રાષ્ટ્રકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડી ભાઈઓ/બહેનોને વેકેશન દરમ્યાન ધનિષ્ઠ તાલીમ મળી રહે તે માટે દર વર્ષે માહે. એપ્રિલ/મે માસમાં ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન હાથ ધરવામાં આવે છે.
વર્ષ 2011-12 માં એસ.એ.જી દ્વારા તા.25-4-11 થી તા.25-5-11 દરમ્યાન 18 રમતોના ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં કુલ.275 ખેલાડી ભાઈઓ/બહેનોએ ભાગ લીધેલ હતો.
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીઓ ખાતે વૈજ્ઞાનીક ઢબે વિનામૂલ્યે તાલીમ મળી રહે તે માટે 21 દિવસના "વેકેશન કોચીંગ કેમ્પ" નું આયોજન કરવામાં આવે છે.
વર્ષ 2011-12 માં રાજયનાં તમામ 26 જિલ્લાઓમાં યોજવામાં આવેલ આ વેકેશન કોચીંગ કેમ્પમાં કુલ- 2150 ખેલાડી ભાઇઓ /બહેનોએ ભાગ લીધેલ હતો. વેકેશન કોચીંગ કેમ્પમાં ભાગ લેનાર ખેલાડીઓને વિનામુલ્યે પ્રશિક્ષણ ઉપરાંત, કેમ્પ દરમ્યાન સવાર-સાંજ પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે.
ઉનાળાના વકેશનમાં રાષ્ટ્રીય રમતવીરો માટે યોજાતા સધન પ્રશિક્ષણ કેમ્પના ભાગ રૂપે ક્રિકેટરો માટે દિવાળી સધન પ્રશિક્ષણ કેમ્પ યોજવામાં આવે છે. વર્ષ. 2011-12 દરમિયાન આ કેમ્પ અમદાવાદ, પોરબંદર, ભૂજ, રાજકોટ, ભરૂચ બનાસકાંઠા, જામનગર, ભાવનગર તથા વડોદરા જિલ્લાઓમાં યોજવામાં આવેલ હતો અને તેમાં કુલ-200 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ યોજનાને સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગ, ગાંધીનગરના તા.17/07/2000 ના ઠરાવથી મંજુરી આપવામાં આવેલ છે.
રાજયની સૌથી પ્રચલિત એવી ક્રિકેટ રમતને શાળાકીય કક્ષાએ યોગ્ય વિકાસ થાય. પ્રતિભાશાળી યુવાન ક્રિકેટરો રાજયને મળે તેવા ઉદ્રેશયોથી આ યોજના સાર્થક બની રહી છે. આ સ્પર્ધામાં રાજયના તમામ જિલ્લાઓના સ્પર્ધકો ભાગ લે છે. જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ રમતવીરોને પ્રદેશકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળે છે અને પ્રદેશ કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રમતવીરોને રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળે છે આમ, લોક પ્રિય ક્રિકેટ રમતમાં ચુનંદા તેમજ નવોદિત યુવાન ક્રિકેટરો રાજયને પ્રાપ્ત થશે અને રાજયનું ગૌરવ વધારશે.
વર્ષ 2011-12 માં જિલ્લાકક્ષાએ 3987 ખેલાડીઓએ ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે.
