દાહોદ આદિજાતીની વસ્તી તથા ડુંગરાળ અને જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વિસ્તારની ફષ્ટિએ ૩૮૬૬ ચોરસ કિમી સાથે રાજયના કુલ વિસ્તારનો ૪.૪ ટકા વિસ્તાર રોકે છે. જિલ્લાની ઉત્તર સીમા સાબરકાંઠા અને રાજસ્થાન, ૫શ્ચિમ સીમા બરોડા અને ખેડા, દક્શિન સીમા બરોડા અને મઘ્યપ્રદેશ તથા પૂર્વ સીમા મઘ્યપ્રદેશને અડકે છે. જિલ્લાની મોટા ભાગની જમીન સરેરાશ દરિયાની સપાટીથી ર૦૦ મીટર ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની જમીન મોટે ભાગે બિનવર્ગીકૃત જંગલ વિસ્તાર તથા સિંચાઈની સુવિધા વગરની છે.
આમ કુલ વસ્તી ૧૬,૩૬,૪૩૩ વસ્તી - અનુસુચિત જાતિ ૩ર,૮૮૪ (કુલ વસ્તીના ર.૦૧%), વસ્તી - અનુસુચિત જનજાતિ ૧૧,૮ર,૫૦૯ (કુલ વસ્તીના ૭ર.૩૧%), તાલુકાની સંખ્યા ૭, ગામની સંખ્યા ૬૯૭, શહેરોની સંખ્યા ૪, ગ્રામપંચાયત ની સંખ્યા ૪૫૯ છે.
દાહોદ જિલ્લામાં સાક્ષરતા દર પુરૂષ - ૫૯.૪૫ સ્ત્રી - ૩૧.૭ મળી કુલ ૪૫.૬૫ છે.
પ્રાથમિક શિક્ષણને લગતી તમામ કામગીરી જેવી કે શિક્ષકોનુ મહેકમ, શિક્ષકોની ભરતી બદલી, શિક્ષકશ્રીઓના ૫ગાર, પેન્શન, શાળાના બાંધકામ તથા ભૌતિક સુવિધા આ૫વામાં આવે છે.
શાળા કક્ષાએ તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ વિવિધ પ્રકારની રમત યોજી ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
૧૫ મી ઓગષ્ટ, ર૬ મી જાન્યુઆરી, પ્રવેશોત્સવ દરમ્યાન શાળાઓમાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેવી કે રાસ-ગરબા, નાટક, એકપાત્રીય અભિયન વગેરે યોજવામાં આવે છે.
જિલ્લામાં ૩૫ જેટલી પ્રા.શાળાઓમાં કોમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવેલ છે. જેના ઘ્વારા શિક્ષકોને કોમ્પ્યુટર તાલીમ આપી બાળકોને કોમ્પ્યુટર જ્ઞાન આ૫વામાં આવે છે. એન.પી.જી.ઈ.એલ. અંતર્ગત ૯૫ શાળામાં કોમ્પ્યુટર આ૫વામાં આવેલ છે. જેના ઘ્વારા કોમ્પ્યુટરની તાલીમ બાળકોને આ૫વામાં આવે છે.
ટ્રાયબલ સબપ્લાન, એસ.એસ.એ.એમ. અને ઓ૫રેશન બ્લેક બોર્ડ યોજના અંતર્ગત શાળામાં વિવિધ પ્રકારના ૫ુસ્તકો આ૫વામાં આવેલ છે. જેનો લાયબ્રેરીમાં બાળકો માટે વાંચવામાં ઉ૫યોગ કરવામાં આવે છે.
પાઠયપુસ્તક મંડળ ગાંધીનગર ઘ્વારા જિલ્લાના ધો.૧ થી ૭ માં અભ્યાસ કરતા તમામ બાળકોને વિનામૂલ્યે પાઠયપુસ્તક દર વર્ષે પુરા પાડવામાં આવે છે.
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને એસ.એસ.એ. ઘ્વારા શાળાઓમાં વિવિધ પ્રકારના જેવા કે જીવન શિક્ષણ અંક, બાલસૃષ્ટિ, જ્ઞાનગમ્મત, ગણીત ગમ્મત જેવા વિવિધ પ્રકારના મેગેઝીનો આ૫વામાં આવે છે. જેનો ઉ૫યોગ બાળકો વાંચવા માટે કરે છે.
પ્રા.શાળામાં ૧૦૦% બાળકો દાખલ થાય અને તે તમામ બાળકો શાળામા ટકી રહે તદઉ૫રાંત શાળામાં દાખલ થયેલ બાળકોને ઉચ્ચ ગુણવતાવાળુ શિક્ષણ પુરુ પાડવા માટે જિલ્લા શિક્ષણ સમિતિ, જી.સી.ઈ.આર.ટી., ગ્રામ શિક્ષણ સમિતિ, વગેરે પુરતા પ્રયત્નો કરે છે. જેમા શિક્ષકોને તાલીમ આ૫વી, શૈક્ષણિક સાહિત્ય આ૫વુ, શૈક્ષણિક સાધનો તૈયાર કરાવવા, અભ્યાસક્રમના આયોજન મુજબ કામગીરીની દેખરેખ કરવી, બાળકોની વિવિધ પ્રકારની ૫રિક્ષાઓ લેવી, મુલ્યાંકન કરવુ વગેરે જેવી કામગીરી કરવામાં આવે છે.
દાહોદ જિલ્લા પચાયત હસ્તકમાં વિસ્તારોમાં આવેલ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓ ચલાવવી,વિસ્તારને અનુરૂપ નવી શાળાઓ ખોલવી તેના પર નિયંત્રણ અને દેખરેખ રાખવી,શિક્ષકોની નિમણુક કરવી, પાંચ વર્ષ પુર્ણ કરનાર બાળકોનો નામાંકન કરી પૂવેશ આપવો, કન્યા કેળવણીને ઉત્તેજન આપવું, સરકારશ્રીની વિવિધ શિક્ષણની યોજનાઓનો અમલ કરવો, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષકોને તાલીમ આપવી,વિવિધ તાલીમ વર્ગો ચલાવવા,શાળાની ભૌતિક સુવિધા ઉભી કરવી, શિક્ષકોના પગાર કરવા, શિક્ષકોની કામગીરી પર દેખરેખ રાખવી, વિદ્યા લક્ષ્મી બોન્ડ,વિદ્યાદીપ યોજના, સાક્ષરતા દીપ યોજના, કન્યા કેળવણી અને શાળા પૂવેશ ઉત્સવની ઉજવણી કરવી, જિલ્લાનો સાક્ષરતા દર વધે તેવા પૂયત્નો કરવા વિજ્ઞાન મેળા, રમતોત્સવ,બાળમેળા, બાળ પૂતિભા સ્પર્ધા,ગણિત મંડળો વિગેરે ઘ્વારા બાળકોના સર્વાગી વિકાસ માટે સહઅભ્યાસ પૂવૃત્તિ સહિત વિવિધ પૂવૃત્તિઓનું આયોજન કરવું . આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાનની વિવિધ યોજનાઓ ઘ્વારા શેરડી કામદારના બાળકો, ઈંટ -ભઠ્ઠાના મજુરોના બાળકો માટે વૈકલ્પિક શાળા ઘ્વારા બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કામગીરી કરવામાં આવે છે .
|
||||||||||||||
|
||||||||||||||
|
||||||||||||||
|
||||||||||||||
|
સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020