજાઓના લાભ મેળવતા હોય તેવી ગર્ભવતી મહિલા / ધાત્રી બહેનોને આ લાભ મળવાપાત્ર નથી. આવા કર્મચારીઓની પત્નીઓને પણ આ લાભ મળવાપાત્ર નથી.

લાભાર્થીઓની નોંધણી :-

  • આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાએ પોતાની જાતે આંગણવાડી કેન્દ્ર ખાતે ઈન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના હેઠળ નોંધણી કરાવવાની રહેશે.

ચુકવણીની રકમ અને તેની શરતો:-

  • લાભાર્થીને કુલ રૂ. ૬૦૦૦/- ની સહાય બે હપ્તામાં ચૂકવવામાં આવે છે. (રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-ર૦૧૩ પ્રમાણે સુઘારેલા ઘારા-ઘોરણો અનુસાર) આ માટે લાભાર્થીને કેટલીક નિયત કરેલી શરતો પૂરી કરવાની રહેશે.

પ્રથમ હપ્તો

  • પ્રથમ હપ્તો :- રૂ. ૩૦૦૦/- સગર્ભાવસ્થાના છ મહિના પૂર્ણ થયા બાદ ચૂકવવામાં આવશે. આ હપ્તાની રકમ મેળવવા માટે નીચે જણાવેલી શરતો પૂર્ણ કરવી જરૂરી છે.
  • સગર્ભા બહેનોએ સગર્ભાવસ્થાના પ્રથમ ૪ મહિનાની અંદર આંગણવાડી / આરોગ્ય કેન્દ્ર પાસે સગર્ભા હોવા અંગેની નોંધણી કરાવવી.
  • ઓછામાં ઓછા બે સલાહ સત્રો (ANC Counselling) માં હાજરી આપવી અને આયર્નની ગોળી તથા ધનુરની રસી લેવી.

બીજો હપ્તો

રૂ. ૩૦૦૦/- બાળ જન્મના છ મહિનાના અંતે ચૂકવવામાં આવશે. આ હપ્તાની રકમ મેળવવા માટે નીચે જણાવેલી તમામ શરતો પૂર્ણ કરવી જરૂરી છે.

  • બાળ જન્મની નોંધણી કરાવવી.
  • બાળકને બીસીજી પેન્ટાવેલેન્ટ-૧, ર અને ૩ તથા પોલિયોની રસી આપવામાં આવેલ હોય.
  • બાળજન્મ પછીના ત્રણ માસમાં માતાએ ઓછામાં ઓછું ત્રણ વખત વૃઘ્ઘિ દેખરેખ તથા નવજાત શિશુ / નાના બાળકને સ્તનપાન કરાવવાના (IYCF) સત્રમાં હાજરી આપી આપી હોવી જોઇએ.
  • માતા દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા અનુસાર બાળકને પ્રથમ છ માસ માટે ફકત માતાના દૂઘ પર ઉછેરવું અને બાળકને છ માસ પૂરા થાય ત્યારે પૂરક ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું હોય.

 

આવરી લીધેલ લાભાર્થીઓની વિગત

ક્રમ

વર્ષ

લાભાર્થીઓનો લક્ષ્યાંક

આવરી લીઘેલ લાભાર્થીઓની સંખ્યા

ર૦૧૧-૧ર

ર૯૧૩પ

ર૪પ૪૮

ર૦૧ર-૧૩

ર૯૮૭પ

ર૬રર૬

ર૦૧૩-૧૪

ર૮પ૦૮

રર૯૮ર

ર૦૧૪-૧૫

૩૦૫૬૦

૨૩૨૬૨

સ્ત્રોત : મહિલા અને બાળ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/7/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate