હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / યોગા અને રમતો માટે તાલુકા સેન્ટરની સ્થાપના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

યોગા અને રમતો માટે તાલુકા સેન્ટરની સ્થાપના

યોગા અને રમતો માટે તાલુકા સેન્ટરની સ્થાપના

તાલુકા યોગ અને ફિટનેશ સેન્ટરની સ્થાપના

રાજયમાં રમતગમત પ્રવૃત્તિનો સમતોલ વિકાસ થાય તેમજ ગ્રામ્ય વિસ્તારના નૈસર્ગિક પ્રતિભા ધરાવતા હોય તેવા યુવાનોને પોતાની શક્તિ પ્રસ્થાપિત કરવાની તકો ઉભી થાય તેવા ઉમદા હેતુ માટે રાજયમાં તાલુકા /જીલ્લા મથકે યોગ અને ફીટનેસ સેન્ટરો સ્થાપવા માટે રમતગત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૧૮.૧.૨૦૦૧ ના ઠરાવ ક્રમાંકઃયસપ/૧૦૯૯/ ૧૮૮૮/૩૪/બ થી આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. અનુસુચિત જાતિની વસ્તી ધરાવતા તાલુકા મથકોએ પણ યોગ કેન્દ્રોિની સ્થાાપના પણ કરવામાં આવે છે.

સરકારશ્રી તરફથી તાલુકા યોગ અને ફિટનેશન સેન્ટ રની સ્થા પના તથા યોગ પ્રશિક્ષકોની નિમણુંક અંગેના નિયમો બનાવવામાં આવેલ છે, જે નિયમો નીચે ઠરાવોથી જાણી શકાશે.

  • રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૧૮.૧.૨૦૦૧ ના ઠરાવ ક્રમાંકઃયસપ/૧૦૯૯/૧૮૮૮/૩૪/બ
  • રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૨૩.૭.૨૦૦૪ ઠરાવ ક્રમાંકઃયસપ- ૧૦૯૯-૧૮૮૮-૩૪- બ
  • રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૩૦.૩.૨૦૦૭ ના ઠરાવ ક્રમાંકઃયસપ-૧૦૯૯-૧૮૮૮-૩૪-બ
  • રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા. ૩.૬.૨૦૦૮ ના ઠરાવ ક્રમાંકઃયસપ-૧૦૯૯-૧૮૮૮-૩૪-બ
  • રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા. ૨૦.૬.૨૦૦૯ ના ઠરાવ ક્રમાંકઃયસપ-૧૦૯૯-૧૮૮૮-૩૪-બ
  • રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા. ૧૧.૪.૨૦૦૯ ના ઠરાવ ક્રમાંકઃયસપ-૧૦૯૯-૧૮૮૮-૩૪-બ

આ રમતને રાષ્ટ્રીય કક્ષાએ શાળાકીય સ્પર્ધાઓમાં સ્થાન અપાવનાર આપણું ગુજરાત રાજય છે. ગુજરાત રાજયએ જ રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય સ્પર્ધાઓ માટેનો અભ્યાસક્રમ તથા નિયમો નકકી કર્યા છે.

રાજયમાં રમતગમત પ્રવૃત્તિનો સમતોલ વિકાસ થાય તેમજ ગ્રામ્ય વિસ્તારના નૈસર્ગિક પ્રતિભા ધરાવતા હોય તેવા યુવાનોને પોતાની શક્તિ પ્રસ્થાપિત કરવાની તકો ઉભી થાય તેવા ઉમદા હેતુ માટે રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે પાર્ટ ટાઇમ યોગ પ્રશિક્ષકોની નિમણૂંક કરવામાં આવેલ છે. હાલમાં આવા ૭પ યોગ પ્રશિક્ષણ કેન્દ્રો કાર્યરત છે. અત્યાર સુધીમાં ૯૮૫૨૯ તાલીમાર્થીઓએ લાભ મેળવેલ છે.

યોગની રમતમાં પ્રશિક્ષણ લેવા માટે જે તે જીલ્લાના સિનીયર કોચશ્રી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીએ નામ રજીસ્ટ્રેશન કરાવવાથી વિનામૂલ્યે યોગ પ્રશિક્ષક દ્વારા યોગની તાલીમ આપવામાં આવે છે.

અનુ. નં. વર્ષ ભાગ લીધેલ ખેલાડીઓની સંખ્યા
૨૦૦૪-૦૫ ૧૮૯૮૯
૨૦૦૫-૦૬ ૧૭૭૭૧
૨૦૦૬-૦૭ ૧૦૫૩૨
૨૦૦૭-૦૮ ૧૮૯૭૫
૨૦૦૮-૯ ૯૧૨૩
૨૦૦૯-૧૦ ૭૧૯૩
૨૦૧૦-૧૧ ૯૯૭૭
૨૦૧૧-૧૨ ૫૯૬૯
કુલ ૯૮૫૨૯

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

2.86046511628
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
સંબંધિત વસ્તુઓ
વધુ...
Back to top