હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / રાજયની ગ્રામ્ય શાળાઓને રમતગમતના વિકાસ માટે આર્થિક સહાય આપવાની યોજનાઃ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાજયની ગ્રામ્ય શાળાઓને રમતગમતના વિકાસ માટે આર્થિક સહાય આપવાની યોજનાઃ

રાજયની ગ્રામ્ય શાળાઓને રમતગમતના વિકાસ માટે રમતગમતના સાધનો પુરા પાડવા માટેની આર્થિક સહાય આપવાની યોજનાઃ

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૨૦.૯.૧૯૯૬ ના ઠરાવ ક્રમાંકઃરમત./૧૦૯૫/૧૫૬૧-બ થી રાજયની ગ્રામ્ય શાળાઓને રમતગમતના વિકાસ માટે રમતગમતના મેદાનો બનાવવા અને રમતગમતના સાધનો ખરીદવા માટે રૂ.૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. તેમજ પસંદ થયેલ ગ્રામ્ય શાળાઓને રમતગમતના વપરાશી સાધનો ખરીદવા માટે નિભાવ ગ્રાન્ટ રૂ.૫૦૦૦/- પ્રતિ વર્ષ આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત ૧૯૯૬-૯૭ થી અત્યાર સુધીમાં ૧૫૮ ગ્રામ્ય શાળાઓને આ યોજનાનો લાભ આપવામાં આવેલ છે.

યોજનાની શરતો

 • જીલ્લા કે તાલુકાના મુખ્ય મથક સિવાયના તાલુકાના અન્ય સ્થળે તાલુકા દીઠ એક શાળાની પસંદગી કરવામાં આવશે.
 • પસંદગી કરવામાં આવેલી શાળાની નોંધણીને પાંચ વર્ષ પુરા થયા હોવા જોઇએ અને પાંચમા ધોરણથી શરૂ કરી આ શાળામાં ઓછામાં ઓછા ૧૦૦ વિર્ધાથીઓની સંખ્યા હોવી જોઇએ.
 • શાળા પાસે ઓછામાં ઓછી ૧.૭૫ એકર (પોણા બે એકર) ખુલ્લી જમીન હોવી જોઇએ. જે તે રમતના મેદાનમાં ફેરવી શકાય. પર્વતીય વિસ્તારની શાળા માટે ઓછામાં ઓછી ૩૫મી. X ૨૦ મી. ખુલ્લી જમીન હોવી જોઇએ.
 • શાળા પાસે પુરા સમય માટેનો અને માન્ય શારીરિક શિક્ષણ સંસ્થાનો ડીગ્રી અથવા ડીપ્લોમા ધરાવતો વ્યાયામ શિક્ષક હોવો જોઇએ.
 • રાજય સરકારની આ યોજના અન્વયે એક શાળાને એક વખત માટે રૂ.૫૦,૦૦૦/-ની ગ્રાન્ટ રમતના સાધનો ખરીદવા અને મેદાનની સુવિધાઓ ઉભી કરવા માટે મળશે. આ ગ્રાન્ટનો ખર્ચ શાળાએ એસ.એ.જી.ના માર્ગદર્શન નીચે કરવાનો રહેશે અને આની સામે પસંદ થયેલી શાળાઓ દર વર્ષે રૂ.૫૦૦૦/-ની રકમનો ખર્ચ આ મેદાનો / સાધનોના નિભાવ અને સારસંભાળ માટે કરવાની બાંહેધરી આપવાની રહેશે.
 • પસંદ થયેલી શાળાએ રાજય સરકાર આ ગ્રાન્ટ આવ્યાના બીજા વર્ષથી રૂ.૫૦૦૦/- ગ્રાન્ટ વપરાશી સાધનો ખરીદવા માટે પ્રતિવર્ષ ફાળવશે.

અન્ય શરતો

 • સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કરવામાં આવેલ ભાવની યાદી મુજબ તેના અધિકૃત વિક્રેતા પાસેથી રમતના સાધનો ખરીદવાના રહેશે.
 • સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા નકકી કરાયેલ ધોરણો મુજબ જે તે રમતના મેદાનો ઉભા કરવાના રહેશે. ફકત માટી પુરાણ વગેરે કામો માટે આ સહાય આપવામાં આવશે નહી.

યોજનાનો અમલીકરણ

 • આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી શાળાઓની અરજીઓ ચકાસીને એસ.એ.જી. દ્વારા પ્રતિવર્ષ શાળાઓની પસંદગી કરવામાં આવશે.
 • આ યોજનાને વર્તમાનપત્રોમાં જાહેરાત આપી તેમજ પરિપત્રો દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. સિનીયર કોચ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીએ અરજીઓ મેળવી જે તે જીલ્લા શિક્ષણાધિકારીશ્રી સાથે વિચાર વિમર્શ કરીને તથા સંસ્થાની મુલાકાત લઇ તેની હાલની ઉપલબ્ધ સગવડો ધ્યાને લઇને આવેલી અરજીઓ પોતાના અભિપ્રાય સાથે વડી કચેરીને મોકલી આપવાની રહેશે.
 • ડાયરેકટર જનરલ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના અધ્યક્ષપદે રાજયકક્ષાની એક કમિટીની રચના કરી આવેલ અરજીઓમાંથી ગ્રાન્ટ માટે શાળાઓની પસંદગી કરવામાં આવશે. અરજીમાં દર્શાવેલ વિગતોની ચકાસણી સ્થળ પર મુલાકાત લઇ સમિતિ આખરી પસંદગી માટે નિર્ણય કરશે.

ગ્રામ્ય શાળાઓને વર્ષવાઇઝ નીચે મુજબ સહાય ચૂકવવામાં આવેલ છે.

 

અનુ. નં. વર્ષ શાળાઓની સંખ્યા રકમ રૂ.લાખમાં
૧૯૯૬-૯૭ ૨.૦૦
૧૯૯૭-૯૮ ૨૧ ૧૦.૫૦
૧૯૯૮-૯૯ ૧૧ ૫.૫૦
૧૯૯૯-૨૦૦૦ ૩૪ ૧૭.૦૦
૨૦૦૦-૦૧ ૩.૦૦
૨૦૦૧-૦૨ ૦.૦૦
૨૦૦૨-૦૩ ૧.૫૦
૨૦૦૩-૦૪ ૦.૫૦
૨૦૦૪-૦૫ ૦૦ ૦.૦૦
૧૦ ૨૦૦૫-૦૬ ૪.૫૦
૧૧ ૨૦૦૬-૦૭ ૪.૦૦
૧૨ ૨૦૦૭-૦૮ ૧૩ ૬.૫૦
૧૩ ૨૦૦૮-૦૯ ૧૨ ૬.૦૦
૧૪ ૨૦૦૯-૧૦ ૧૦ ૫.૦૦
૧૫ ૨૦૧૦-૧૧ ૧૧ ૫.૫૦
૧૬ ૨૦૧૧-૧૨ ૧૫ ૭.૫૦
કુલ ૧૫૮ ૭૯.૦૦

 

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.08823529412
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top