નર્મદા જિલ્લા પંચાયત વિસ્તારના ગામોની પ્રાથમિક શાળાઓ ચલાવવી તેના પર દેખરેખ રાખવી, શિક્ષકોની નિમણુંક કરવી, પાંચ વર્ષ પુર્ણ કરનાર બાળકોનું નામાંકન કરી પ્રવેશ આપવો, શિક્ષણની ગુણવતાનું સ્તર ઉંચું લાવવા શાળાઓનું નિરીક્ષણ કરવું, તાલીમ વર્ગો ચલાવવા, શાળાઓ માટે ભૌતિક તથા માનવ સંપતિબળ પુરૂ પાડવું, શિક્ષકોના પગારો કરવા, શિક્ષકોની કામગીરી પર દેખરેખ રાખવી, જિલ્લાનો સાક્ષરતા દર ઉંચો લાવવા સહિયારા પ્રયત્નો કરવા વગેરે.
જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં આંતરિક, પે.સેન્ટર, તાલુકા,જિલ્લા કક્ષાની રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવું તથા રમતવીરોને પોતાના કૌશલ્યો વિકસાવવા પુરતી તક પુરી પાડવા જરૂરી પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
શાળા કક્ષાએ વિવિધ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી, શાળા સ્થાપના દિન, શાળા પ્રવેશોત્સવ, વાલી સંમેલન, શિક્ષક દિન તેમજ અન્ય ઉજવણીના દિવસો દરમ્યાન સાંસ્ક્રુતિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે
જિલ્લાના તમામ બી.આર.સી.,સી.આર.સી.લેવલે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરી પ્રાથમિક શાળાના શિક્ષકોને કોમ્પ્યુટર જ્ઞાન મળી રહે તે માટે તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે.જિલ્લાની ધણી બધી શાળાઓમાં દાતાઓ પાસેથી કોમ્પ્યુટરનું દાન મેળવી વિઘાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવાનો પ્રબંધ કરવામાં આવેલ છે.
મેગેજીન
વિઘાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહયું છે.જિલ્લાની 688 શાળાઓ પૈકી 681 શાળાઓમાં વિજળીકરણ, 688 શાળાઓમાં સેનિટેશન, 676 શાળાઓમાં પીવાના પાણીની સુવિધા, 603 શાળાઓને કંમ્પાઉન્ડ વોલ, રમત-ગમતના મેદાનની સુવિધા છે. શિક્ષકોના સેટઅપનાપ્રમાણમાંછે.
જિલ્લાની કુલ 688 શાળાઓ પૈકી ધો.૧ થી ૩ ધોરણ વાળી-0, ધો.૧થી૪ ધોરણવાળી-0 ,ધો.૧થીપ ધોરણવાળી – 286 ,ધો.૧થી૬ ધોરણવાળી- 01 ,ધો.૧થી ૭ ધોરણવાળી-140,ધો.6 થી8-261,શાળાઓ આવેલ છે.
જિલ્લાના કુલ-2889 શિક્ષકો પૈકી 1094 વિઘા સહાયકો ફરજ બજાવે છે.1094 પૈકી 127 વિઘા સહાયકોને નિયમિત કરવામાં આવેલ છે
પ્રાથમિક શાળાઓ |
૬૮૮ |
માઘ્યમિક શાળાઓ |
૦ |
ઉચ્ચતર માઘ્યમિક શાળાઓ |
૦ |
પી.ટી.સી.કોલેજો |
૦ |
પોલીટેકનીક કોલેજ |
૦ |
આર્ટસ,કોમર્સ,સાયન્સ કોલેજ |
૦ |
ઔઘોગીક તાલીમ સંસ્થા |
૦ |
સ્ત્રોત :નર્મદા જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020