અનુસૂચિત જન જાતિની વધુ વસ્તી ધરાવતા રાજયના ૧ર જિલ્લાઓમાં માત્ર અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે રાજય સરકારે સાત દિવસના વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરોનું આયોજન કરે છે. જેમાં પસંદ થયેલ પ૦ યુવક-યુવતીઓને વ્યક્તિ વિકાસની તાલીમ તેમજ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગાસનની તાલીમ આપવામાં આવે છે. સને-ર૦૧ર-ર૦૧૩માં રૂા. ૭.૮૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૬૦૦ લાભાર્થીઓ લાભ લેશે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020