સ્થાનિક રીતે એસ.એ.જી ગુજરાતની શાળાઓના બાળકોને અને રમતવીરને પાંચ મુખ્ય રાષ્ટ્રીય ફોરમમાં ભાગ લેવામાં સહાયરૂપ થાય છે. એસ.જી.એફ.આઈ રમતો (સ્કુલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) રાષ્ટ્રીય ગ્રામીણ રમતો (ભારતીય ખેલકૂદ પ્રાધિકરણ આયોજિત), રાષ્ટ્રીય મહિલા રમત મહોત્સવ (ભારતીય ખેલકૂદ પ્રાધિકરણ આયોજિત), સુબ્રટો મુખર્જી કપ ફોર ફુટબોલ (ભારતીય હવાઈ કમ સ્પોર્ટસ કંટ્રોલ બોર્ડ પુરસ્કૃત સુબ્રટો મુખર્જી સ્પોર્ટસ એજયુકેશન સોસાયટી આયોજીત) અને જવાહરલાલ નહેરૂ કપ ફોર હોકી (જે.એલ. નહેરૂ હોકી ટુર્નામેન્ટ સોસાયટી આયોજિત) આ પૈકી એસ.જી.એફ.આઈ, સુબ્રટો અને નહેરૂ કપ ટુર્નામેન્ટ શાળાના બાળકો (19 થી ઓછી વય) માટે જ છે. જયારે ગ્રામિણ અને મહિલા રમતો શાળા આધારીત નથી પરંતુ સર્વને માટે છે. જો કે ગ્રામિણ રમતો ફકત 18 વર્ષથી ઓછી વયના માટે જ છે જયારે મહિલા રમતોત્સવ માટે ઉંમરની કોઈ મર્યાદા નથી.
વર્ષ 2011-12 માં રાષ્ટ્રણકક્ષાની વિવિધ સ્પાર્ધાઓમાં ભાગ લેનાર ગુજરાત રાજયના ખેલાડીઓની રમત વાઈઝ માહિતી નીચે મુજબ પત્રકમાં આપેલ છે. (31-3-2011 ની સ્થિતિએ)
વર્ષ 2011-12 માં રાષ્ટ્રેકક્ષાએ ભાગ લીધેલ શાળાકીય, ગ્રામીણ અને મહિલા રમતોત્સરવ ના ખેલાડીઓની સંખ્યાં નીચે મુજબ છે.
ક્રમ |
રમત |
ભાઇઓ |
બહેનો |
કુલ |
૧ |
એથ્લેટીકસ |
૨૩ |
૨૫ |
૪૮ |
૨ |
આર્ચરી |
૧૬ |
૧૬ |
૩૨ |
૩ |
બેડમિન્ટન |
૧૫ |
૧૯ |
૩૪ |
૪ |
બાસ્કેટબોલ |
૩૫ |
૪૧ |
૭૬ |
૫ |
બેઝબોલ |
૩૨ |
૩૧ |
૬૩ |
૬ |
બોકસીંગ |
૨૨ |
૦ |
૨૨ |
૭ |
ચેસ |
૧૫ |
૧૫ |
૩૦ |
૮ |
ક્રિકેટ |
૪૮ |
૧૬ |
૬૪ |
૯ |
ફુટબોલ |
૧૦૨ |
૪૯ |
૧૫૧ |
૧૦ |
કબડ્ડી |
