રાજયમાં મહિલાઓ માટેની સ્વ૦-રક્ષણની તાલીમની અગત્યસતાને ધ્યા૯નમાં રાખી રાજયની કિશોરીઓ, તરૂણ, તરૂણીઓ, મહિલાઓને જુડો કરાટેની તાલીમ દ્વારાપૂરતી સ્વય-રક્ષણની તાલીમ આપી તેઓ ઉપર બનતા અજુગતા હુમલાઓ કે અસામાજીક તત્વોણ દ્વારા તેમની સાથે થતા અઇચ્છમનીય વ્ય વહારના પ્રસંગોએ તેઓ દ્વારા હિંમતપૂર્વક પોતાનું સ્વી-રક્ષણ કરી શકે અને આવા તત્વોાનો સામનો કરી શકાય તે મુખ્યવ હેતુથી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના તા.૧૨.૧૦.૨૦૦૦ ના ઠરાવ ક્રમાંકઃએસએજી./૧૦૯૯/૪૮૯૧/૨૧ બ થી આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં જીલ્લા કક્ષાએ ૨૬ જેટલા મહિલા સેલ્ફ ડીફેન્સ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે.
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજયના કુલ ૪૭૬૭૬ કરતાં પણ વધારે મહિલા ખેલાડીઓને જુડો તથા કરાટેની તાલીમ આપવામાં આવેલ છે, જેની વર્ષવાર વિગત નીચે મુજબ છે
અનુ. નં. | વર્ષ | ભાગ લીધેલ ખેલાડીઓની સંખ્યા |
૧ | ૨૦૦૨-૦૩ | ૪૩૮૦ |
૨ | ૨૦૦૩-૦૪ | ૪૪૦૪ |
૩ | ૨૦૦૪-૦૫ | ૩૧૫૪ |
૪ | ૨૦૦૫-૦૬ | ૭૪૧૧ |
૫ | ૨૦૦૬-૦૭ | ૫૬૫૧ |
૬ | ૨૦૦૭-૦૮ | ૫૫૬૪ |
૭ | ૨૦૦૮-૯ | ૩૦૫૬ |
૮ | ૨૦૦૯-૧૦ | ૩૫૬૯ |
૯ | ૨૦૧૦-૧૧ | ૫૦૨૧ |
૧૦ | ૨૦૧૧-૧૨ | ૫૪૬૬ |
કુલ | ૪૭૬૭૬ |
મહિલા સેલ્ફ ડીફેન્સની તાલીમ લેવા માટે જે તે જીલ્લાના સિનીયર કોચશ્રી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીએ નામ રજીસ્ટ્રેશન કરાવવાથી વિનામૂલ્યે મહિલા સેલ્ફ ડીફેન્સ ઇન્સ્ટ્રકટર દ્વારા જુડો તથા કરાટેની તાલીમ આપવામાં આવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020