વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લલિત કલા અકાદમી

આ વિભાગમાં લલિત કલા અકાદમી વિષે ની માહિતી આપલે છે

રાજ્યકલા પ્રદર્શન (નોન પ્લાન )

ગુજરાતની કલાના જુદા જુદા વિભાગોમા કાર્યશીલ કલાકારોને પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે અને તેમની કૃતિઓની કદર થાય તેમજ આમજનતાની પણ આ વિષય પ્રત્યે રૂચી કેળવાય તેવા શુભ આશયથી આ રાજ્ય કક્ષાનાની કલા સ્પર્ધા પ્રદર્શન યોજવામા આવે છે. આ પ્રદર્શનમા ત્રણ શ્રેણીઓમા યોજવામા આવે છે. શ્રેણી -૧ – કલાકારો, શ્રેણી -૨ – કલા સંસ્થાઓનાં વિધાર્થિઓ , તેમજ શ્રેણી - ૩ – શાળામાં ભણતા બાળકો . પ્રથમ બે શ્રેણીઓમા ડ્રોઇંગ એન્ડ પેઇન્ટિગ, શિલ્પકલા, ગ્રાફિક્સ, વ્યવહારિક કલા,તથા ફોટોગ્રાફી, ના વિભાગો તથા ત્રીજી શ્રીણીમાં ડ્રોઇંગ એન્ડ પેઇન્ટિગનો વિભાગ રાખવામા આવે છે, અને આ વિભાગોમા વિવિધ ઈનામો અકાદમી દ્વારા તથા કલાકાર મહાનુભાવો દ્વારા આપવામા આવેલ દાનની રકમનાં વ્યાજમાથી મળતી રકમમાથી ઈનામો આપવામા આવે છે. અને નિર્ણાયકશ્રીઓ દ્વરા પસંદ કરેલ કલાકૃતિઓનુ પ્રદર્શન તથા ઈનામો આપવામા આવે છે. અકદામી દ્વારા કૂલ રૂપિયા ૧,૭૦,૦૦૦/- ના ઈનામો આપવામા આવે છે.અને સમારંભ યોજી પ્રદર્શન યોજાય છે.

રાજ્ય કલા પ્રદર્શનમાં કલા સંસ્થાના વિધાર્થિઓની શ્રેણી

રાજ્ય કલા પ્રદર્શનમાં કલા સંસ્થાના વિધાર્થિઓની શ્રેણી (૨)મા ઈનામ વિજેતા યુવા કલાકારોને શિષ્યવ્રુત્તિ (કોર્પસ ફંડના વ્યાજમાથી) :પ્રતિ વર્ષ યોજાતા રાજ્ય કલા પ્રદર્શનમાં કલા સસ્થાનાં વિધાર્થિઓની શ્રેણી -૨ માં ઈનામ વિજેતા યુવા કલાકારોને માસિક રૂ. ૧૦૦૦/- પ્રમાણે નિયમોનુસાર એક વર્ષ માટે શિષ્યવૃતિ આપવામા^ આવે છે. પરંતુ તેઓનો અભ્યાસ ચાલુ હોવો જોઈએ અને તે અભ્યાસ આગળના વર્ષનો ઉચ્ચ અભ્યાસ હોવો જોઈએ .ઈનામ વિજેતાએ ઈનામ મેળવ્યા પછીના વર્ષે તેમની કલા વિધાલય મારફત અરજી કરવાની રહેશે, પેઈંન્ટિગ, શિલ્પ, વ્યવહારિક કલા , ફોટોગ્રાફી, ના વિષયોમા ડીગ્રી, /ડીપ્લોમા/ પોસ્ટ ડીપ્લોમાના અભ્યાસક્રમો સિવાયના અભ્યાસક્રમો માટે શિષ્યવૃતિ આપવામા આવશે નહીં.

