રાજ્ય યુવક-યુવતીઓ સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની મૌલિક કૃતિઓ ઉત્કૃષ્ઠ રીતે રજુ કરે તે માટે પ્રતિવર્ષ તાલુકા, જિલ્લા, પદેશ, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ યુવા ઉત્સવ યોજનામાં આવે છે. ૧૫ વર્ષથી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના યુવક-યુવતીઓ માટે સાહિત્ય વિભાગમાં વક્તૃ્ત્વ સ્પર્ધા (હિન્દી / અંગ્રેજી) નિબંધ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ-શાયરી લેખન, કાવ્યલેખન, દોહા-છંદ-છોપાઈ, લોકવાર્તાની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. કલા વિભાગમાં સર્જનાત્મક કરીગરી તથા ચિત્રકલાની સ્પર્ધા યોજવામાં આવે છે.
સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રિય અભિનય, કર્ણાટકી સંગીત, શાસ્ત્રીય નૃત્યમાં ભારતનાટ્યમ, કથ્થક, મણીપુરી, ઓડિસી, કુચિપુડી નૃત્ય સ્પર્ધા, લોકગીત, ભજન, સમુહગીત, લોકનૃત્ય, એકાંકી, સિતાર, વાંસળી, વીણા, મૃંદગમ, હાર્મોનિયમ, ગિટાર અને તબલાની સ્પર્ધાઓ યોજાય છે.
તાલુકાકક્ષાએ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને પ્રાદેશિક કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે. પ્રાદેશિક કક્ષાએ પ્રથમ અને દ્વિતિય ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રકક્ષાના સ્પર્ધાના નિયમો મુજબ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકોને રાષ્ટ્રીયકક્ષાના યુવા ઉત્સવમાં યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે.
રાજ્યના યુવાનોની સાંસ્કૃતિક તથા કલા શક્તિનો વિકાસ થાય તથા તેઓની કલા શક્તિને પ્રોત્સાહન મળે તે હેતુને લક્ષમાં લઈ ૧૯૬૮-૬૯ના વર્ષથી આ ઉત્સવ યુવક મોકત્સવના નામથી ત્યાર પછી ૧૯૮૩-૮૪ના વર્ષથી યુવક પ્રતિભા શોધ સ્પર્ધાના નામથી અને ૧૯૯૭-૯૮ના વર્ષથી યુવા ઉત્સવના નામે પ્રતિવર્ષ યોજવામાં આવે છે.
ગુજરાત જુનાગઢ જલ્લાના ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં બહેનો માટે ૧૬ નોટીકલ માઈલ અને ભાઈઓ માટે ૨૧ નોટીકલ માઈલની હરિઓમ આશ્રમ પ્રેરિત વીર સાવરકરવ અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા ગુજરાત રાજ્યમાં એકાંતરે વર્ષે યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશના પ્રમુખ અખબારોમાં જાહેરાતો આપી રસ ધરાવતાં સાહસિક તરવૈયાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિ દ્વારા ભારતભરમાંથી પસંદ કરેલ ૩૦ ચુનંદા તરવૈયા સ્પર્ધકોને ભાગ લેવા બોલાવવામાં આવે છે.
હરીઓમ આશ્રમ નડિઆદ તરફથી રાજ્ય સરકારને રૂ. ૧,૨૫,૦૦૦/- નું દાન આપવામાં અવેલ છે. તેની રકમના વ્યાજમાંથી આ સ્પર્ધાના વિજેતાઓને રોકડ ઈનામ આપવામાં આવે છે. આ સ્પર્ધા અયોજન-સંચાલનનો સંપૂરણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.
ગુજરાત રાજ્ય આદિવાસી કલા અને સંસ્કૃતિના જતન માટે તેમજ સમાજના અન્ય વર્ગો સાથે તેનું આદાન-પ્રદાન થતુ રહે, આદિવાસી કલાકાર ભાઈઓ-બહેનોમાં રહેલ અપ્રગટ શક્તિઓને વિકસાવવાની તક મળી રહે તેમજ તેના વારસાની જાળવણી વગેરે હેતુંઓની સાર્થકતા માટે આ કચેરી દ્વારા રાજ્યકક્ષાનો અદિવાસી મહોત્સવ ૧૯૯૦-૯૧ના વર્ષથી પ્રતિવર્ષ યોજવામાં આવે છે.
આ મહોત્સવ પ્રતિવર્ષ ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, નર્મદા અને દાહોદ જિલ્લામાંથી પસંદ કરેલ વિવિધ આદિવાસી મંડળીઓના ૧,૦૦૦ જેટલાં યુવક-યુવતીઓ તથા વિવિધતા માટે પાડોશી રાજ્યો ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ એક આદિવાસી મંડળીઓના કલાકારોને મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
આ અદિવાસી મહોત્સવમાં આદિવાસી લોકનૃત્યો, લોકગીતો, લગ્નગીતો, લોકવાદ્યો સંગીત, લોકવાર્તા વગેરે કલાઓ કલાકારો પોતાના પ્રદેશની આગવી સંસ્કૃતીને અનુરૂપ રહીને રજુ કરે છે. આ મહોત્સવમાં ભાગ લેનાર કલાકારોનો પ્રવાસખર્ચ, ભોજનખર્ચ, નિવાસખર્ચ તથા અન્ય તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.
