(૧) રાજયકક્ષાં રમતગમતની પ્રવૃત્તિઓનું સંચાલન વિકાસ અને પ્રચાર કરતાં ગ્રામ્ય, શહેર, તાલુકા જિલ્લા તથા રાજયકક્ષાના મંડળોને માન્યતા અંગેની તથા માન્યતા પ્રાપ્ત આવા મંડળોને અનુદાન આપવા અંગેની યોજના અમલમાં છે. અને નિયમાનુસાર ખરેખર ખોટની મર્યાદામાં નીચે પ્રમાણે મહતમ મર્યાદામાં અનુદાન આપવામાં આવે છે.
(ર) રાજયકક્ષાનું માન્ય મંડળ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિઘ્ધિ મેળવે અથવા અપ્રિતમ દેખાવ કરે અથવા તો રાજયકક્ષાએ જે તે રમતના વિકાસ માટે આગવો કાર્યક્રમ યોજે તો તેવા મંડળને રૂા. ૧૦૦૦/ ની પ્રોત્સાહક ગ્રાન્ટ સામાન્ય ગ્રાન્ટ ઉપરાંત આપવામાં આવે છે.
(૩) રાજયકક્ષાનું રમતગમત મંડળ જો ગુજરાત રાજયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું યજમાન બને તો તેવા મંડળને આવી સ્પર્ધા માટે જુથ "અ", "બ", "ક" મુજબ અનુક્રમે મહત્તમ રૂા. ર૦,૦૦૦/, રૂા. ૧પ,૦૦૦/ અને રૂા. ૧૦,૦૦૦ ની ગ્રાન્ટ ચુકવવામાં આવે છે.
આ યોજનામાં રુ. ૭ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તથા જીલ્લા કક્ષાના ૧૧૩ તથા રાજય કક્ષાના ૧૦ મંડળોને લાભ આપવામાં આવ્યો છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020