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી ગૌરવ પુરસ્કારથી કલાકારોનું સન્માન (નોન પ્લાન )

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા , લલિત કલાના ક્ષેત્રમાં જે કલાકારોએ ચિત્રકલા, શિલ્પકલા , તેમજ છબીકલાના ક્ષેત્રોમા આજીવન યોગદાન આપેલ હોય, ઉચ્ચતમ સિધ્ધિઓ મેળવેલ હોય તેવા નવ કલાકારોનુ ગૌરવ પુરસ્કારથી સન્માન કરવામા આવે છે. પુરસ્કારના પ્રતિક રૂપે પ્રત્યેકને રોકડ રાશી રૂ. ૫૧૦૦૦/- તામ્રપત્ર, પ્રશસ્તીપત્ર, તથા શોલ એનાયત કરી સમાંરંભ યોજી સન્માન કરવામાં આવે છે. આવા નવ કલાકારોનુ સન્માન કરવામા આવેછે. સાથોસાથ પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન પણ યોજાય છે.

અકાદમી દ્વારા વ્યક્તિગત કલા પ્રદર્શન(વન મેન શો)(નોન પ્લાન )

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્યના નામાંકિત એક કલાકારની કલાકૃતિઓનુ પ્રદર્શન અકાદમીના સંપુર્ણ આશ્રયે યોજવામા આવે છે. જેમા કલાકારની આજીવન તૈયાર કરેલ ઉપલબ્ધ કલાકૃતિઓનું પ્રદર્શિન યોજવામાં આવે છે. સાથોસાથ આ કલાકારની જીવન ઝરમર વિષયક સ્મરણિકા તૈયાર કરી લોકાભિમુખ કરવામાં આવે છે.

ચિત્ર શિક્ષક સેમીનાર (નોન પ્લાન)

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પ્રતિ વર્ષ રાજ્યની શાળાઓનાં ચિત્ર શિક્ષકોનો એક સેમીનાર યોજવામા આવે છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ શિક્ષકોને લલિતકલાનુ થિયરીકલ તેમજ પ્રેક્ટીકલ જ્ઞાન આપવામા આવે છે. ૫૦ જેટલા શિક્ષકોનો સમાવેશ કરી સેમીનાર યોજાય છે. શિક્ષકોને આવવા જવાનુ મુસાફરી ખર્ચ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ઓ દ્વારા નિયમાનુસાર આપવામા આવે છે. જ્યારે સેમીનાર અંગેનો સમગ્ર ખર્ચ અકાદમી દ્વારા કરવામા આવે છે.

વિવિધ કલાના વર્કશોપ ( નોન પ્લાન )

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પેઈંન્ટિગ, ગ્રાફિક. ફોટોગ્રાફી, જેવા વિષયોમાં નિષ્ણાતોનાં માર્ગદર્શન હેઠળ આ ક્ષેત્રમા કાર્યરત અને સિધ્ધિઓ હાંસલ કરનાર કલાકારોને વિવિધ કલાનું પ્રેક્ટિકલ / થિયરીકલ માર્ગદર્શન આપવામાં આવે છે. ૧૫ જેટલાયુવાન કલાકારોને સમાવેશ કરી, કલાકારોને કલાની સાધન સામગ્રી રહેવા જમવાનો ખર્ચ , આવવા જવાનો પ્રવાસ ખર્ચ, અકાદમી દ્વારા કરવામા આવે છે. આ યોજના હેઠળ પ્રતિ વર્ષ એક વર્કશોપનુ આયોજન કરાય છે.