૪૬ |
૫૪ |
૧૦૦ |
૧૧ |
જીમ્નાસ્ટીકસ |
૨૨ |
૩૨ |
૫૪ |
૧૨ |
જીત કુને ડો |
૧૦ |
૯ |
૧૯ |
૧૩ |
હોકી |
૧૦૨ |
૯૯ |
૨૦૧ |
૧૪ |
હેન્ડબોલ |
૬૦ |
૬૮ |
૧૨૮ |
૧૫ |
જુડો |
૨૩ |
૨૨ |
૪૫ |
૧૬ |
ખો ખો |
૪૭ |
૩૩ |
૮૦ |
૧૭ |
રેસલીંગ |
૩૭ |
૮ |
૪૫ |
૧૮ |
સ્વીમીંગ |
૨૫ |
૨૬ |
૫૧ |
૧૯ |
વોટર પોલો |
૧૩ |
૦ |
૧૩ |
૨૦ |
ટેબલ ટેનીસ |
૧૫ |
૧૮ |
૩૩ |
૨૧ |
ટેનીસ |
૧૫ |
૧૪ |
૨૯ |
૨૨ |
ટેઇની કોટ |
૫ |
૫ |
૧૦ |
૨૩ |
ટગ ઓફ વોર |
૯ |
૯ |
૧૮ |
૨૪ |
વોલીબોલ |
૪૩ |
૫૬ |
૯૯ |
૨૫ |
રોપ સ્ક્રીપીગ |
૬ |
૫ |
૧૧ |
૨૬ |
યોગાસન |
૧૮ |
૧૮ |
૩૬ |
૨૭ |
સોફટબોલ |
૪૮ |
૪૭ |
૯૫ |
૨૮ |
ફેન્સીંગ |
૩૬ |
૩૦ |
૬૬ |
૨૯ |
સ્કાય માર્શલ આર્ટ |
૧૯ |
૧૮ |
૩૭ |
૩૦ |
ચોઇ કોન ડો |
૮ |
૯ |
૧૭ |
૩૧ |
રાઇફલ શુટીંગ |
૧૦ |
૯ |
૧૯ |
૩૨ |
થ્રો–બોલ |
૩૫ |
૩૩ |
૬૮ |
૩૩ |
થાન્ગાય ટા માર્શલ |
૬ |
૫ |
૧૧ |
૩૪ |
નેટબોલ |
૨૩ |
૨૨ |
૪૫ |
૩૫ |
વેઇટ લીફટીંગ |
૨૧ |
૧૬ |
૩૭ |
૩૬ |
વુશુ |
૮ |
૬ |
૧૪ |
૩૭ |
ટેકવોન્ડો |
૨૨ |
૧૮ |
૪૦ |
૩૮ |
સેપક ટકરા |
૫ |
૫ |
૧૦ |
૩૯ |
ડોઝબોલ |
૧૦ |
૭ |
૧૭ |
૪૦ |
બોલ બેડમિન્ટન |
૮ |
૮ |
૧૬ |
૪૧ |
કીક બોકસીંગ |
૧૦ |
૮ |
૧૮ |
૪૨ |
મલખમ |
૪ |
૪ |
૮ |
૪૩ |
સ્કેટીંગ |
૨૨ |
૧૯ |
૪૧ |
૪૪ |
જમ્પ રોપ |
૧૨ |
૧૨ |
૨૪ |
|
કુલ |
૧૧૧૧ |
૯૬૪ |
૨૦૭૫ |
(૧) રાષ્ટ્રકક્ષાની (૧) શાળાકીય (૨) મહિલા (૩) ગ્રામિણ સ્પર્ધાઓમાં ગુજરાત રાજયએ વર્ષ ૨૦૧૧-૧૨માં કુલ ૧૫૨ (તા.૩૧-૩-૨૦૧૧ની સ્થિતિએ) ચંદ્રકો મેળવેલ છે જેની વિગતો નીચે મુજબ છે.
(૨) ચાલુ વર્ષે ૨૦૧૧-૧૨માં ગુજરાત રાજયએ શાળાકીય સ્પર્ધાઓમાં ૧૫૨ ચંદ્રકો પ્રાપ્તિ કરેલ છે.
