રાજયના ૮ થી ૧૩ વર્ષના સામાન્ય , અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જન જાતિના બાળકોમાં શારીરિક ક્ષમતા વધે, સાહસિક બને અને તેઓનામાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે તે હેતુથી વર્ષ-ર૦૧૦-૧૧ થી ૧૦૦ બાળકોનો એક એવા અલગ-અલગ ત્રણ એડવેન્ચર કોર્ષનું આયોજન કરવમાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. સને-ર૦૧ર-ર૦૧૩માં રૂા.૨.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૦૦ લાભાર્થીઓ લાભ લેશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020