જિલ્લા કક્ષાએ ફરતા પ્રદર્શનો (નોન પ્લાન)

રાજ્યના વિવિધ જિલ્લાઓમા કલા સંસ્થાઓ, કલાકારો કાર્યરત છે. અકાદમી દ્વારા તૈયાર કરાતા ઉચ્ચ કક્ષાના કલા પ્રદર્શનો જિલ્લાઓમાં આવેલી કલા સંસ્થાઓમા , શૈક્ષણીક સંસ્થાઓમા તેમજ પ્રદર્શન આયોજન અનુકુળ સ્થળે યોજવામા આવે છે જેનાથી રાજ્યની કલાનો વ્યાપ અન્ય વિસ્તારો મા પણ પ્રસાર કરી લોકાભિમુખ કરી શકાય છે. . આ પ્રદર્શનો સંપુર્ણ રીતે અકાદમી દ્વારા યોજવામા આવે છે.

કલા વિષયક પ્રકાશનોને નાણાકિય સહાય (નોન પ્લાન)

કલાકારો /કલા સંસ્થાઓ તેમની કલા વિષય કલા પ્રકાશનો પ્રસિધ્ધ કરી શકે તેમાટે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા નાણાકિય સહાય કરે છે. એક પ્રકાશન માટે વધુમા વધુ રૂ ૨૦,૦૦૦/-( કૂલ ખર્ચના ૫૦ ટકા ખર્ચ આપવાની જોગવાઈ કરી છે, ) જે બેમાથી ઓછું હોય તે ચુકવાય છે. અરજદારે નિયત અરજી સાથે પ્રકાશનની ડમી સાથે ડ્રોઈંગ , સ્કેચીજ, પેઈંન્ટિગ ના ફોટોગ્રાફ, લખાણ સાથે રજૂ કરવાનુ હોય છે. અરજી મંજુર થયા બાદ છાપકામ થયા બાદ ૧૦ કોપી અકાદમીને આપવાની રહે છે. અને પ્રકાશનમા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના નાણાકિય સહાયથી આ પ્રકાશન તૈયાર કરવામા આવેલ છે તેવો ઉલ્લેખ કરવાનો રહે છે.

કલા વિષયક વાર્તાલાપ ,સ્લાઈડ શો, નિદર્શન, આયોજન(નોન પ્લાન )

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્યનાં નિવડેલા કલાકારો તેમજ આ ક્ષેત્રના નિષ્ણાતો ની કલાને કલાનાં ચાહકો સુધી પહોંચાડવા માટે આવા કાર્યક્રમો યોજવામા આવે છે. વર્ષ દરમિયાન ૧૦ જેટલા કાર્યક્રમો રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદ ખાતે યોજાય છે.

અન્ય પ્રવૃતિઓ (નોન પ્લાન)

અકાદમીની નિયત પ્રવૃતિઓ સિવાય આકસ્મિક રીતે પ્રસંગોપાત કરવાની થતી પ્રવૃતિઓ માટે આ જોગવાઈ કરવામા આવી છે. આ જોગવાઈમાથી ઉત્કૃષ્ટ કક્ષાના કાર્યક્રમો , રાજ્ય બહારના કલાકારોની કલાકૃતિઓના પ્રદર્શનો જેવી આકસ્મિક પ્રવૃતિઓ યોજી શકાય છે.

રાષ્ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધા અને પ્રદર્શન(પ્લાન)

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી વિવિધ વિષયે રાષ્ટ્ર કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધા અને પ્રદર્શન યોજવામા આવે છે. દેશભરમાંથી આ ક્ષેત્રમા કાર્યરત કલાકારો / ફોટોગ્રાફરો પાસેથીનિયત કરેલ વિષય અનુલક્ષીને બ્લેક એન્ડ વ્હાઈટ તેમજ રંગીન એમ બે વિભાગમા ફોટોગ્રાફ્સ સ્પર્ધા માટે મંગાવવમાં આવે છે. બન્ને વિભાગમાં ત્રણનિર્ણાયકશ્રી દ્વારા પસંદ કરાયેલ , કુલ્લે રૂ .૫૪૦૦૦/-ના કૂલ ૧૬ ઈનામો આપવામા આવે છે. નિર્ણાયકોએ પસંદ કરેલ ફોટોગ્રાફ્સનુ પ્રદર્શન યોજવામા આવે છે.

