ક્રમ |
યોજના |
સહાયની વિગત |
કોને મળવાપાત્ર |
જરૂરી દસ્તાવેજ |
અમલીકરણ કર્મચારી/શાખા |
૧ |
૨ |
૩ |
૪ |
૫ |
૬ |
૧ |
વિદ્યાદિપ વિમા યોજના |
ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થતા રૂા. ૫૦,૦૦૦/-સુધીનું વળતર વાલીને મળે છે. |
સરકારી પ્રા.શા.માં ધો. ૧ થી ૮માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ |
૧, મરણનું પ્રમાણપત્ર. ૨, પોલીસ પેપર્સ જેવાકે ૩, પી.એમ. રીપોર્ટ. ૪, ઈન્ડિમ્નિટી બોન્ડ વગેરે |
શ્રી અરૂણ આઈ. પટેલ જુ.કલાર્ક જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી, જુનાથાણા |
૨ |
વિદ્યાલક્ષ્મી બોન્ડ |
ધો. ૧ માં સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર કન્યાઓને રૂા. ૨૦૦૦/-નો બોન્ડ આપવામાં આવે છે. જે ધોરણ ૮ નો અભ્યાસ પૂર્ણ કરતાં વ્યાજ સહિત રકમ મળે છે. |
૫૦% સાક્ષરતા દર ધરાવતા ગામો તથા શહેરી વિસ્તારમાં વસ્તા બી.પી.એલ. કાર્ડ ધારકોની કન્યા ધો. ૧ માં સરકારી પ્રાથમિક શાળામાં કન્યા પ્રવેશ મેળવે ત્યારે રૂા. ૨૦૦૦/-નો બોન્ડ આપવામાં આવે છે. |
૧, બી.પી.એલ. કાર્ડ, ૨, જન્મનું પ્રમાણપત્ર, ૩, ૫૦ % સાક્ષરતા દર ધરાવતા ગામોની યાદી. |
શ્રી અરૂણ આઈ. પટેલ જુ.કલાર્ક જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી, જુનાથાણા |
૩ |
ખાનગી શાળામાં RTE અંતર્ગત પ્રવેશ |
આ યોજનામાં ખાનગી પ્રાથમિક શાળામાં ધો. ૧ માં પ્રવેશ મેળવનાર બાળકો પૈકી ૨૫ ટકા બાળકો મફત પ્રવેશ મેળવી શકે છે. જેમાં શાળાની વાર્ષિક ફી રૂા. ૧૦,૦૦૦/- સુધી સરકારશ્રી દ્વારા ધોરણ ૮ના અભ્યાસ સુધી શાળાને મળે છે. વિદ્યાર્થીને વાર્ષિક રૂા. ૩,૦૦૦/- સુધીની સહાય અભ્યાસને આનુંસાંગીક વસ્તુઓ ખરીદવા માટે મળે છે.
|
અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળ મજૂર/ સ્થળાંતરી મજૂરના બાળકો, મંદબુદ્ધિ/ સેરેબ્રલ પાલ્સી, ખાસ જરૂરીયાતવાળા બાળકો વિકલાંગ શારીરિક રીતે, HIV થી અસરગ્રસ્ત બાળકો, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., બી.પી.એલ. બાળકો તેમજ જનરલ કેટેગરીના બાળકો કે જેમના વાલીની આવક ૬૮,૦૦૦/- સુધી હોય. |
૧, જન્મનું પ્રમાણ પત્ર, ૨, જાતિ-આવકનો દાખલો, ૩, આધારકાર્ડ, ૪, બેંક એકાઉન્ટની નકલ, ૫, રેશન કાર્ડની નકલ વગેરે |
શ્રી અરૂણ આઈ. પટેલ જુ.કલાર્ક જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી, જુનાથાણા |
૪ |
શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ |
જેમા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાને રૂા. ૫,૦૦૦/-, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાને રૂા. ૧૫,૦૦૦/- , રાજ્ય કક્ષાએ રૂા. ૫૧,૦૦૦/- નું રોકડ પૂરસ્કાર, શાલ તથા પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવે છે. |
પ્રાથમિક શાળાના શિક્ષક/આચાર્ય, બી.આર.સી., સી.આર.સી., મદદનીશ શિક્ષણ નિરીક્ષકને મળવા પાત્ર. |
૧૫ વર્ષનો અનુભવ હોવો જોઈએ |
શ્રી વિ. એમ. પટેલ, નાયબ ચિટનીશ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી, જુનાથાણા |
સ્ત્રોત : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, નવસારી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/14/2019