સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટઆબુ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જુનાગઢ ખાતે એપ્રિલ થી જૂન સુધી તથા સપ્ટેમ્બર થી માર્ચ દરમ્યાન બે સત્રમાં વિવિધ તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાતના કોઇપણ દુર્ગમ પહાડી વિસ્તારમાં / ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષે ૧૦ દિવસ માટે ભ્રમણ (ટ્રેકીંગ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
હિમાલય વિસ્તાર ભ્રમણ કાર્યક્રમ દર વર્ષે મનાલી, ઉત્તરકાશી તથા દાર્જિલીંગ ખાતે ઓકટોમ્બર માસ દરમ્યાન યોજવામાં આવે છે. ૧૬ દિવસ માટેના આ પરિભ્રમણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે યુવક-યુવતિઓને મોકલવામાં આવે છે.
આ શિખર આરોહણ માટે બરફ ચઢાણના એડવાન્સ છ કોર્ષ / બેઝીક કોર્ષ તથા ખડક ચઢાણ કોચીંગ કોર્ષની તાલીમ સંપન્ન કરી હોય તેવા યુવક-યુવતિઓનો આરોહણ ટીમમાં સમાવેશ કરવામાં આવે છે. ૩૦ દિવસો દરમ્યાન હિમાલય વિસ્તારના બરફીલા વાતાવરણમાં આરોહણ કરવામાં આવે છે.
પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર સાહસિક ઉમેદવારને દર વર્ષે રાજય પર્વતારોહણ એવોર્ડથી સન્મા્નિત કરવામાં આવે છે. જેમાં પ્રથમ ક્રમને રૂા. પ૦,૦૦૦/-, દ્રિતિય ક્રમને રૂા. રપ,૦૦૦/- તથા તૃતિય ક્રમને રૂા. ૧પ,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/14/2019