શિલ્પકલાનો વર્કશોપ (પ્લાન)

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા શિલ્પ કલા ક્ષેત્રે આધુનિક કલાકૃતિઓ તૈયાર કરવા આ વર્કશોપનુ આયોજન કરવામાં આવે છે, ૧૫ જેટલા યુવાન શિલ્પકારોનો સમાવેશ કરી તેમની કલાની વિવિધ શૈલીઓ, ટેકનીકોના આદાન પ્રદાન માટે વર્કશોપ યોજવામા આવે છે. વર્કશોપ માટેની સાધન સામગ્રી, જેવીકે ધાતુ , પત્થર માટી, સ્ક્રેપ, ફાઈબર, હાર્ડ વેર સાધન સામગ્રી , તેમજ કલાકારોને રહેવા જમવાની સુવિધા , પ્રવાસ ખર્ચ, માનદ વેતન, સુવિધાઓ અકાદમી દ્વારા પુરી પાડવામાં આવે છે. તૈયાર થયેલ શિલ્પકૃતિઓનું પ્રદર્શન યોજાય છે.

ચિલ્ડ્રન પેઈંન્ટિંગ વર્કશોપ(પ્લાન )

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બાળકોમા કલાની સુજ વધે અને વિવિધ કલાની જાણકારી કેળવાય તેવા હેતુથી રાજ્યમાં વર્ષ દરમિયાન રાજ્યમાં બદલાતા જુદા જુદા સ્થળોએ પાંચ વર્કશોપનું આયોજન કરાય છે. પ્રત્યેક વર્કશોપમાં ૧૦૦ બાળકોનો સમાવેશ કરવામા આવે છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ બાળકોને ચિત્રકલા માટે પ્રાથમિક સાધન સામગ્રી જેવીકે રંગ, કાગળ, .પેંન્સીલ, રબ્બર, તેમજ સુવિધાઓ આપવામા આવે છે. આ પાંચ વર્કશોપ રાજ્યમાની કલા સંસ્થાઓના સહયોગથી પણ યોજાય છે.

યુવા કલાકાર શિબિરો(પ્લાન )

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા કલા સંસ્થાઓના વિધાર્થિઓ માટે વિવિધ કલાની જાણકારી માટે (1) લેન્ડસ્કેપ શિબિર (2) સ્કેચિંગ શિબિર (3) ડ્રોઈંગ એંન્ડ પેઈંન્ટિગ શિબિર (4) પોર્ટ્રેટ શિબિર (5) ફોટોગ્રાફી વર્કશોપ આમ પાંચ શિબિરોનું આયોજન પ્રાકૃતિક સથળે/ કલા સંસ્થાઓમાં યોજવામા આવે છે. પ્રત્યેક શિબિરમાં ૫૦ શિબિરાર્થીનો સમાવેશ કરી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યોજવામા આવે છે. રાજ્યની પ્રત્યેક કલા સંસ્થાનાં આચાર્યશ્રીની ભલામણથી શિબિરાર્થીઓ ભાગ લે છે. આ શિબિરોમાં શિબિરાર્થીઓને રહેવા જમવાની વ્યવસ્થા, કલાની તમામ સાધન સામગ્રી, પ્રવાસ ખર્ચ, અકાદમી દ્વારા કરવામાં/ પુરી પાડવામા આવે છે. તૈયાર થયેલ કલાકૃતિઓનું પ્રદર્શન પણ યોજાય છે.

