રાજ્યના યુવાનો અને યુવતિઓ તેમની શક્તિઓને યોગ્ય માર્ગે વાળી સમાજ ઉપયોગી કાર્યો,પ્રવૃતિઓ પાછળ યુવા શકિતનો વિકાસ થાય અને નેતૃત્વ શકિત વિકસે તે હેતુથી પ્રતિવર્ષે રાજ્યના 33 જિલ્લા એકમોમાં ૩ દિવસ માટેની આવી શિબિરો ૧૯૯૦-૯૧ના વર્ષથી યોજવામાં આવે છે. આ શિબિરમાં રપ તાલીમાર્થીઓ ભાગ લે છે.પસંદગી પામેલ તાલીમાર્થીઓનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૧૦.૫૬ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૮૨૫ લાભાર્થીઓ લાભ લેશે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020