વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રીવોલ્વીંગ ફંડ

રીવોલ્વીંગ ફંડ

આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિધ્ધિઓ હાંસલ કરતાં રાજયના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા બાબતે રૂ. ૨૦૦.૦૦ લાખના રીવોલ્વીંગ ફંડની યોજના

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૩૧.૩.૨૦૦૮ ના ઠરાવ ક્રમાંકઃએસએજી/૧૦૨૦૦૮/૭૫-બ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના તા.૬/૫/૨૦૦૮ના ઠરાવ ક્રમાંકઃએસએજી/૧૦૨૦૦૮/૭૫/બ થી રાજય સરકાર દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવા સારૂ રૂ.ર૦૦ લાખનું રિવોલ્વીંગ ફંડ શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા તથા વિવિધ રમતોના રાજયકક્ષાના મંડળો દ્વારા વિવિધ રમતોની યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લઇ રાષ્ટ્રીયકક્ષાના મંડળો તથા ઇન્ડિયન ઓલમ્પિકસ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા મોકલી આપવામાં આવે છે તથા આંતરરાષ્ટ્રીય કક્ષામાં ગુજરાત રાજયના ખેલાડીઓ વિશિષ્ટ ગૌરવ પ્રદાન કરે છે તેવા રાજયના ખેલાડીઓને રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરવા માટે આ ખાસ યોજના સને ૨૦૦૮-૦૯ ના વર્ષથી અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત કુલ ૨૬ ખેલાડીઓને રૂ.૨૨.૯૨ લાખની રકમના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ છે.

આ રોકડ પુરસ્કાર નીચેની સમિતીની મંજુરી મેળવ્યા બાદ ચુકવી શકાશે.

૧. માન.મંત્રીશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ અધ્યક્ષ
૨. સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ સભ્ય
૩. કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ સભ્ય
૪. ડાયરેકટર જનરલ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સભ્ય
૫. નાયબ સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ સભ્ય
૬. સચિવશ્રી, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સભ્ય સચિવ

રીવોલ્વીંગ ફંડમાંથી વર્ષવાઇઝ રોકડ પુરસ્કાર ચુકવેલ તેની સંખ્યા દર્શાવતું પત્રક

અનુ. નં. વર્ષ લાભ લીધેલ ખેલાડીઓની સંખ્યા રકમ રૂ. લાખમા
૨૦૧૦-૧૧ ૧૫ ૧૧.૦૦
૨૦૧૧-૧૨ ૧૧ ૧૧.૯૨
૨૬ ૨૨.૯૨

 

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

2.90740740741
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top