રાજ્યના યુવા-યુવતિઓને પ્રાકૃતિક પ્રેમ, નૈસર્ગિક દર્શન, વન્ય પશુ-પક્ષી, વૃક્ષો, પહાડ, ખડકો, કોતરો વગેરેનો પ્રત્યક્ષ પરીચય મળે તેમજ જંગલ વિસ્તારમાં રહેતી પ્રજાનુ જીવન, મુશ્કેલીઓ, તેમના હસ્ત ઉદ્યોગો, કલા અને સંસ્કૃતિ વગેરેની જાણકારી મળી શકે તેમજ તેમનામાં સાહસિક્તાના ગુણો ખીલે તે હેતુંથી ગુજરાતના જુદા જુદા વન વિસ્તારમાં પસંદ કરેલ ૧૦૦ યુવક-યુવતિઓ માટે ૧૦ દિવસનો પરિભ્રમણનો કાર્યક્રમ ૧૯૯૦-૯૧ના વર્ષથી યોજવામાં આવે છે. આ અંગેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.
ગુજરાત રાજ્ય ૧૬૦૦ કિ.મી.નો વિશાળ દરિયા કાંઠો ધરાવે છે. રાજ્યના યુવક-યુવતિઓ સાગરકાંઠાના જુદા જુદા વિસ્તારો, સાગર સંપત્તિ, ભોજન ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતી પ્રજાનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિ વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તેમજ સાગરલક્ષી પ્રવૃતિઓમાં ભાગ લેવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી ૧૯૯૦-૯૧ના વર્ષથી ૧૦૦ યુવક-યુવતિઓ માટે ૧૦ દિવસનો પરિભ્રમણ કાર્યક્રમ યોજનામાં આવે છે. આ અંગેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છ.
પ્રત્યેક વર્ષ ગુજરાત રાજ્ય વિવિધ સાગર કિનારાના માછીમાર, ખલાસી, ટંડેલ અને ખારવાઓ માટે હરિઓમ આશ્રમ પ્રેરિત મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજવામાં આવે છે. આ હોડી સ્પર્ધાથી આપણી સારગખેડુ પ્રજામાં સાહસિક વારસો તેમજ તેમનામાં ગૌરવ પ્રગટાવવાની તક મળે છે. પરિણામે સાગરખેડુ કોમના બહાદુર યુવક-યુવતિઓને લાંબા અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મેળવે છે. અને તે દ્વારા તેમની ખુમારીના દર્શન ગુજરાતની પ્રજાને થતાં રહે છે. આ સ્પર્ધાના અયોજન-સંચાલન અંગેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે.
હરિઓમ આશ્રમ તરફથી સરકારને રૂ. ૪૦,૦૦૦/-નુ દાન મળેલ છે. તેના વ્યાજમાંથી આ હોડી સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
ગિરનાર પર્વત પર બનાવેલ અંદાજે ૯૯૦૦ પગથિયા પૈકી ૫૫૦૦ પગથિયા ઉપર આરોહણ-અવરોહણની સ્પર્ધા યોજવામાં આવે છે. રાજ્યના અગ્રણી દૈનિક સમાચારપત્રોમાં જાહેરાત આપી અરજીઓ મંગાવીને પસંદગી સમિતિ દ્વારા ૫૦૦ જેટલાં યુવક-યુવતિઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવે છે. આ સ્પર્ધા જુનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવે છે. ભાગ લેનાર સ્પર્ધકોને નિવાસ, ભોજન તથા પ્રવાસખર્ચ રાજ્ય સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવે છે.
રાષ્ટ્રકક્ષાની આ સ્પર્ધામાં સમગ્ર ભારતના તમામ રાજ્યો માંથી યુવક-યુવતિઓ ભાગ લેવા આવે છે. ગિરનાર પર્વત પર બનાવેલ અંદાજે ૯૯૦૦ પગથિયા પૈકી ૫૫૦૦ પગથિયા ઉપર આરોહણ-અવહોરણની સ્પર્ધા યોજવામાં આવે છે. આ સ્પર્ધા જુનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવે છે. ભાગ લેનાર સ્પર્ધકોને નિવાસ, ભોજન તથા પ્રવાસખર્ચ રાજ્ય સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવે છે. .
કોમન વેલ્થ યુથ ગેઈમ્સ, પુના (મહારાષ્ટ્ર) ખાતે યોજાનાર હતી તે પૂર્વે યુવા જાગૃત્તિ, પર્યાવરણ જાગૃત્તિ, Save the tiger અને યુવાનો રમતમગત પ્રત્યે લાભ લેવા માટે સક્રીય બને તે હેતુને લક્ષમાં લઈ દીલ્હીથી મહારાષ્ટ્ર સુધી દેશના ચૂનંદા રમતવીરોએ તા. ૨૭-૦૮-૨૦૦૮ થી ૦૩-૦૯-૨૦૦૮ દરમ્યાન યોજાયેલ યુથ બેટન રીલે કે જે ગુજરાતમાંથી પસાર થયેલ તેનુ સફળતાપૂર્વક અયોજન કરવામાં આવ્યું.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020
આ વિભાગમાં યુવા પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપેલ છે