રાજ્યમાં વ્યક્તિગત/ સામુહિક કલા પ્રદર્શન યોજવા નાણાકિય સહાય (પ્લાન)

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગુજરાતના કલાકારોને રાજ્યમા વ્યક્તિગત/ કે સામુહિક કલા પ્રદર્શન યોજવા એક પ્રદર્શન દિઠ વધુમા વધુ રૂપિયા ૨૫૦૦૦/-ની નાણાકિય સહાય કરવાની યોજના અમલમા છે. અરજદારે નિયત અરજી પત્રકમા અરજી કરી સમીતી પાસે મંજુર કરાવ્યા બાદ, મંજુર કરેલ અરજદારને પ્રદર્શન યોજાયા બાદ આ સહાય ચુકવવામા આવે છે . રાજ્યમા આવા ૨૦ પ્રદર્શનોને સહાય આપી શકાય છે.

રાજ્ય બહાર / પરદેશમા કલા પ્રદર્શન યોજવા નાણાકિય સહાય(પ્લાન)

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગુજરાતના કલાકારોને રાજ્ય બહાર / પરદેશ મા વ્યક્તિગત/ સામુહિક કલા પ્રદર્શન યોજવા એક પ્રદર્શન દિઠ રૂ. ૧,૦૦,૦૦૦/.- ની નાણાકિય સહાય કરવાની યોજના અમલમા છે. . અરજદારે નિયત અરજી પત્રકમા અરજી કરી સમિતી પાસે મંજુર કરાવ્યા બાદ, મંજુર કરેલ અરજદારને પ્રદર્શન યોજાયા બાદ આ સહાય ચુકવવામા આવે છે . પરદેશમા કલા પ્રદર્શન યોજવા ઈચ્છતા કલાકારને ઉક્ત સહાય ઉપરાંત વિઝા ફી તથા ઈકોનોમી ક્લાસનુ હવાઈ મુસાફરી ખર્ચ આપવામા આવે છે.

કોંન્ટેમ્પરરી આર્ટિસ્ટ કેમ્પ (સમકાલીન કલાકારોનો કેમ્પ)(પ્લાન)

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા કોંન્ટેમ્પરરી આર્ટિસ્ટ કેમ્પનું આયોજન કરવામા આવે છે. જેમા પાંચ સિનિયર તેમજ દસ જુનિયર કલાકારોનો સમાવેશ કરી આયોજન કરવામા આવે છે. સમકાલિન કલાના કલાકારો સાથે આદાન- પ્રદાન તેમજ કલાકારો વિચાર વિમર્શ કરી કલાકૃતિઓ તૈયાર કરવાનો/ આધુનિક કલાને પ્રોત્સાન આપવાનો આશય છે. આ કેમ્પમાં સિનિયર કલાકારને રૂ. ૧૫૦૦૦/- તથા જુનિયર કલાકારને રૂ. ૫૦૦૦/- નો માનદ પુરસ્કાર આપવામાં આવે છે . તથા કેમ્પમાં કલાકૃતિઓ તૈયાર કરવા સમગ્ર કલાની સાધન સામગ્રી . કલાકારોને રહેવા, ભોજન, પ્રવાસ ખર્ચ, જેવી તમામ સુવિધા અકાદમી દ્વારા કરવામા આવે છે.

કલા સંસ્થાઓના વાર્ષિક કલા પ્રદર્શન અન્ય કલા નાણાકિય સહાય(પ્લાન)

