સરિતા ઉદ્યાન પાસે "જ" રોડ ઉપર, સેકટર-૯, ગાંધીનગર ખાતે સાબરમતી નદીની કોતરોમાં ૧ર એકરના વિસ્તારમાં સંસ્કૃતિ કુંજની સ્થાપના માટે સરકાર ઘ્વારા જમીન ફાળવવામાં આવી છે. આ માટે તા. ર૯/૩/૧૯૯૬ ના રોજ સંસ્કૃતિ કુંજ પ્રતિષ્ઠાનની નોંધણી કરવામાં આવી છે.
સંસ્કૃતિ કુંજ ખાતેના બેનમૂન એમ્ફી થિયેટર ખાતે વસંતોત્સવ તથા આદિજાતિ મહોત્સવ પ્રતિ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં યોજવામાં આવે છે. જેના પરંપરાગત ભાતીગળ લોકનૃત્યો, લુપ્ત થતી કલા બહુરૂપી, કઠપુતળી, કચ્છી ઘોડી, ભવાઈ જેવા કલાના કલાકારો ભાગ લે છે. પરંપરાગત લોકવાદ્યોના કલાકારો તેમની સંગીત કલા પીરસે છે. તથા સમગ્ર ભારત તેમજ ગુજરાત રાજયના હસ્તકલાના કારીગરો ઘ્વારા કલા કારીગરીના નમૂનાઓનું પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવે છે.
સંસ્કૃતિ કુંજ કેમ્પસમાં કાષ્ટ કલાના ઉત્તમ નમૂના રૂપ ૧પ૦ વર્ષ જૂની દોશીવાડાની પોળ (અમદાવાદ)ની ઝવેરીની હવેલીનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. તેમજ તેમાં ૧પ૦ વર્ષ પૂર્વેની જીવનશૈલી દર્શાવતું પૌરાણીક રાચરચીલા તથા વાસણોનું મ્યુઝિયમ પણ ગોઠવવામાં આવ્યું છે.
સંસ્કૃતિ કુંજ પ્રતિષ્ઠાનને ગુજરાત સરકાર ઘ્વારા સને ૧૯૯પ-૯૬ થી સને ર૦૧૦-૧૧ સુધીમાં જુદા જુદા તબકકે કોર્પસ ફંડ ફાળવવામાં આવ્યું છે. આ કોર્પસ ફંડના વ્યાજની આવકમાંથી સંસ્કૃતિ કુંજના વિકાસના કામો હાથ ધરવામાં આવે છે. વિકાસના આ કામો અંતર્ગત સંસ્કૃતિ કુંજની ત્રણ તરફ કમ્પાઉન્ડ વોલનું બાંધકામ, ચોથી બાજુ ચેઈન લીંક ફેન્સીંગ કરવામાં આવેલ છે. સરિતા ઉદ્યાનથી હવેલી સુધીનો એપ્રોચ માર્ગ બનાવવામાં આવ્યો છે.
રાજયના સંગીત નાટક સાહિત્ય લલિત કલા જેવા વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોની પ્રવૃત્તિઓનું સંકલન કરવા અને આવા ક્ષેત્રોની પ્રવૃત્તિઓના વિકાસમાં વૃઘ્ધિ કરવા માટે ભારત સરકાર ઘ્વારા પુરસ્કૃત બહુહેતુક સાંસ્કૃતિક સંકુલના નિર્માણ માટે ૧ : ૧ ના ધોરણે નાણાંકીય સહાયની યોજના અંતર્ગત રાજય સરકાર ઘ્વારા સ્થાપિત ગુજરાત સંસ્કૃતિ કુંજ પ્રતિષ્ઠાન હસ્તકના સંસ્કૃતિ કુંજ કેમ્પસ, ગાંધીનગર ખાતે રૂ. પ.૦૦ કરોડના ખર્ચે બહુહેતુક સાંસ્કૃતિક સંકુલનું નિર્માણ કરવામાં આવી રહયું છે. આ સંકુલમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020