વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અનુસૂચિત જાતિ યોગ સેમીનાર

આ વિભાગમાં અનુસૂચિત જાતિ યોગ સેમીનાર વિષે માહિતી આપેલ છે

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : એસએજી/૧૦૨૦૦૮/૬૮/બ તા. ૫/૪/૨૦૦૮ થી આ યોજના અમલમાં આવેલ છે.

ઉકત ઠરાવથી અનુસુચિત જાતિ વસ્તી ધરાવતા તાલુકાની જગ્યા ઉ૫ર યોગ સેમીનારનું આયોજન કરવા બાબતની સને ૨૦૦૮-૦૯ ના વર્ષથી વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. રાજયમાં રમતગમતની પ્રવૃત્તિઓનો વિકાસ થાય એ માટે રાજયના તમામ જીલ્લાઓમાં રમતગમતને અનુરૂપ એવા યોગ કેન્દ્રો અને ફીટનેશ સેન્ટરની સ્થાપનાથી ગ્રામ્ય વિસ્તારના નૈસર્ગિક પ્રતિભા ધરાવતા હોય તેવા ભાઇઓ/બહેનોને પોતાની શકિત સ્વાસ્થ્યવર્ધક રમતગમત પ્રવૃત્તિઓ વધુ પ્રચલિત અને લોકપ્રિય થાય તેવા ઉમદા હેતુથી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા યોગ ફીટનેશ સેન્ટરો રાજયના તમામ જીલ્લાઓમાં કાર્યરત કરવામાં આવેલ છે. આ યોજનાનો મૂળભૂત હેતુ રાજયના અનુસુચિત જાતિ ધરાવતા તાલુકાના એવા સ્થળો કે જયાં અનુસુચિત જાતિની વધારેમાં વધારે વસ્તી ધરાવતા હોય તેવા સ્થળો ઉપર યોગ સેમીનારનું આયોજન કરી અનુસુચિત જાતિના બાળકોમાં યોગ પ્રત્યેની રૂચિ કેળવાય અને શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્યવર્ધક જીવન જીવે તેવા અભિગમ સાથે યોગ સેમીનારનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સેમીનારમાં અનુસુચિત જાતિની વસ્તી ધરાવતા યુવક /યુવતીઓ માટે દિવસ-૭ ના યોગ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે નિયત નમુનાનું અરજીપત્રક જે તે જીલ્લાના સિનીયર કોચ,જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીએથી મેળવી સંપૂર્ણ બાયોડેટા અરજીપત્રક ભરી નામ રજીસ્ટ્રેશન કરાવ્યેથી આ યોગ સેમીનારનો લાભ લઇ શકાશે. આ યોગ સેમીનારના લાભાર્થીઓને વિનામુલ્યે ભોજન તેમજ એકવાર જવા-આવવાનું ભાડું આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં અનુસુચિત જાતિ યોગ સેમીનારમાં કુલ ૪૫૧૧ લાભાર્થીઓએ ભાગ લીધેલ છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.08823529412
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top