કલા સંસ્થાઓના વાર્ષિક કલા પ્રદર્શન અન્ય કલા સંસ્થાઓમા તેમજ રવિશંકર રાવળ કલા ભવન –અમદાવાદ ખાતે યોજવા માટે નાણાકિય સહાય (પ્લાન ): રાજ્યમા આવેલી કલા સંસ્થાઓમાં પેઇન્ટિગ, ગ્રાફિક્સ , શિલ્પ, ફોટોગ્રાફી, વ્યવહારીક કલા,ના અભ્યાસક્રમો ચલાવે છે. આ કલા સંસ્થાઓ યુનિવર્સીટી/ રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત કરેલ હોય છે. વર્ષ દરમિયાન આ કલા સંસ્થાઓના વિધાર્થિઓએ , પ્રાધ્યાપકોએ તૈયાર કરેલ કલાકૃતિઓનું પ્રદર્શન તેમની કલા સંસ્થામાજ આયોજન કરે છે. આ કલાકૃતિઓનું પ્રદર્શન રાજ્યમા આવેલી અન્ય કલા સંસ્થાઓમાં તેમજ રવિશંકર રાવળ કલા ભવન –અમદાવાદ ખાતે યોજવા માટે આ યોજના છે. આ કૂલ બે સ્થળે બે પ્રદર્શનો યોજવા રૂ. 100,000/- ની નાણાકિય સહાય આપવામા આવે છે. આ પ્રદર્શનોના આયોજનથી કલાના શિક્ષણનું આદાન પ્રદાન કરી શકાય, કલાની શૈલીઓ ,માધ્યમો, ટેકનીકો ,વિશિષ્ટતાઓ વિશેની જાણકારી કલા જગતને આપી શકાય છે. આ યોજના હેઠળ પાંચ સંસ્થાઓને કૂલ રૂ. 500.000/- ની નિયમાનુસાર સહાય કરવામા આવે છે.

કાયમી કલા પ્રદર્શન આયોજન(પ્લાન)

વર્ષ 2010-2011 રજૂ કરાયેલ નવી યોજના હેઠળ, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના કલા સંગ્રહની કલાકૃતિઓનું કાયમી કલા પ્રદર્શન યોજવાનુ નક્કિ કર્યુ છે. તબક્કાવાર જુદા જુદા કલાકારોની કલાકૃતિઓના પ્રદર્શનો યોજવામા આવશે. આ બાબતે પ્રકિર્ણ કામગીરી કરવામા આવી રહી છે. કામગીરી પુર્ણ થયે આ પ્રદર્શન રવિશંકર રાવળ કલા ભવન –અમદાવાદ ખાતે યોજવામા આવશે. આ આયોજનથી કલા જગતને, કલાના ચાહકોને સંગ્રહની કલાથી વાકેફ કરી શકાશે. જુદા જુદા સમયની કલાની શૈલીઓ થી વાકેફ કરી શકાશે.

કલાકારોને કલા પ્રદર્શનો તથા કલા પ્રવૃતિઓના આયોજન ફાળવણી

કલાકારોને કલા પ્રદર્શનો તથા કલા પ્રવૃતિઓના આયોજન માટે રવિશંકર રાવળ કલા ભવનની ફાળવણી:ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીનુ રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદ ખાતે કાર્યરત છે. જેમા કલાકારોને તેમના કલા પ્રદર્શનો / કલા પ્રવૃતિઓ યોજવા નિયત ભાડેથી આર્ટ ગેલેરીઓ ફાળવવામા આવે છે. આ કલા ભવનમા ગ્રાઉંડ ફ્લોરની એક ગેલેરી વાતાનુકૂલિત કરી / રીનોવેટ કરી અધતન કરવામા આવેલ છે. કૂલ ચાર ગેલેરીઓ કલાકારોને ફાળવણી કરવામા આવે છે.

સંસ્કૃતિ સભાગૃહ–રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદ

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વર્ષ 2010-2011 મા વાતાનુકૂલિત અધતન સભાગૃહ તૈયાર કરેલ છે. જેમા અધ્યતન બેઠક વ્યવસ્થા ઉભી કરેલ છે. કલાકારો તેમના લલિતકલા/ સંગીત ક્લાના સેમીનાર, વાર્તાલાપ ,વર્કશોપ જેવા કાર્યક્રમો યોજી શકે છે. નિયત ભાડાથી આ સભાગ્રુહ ફાળવવામા આવે છે.

સ્ત્રોત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

2.92857142857
Jayanatilal Vankar Nov 15, 2019 06:00 PM

કચ્છ જિલ્લાના કલાકારો જે કચ્છી લોક ગીતો કચ્છી કાર્યક્રમો કચ્છી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે તેમને શું ફાયદો થઇ શકે ???

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top