ચાલુ વર્ષે ૨૦૧૧-૧૨માં શાળાકીય રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં મેળવેલ ચંદ્રકોની માહિતી દર્શાવતું પત્રક
ક્રમ |
રમત |
સુવર્ણ |
રજત |
કાંસ્ય |
કુલ |
૧ |
આર્ચરી |
૩ |
૨ |
૧ |
૬ |
૨ |
બેડમિન્ટન |
૦ |
૧ |
૦ |
૧ |
૩ |
બોકસીંગ |
૦ |
૦ |
૧ |
૧ |
૪ |
કીક બોકસીંગ |
૦ |
૦ |
૪ |
૪ |
૫ |
કુસ્તી |
૦ |
૧ |
૧ |
૨ |
૬ |
સ્વીમીંગ |
૧૦ |
૧૧ |
૧૪ |
૩૫ |
૭ |
ટેબલ ટેનિસ |
૦ |
૨ |
૧ |
૩ |
૮ |
યોગાસન |
૪ |
૬ |
૮ |
૧૮ |
૯ |
સ્કેટીંગ |
૭ |
૯ |
૬ |
૨૨ |
૧૦ |
લોન ટેનિસ |
૨ |
૨ |
૧ |
૫ |
૧૧ |
ચોઇ-કોન-ડો |
૧ |
૩ |
૦ |
૪ |
૧૨ |
જીમ્નાસ્ટીક |
૦ |
૦ |
૧ |
૧ |
૧૩ |
જીત-કુને-ડો |
૧ |
૪ |
૭ |
૧૨ |
૧૪ |
જુડો |
૧ |
૦ |
૨ |
૩ |
૧૫ |
હેન્ડબોલ |
૦ |
૦ |
૧ |
૧ |
૧૬ |
જમ્પ રોપ |
૦ |
૭ |
૨ |
૯ |
૧૭ |
થાન્ગાન-ટા માર્શલ આર્ટ |
૦ |
૧ |
૩ |
૪ |
૧૮ |
રાઇફલ શુટીંગ |
૦ |
૧ |
૨ |
૩ |
૧૯ |
સ્કાય માર્શલ આર્ટ |
૦ |
૦ |
૧ |
૧ |
૨૦ |
વુશુ |
૦ |
૦ |
૩ |
૩ |
૨૧ |
ટેકવોન્ડો |
૨ |
૧ |
૧ |
૨ |
|
કુલ |
૩૧ |
૫૧ |
૬૦ |
૧૪૨ |
મહિલા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં મેળવેલ ચંદ્રકોની માહિતી દર્શાવતું પત્રક |
|||||
ક્રમ |
રમત |
સુવર્ણ |
રજત |
કાંસ્ય |
કુલ |
૨૧ |
સ્વીમીંગ |
૨ |
૨ |
૨ |
૬ |
|
કુલ |
૨ |
૨ |
૨ |
૬ |
|
|||||
ક્રમ |
રમત |
સુવર્ણ |
રજત |
કાંસ્ય |
કુલ |
૨૨ |
આર્ચરી |
૧ |
૧ |
૦ |
૨ |
૨૩ |
વોલીબોલ |
૦ |
૦ |
૧ |
૧ |
૨૪ |
રેસલીંગ |
૦ |
૦ |
૧ |
૧ |
|
કુલ |
૧ |
૧ |
૨ |
૪ |
ગુજરાત રાજ્ય રાષ્ટ્રકક્ષાની શાળાકીય, ગ્રામીણ અને મહિલા સ્પર્ધામાં મેળવેલ ચંદ્રક પત્રક |
|||||
ક્રમ |
રમત |
સુવર્ણ |
રજત |
કાંસ્ય |
કુલ |
૧ |
શાળાકીય |
૩૧ |
૫૧ |
૬૦ |
૧૪૨ |
૨ |
મહિલા |
૨ |
૨ |
૨ |
૬ |
૩ |
ગ્રામીણ (પાયકા) |
૧ |
૧ |
૨ |
૪ |
|
કુલ |
૩૪ |
૫૪ |
૬૪ |
૧૫૨ |
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષ (૨૦૧૧-૧૨)માં ૫૭મી અખીલ ભારતીય શાળાકીય ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપ (અંડર-૧૪, ૧૭ અને ૧૯) ૧૬ જાન્યુઆરી-૨૦૧૨ થી ૨૧ જાન્યુઆરી - ૨૦૧૨ દરમ્યાન ઇન્ડોર સ્ટેડીયમ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ. ઉકત સ્પર્ધામાં ભારતભરમાંથી ૨૨ ટીમોના ૯૦૧ ખેલાડીઓ/ મેનેજર/ઓફીસીયલ્સએ ભાગ લઇ ગુજરાતનું આતિથ્ય માણ્યુ હતું. ગુજરાતની ટેબલ ટેનીસ ટીમે ૦ ગોલ્ડર, ૨ સિલ્વર, ૧ બ્રોન્ઝ્ મળી કુલ ૩ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. રાજયની વિશિષ્ટ પરંપરા અનુસાર સ્પર્ધાઓનું આયોજન ગરિમાપૂર્ણ કરવામાં આવેલ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/17/2019