ગુજરાતમાં પ્રાચીન સભ્યતા ધરાવતી સેંકડો સાંસ્કૃત્તિક વસાહતો ઠેર ઠેર પથરાયેલી છે. જેમાં હડપ્પીય સભ્યતાનાં પૂવાર્ધકાળ (ઇ.સ.પૂર્વે સદી-ર૯૦૦), હડપ્પાકાળ (ઇ.સ. પૂર્વ સદી રપ૦૦ થી ૧૯૦૦) , અને હડપ્પીય કાળ (ઇ.સ.પૂર્વે ૧૯૦૦ થી ૧ર૦૦) અને ઐતિહાસિક યુગનાં પ્રારંભિક કાળ (ઇ.સ.ની ૧ થી ૪ સદી) ની વસાહતોનો સમાવેશ થાય છે.
પુરાતત્વ ખાતા હસ્તક કુલ-૩૬૦ રાજય રક્ષિત સ્મારકો છે. આ સ્મારકોની જાળવણી અને જરુરીયાત મુજબનું પુરારક્ષણ કાર્ય પુરાતત્વસ ખાતા દ્વારા કરવામાં આવે છે. તદ્ઉપરાંત પુરાતત્વક ખાતા દ્વારા પુરાતત્વીય સર્વેક્ષણ ઉત્ખરનન, લેખ પ્રકાશન, પુરાતત્વ વિષયક પ્રદર્શનો યોજવા, વ્યાખ્યાનમાળા /સેમીનારનું આયોજન કરવું. પુરાતત્વીય પ્રવાસ-શિબીરનું આયોજન કરવું, સ્થળ તપાસ, ભૂમિગત ધન અધિનિયમ હેઠળના કિસ્સાઓ સબંધિત કામગીરી, સ્માપરકોને વાતાવરણીય પ્રતિકૂળ અસરથી નુકશાન થતું અટકાવવા રાસાયણિક માવજત, રક્ષિત સ્મારકોનું નિરીક્ષણ જેવી અનેક પ્રવૃત્તિઓ ખાતા દ્વારા હાથ ધરવામાં આવે છે.
પુરાતત્વ ખાતુ મુખ્યત્વે ત્રણ પ્રકારની કામગીરી સાથે સંકળાયેલું છે.
ગામે ગામની મોજણી જેમાં પ્રતિવર્ષ જેતે તાલુકાનાં ૨૫-ગામોનું વિગતવાર સર્વેક્ષણ હાથ ધરી પ્રચીન અવશેષો શિલ્પ-સ્થાપત્યો વગેરેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. જેનાં આધારે મહત્વનાં સ્મારકોને રાજયરક્ષિત તરીકે જાહેર કરવામાં આવે છે. તેમજ મહત્વનાં અવશેષો મળવાની શકયતા જણાતી હોઇ તેવા સ્થળોએ ઉત્ખેનન કરવાનુ આયોજન થાય છે.
સર્વેક્ષણ દરમ્યાન પ્રાગઐતિહાસિક કાળના અશ્મયુગિન ઓજારોથી માંડીને મધ્યકાળના ઉત્તરાર્ધ સુધીનાં પુરાવશેષોનું સંશોધન/અધ્યયન કરવામાં આવે છે.
પ્રકાશિત પુસ્તકો
(૧) શકિતકુંડ ગામ-આખજ તા.જી. મહેસાણા (ર) ઉપરકોટ ગામ.તા.જુનાગઢ (૩) સૂર્ય મંદિર ગામ-મોઢેરા જી. મહેસાણા (૪) ગુજરાતની શિલ્પ સમૃધ્ધિત અને વિહાંગલોકન (પ) ગુજરાતનું મૂર્તિ વિધાનનું પુનઃમુદ્રણ (૬) ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ગ્રંથ ૧-૨ નું પુનઃમુદ્રણ (૭) ગુજરાતમાં પાષાણયુગ (૮) શિલ્પ-સ્થારપત્યનાં પરિપ્રેક્ષમાં પોળો (૯) ગુજરાતમાં સિંધુ ઘાટીની સભ્યતા.
પ્રકાશિત ચોપાનિયાં/ફોલ્ડર
(૧) ગોપનું મંદિર - ગામ-ગોપ તા.જામજોધપુર જી. જામનગર (ર) તરણેતર (ત્રિનેત્રેશ્વર મંદિર) - ગામ-તરણેતર તા.ચોટીલા જી. સુરેન્દ્રનગર (૩) શિવ મંદિર - ગામ-કેરા તા.ભુજ જી. કચ્છ (૪) શૈલ ગુફાઓ - ગામ-ખંભાલીડા તા.ગોંડલ, જી.રાજકોટ (૫) રાતબા ઉર્ફે રાજબાઇની વાવ - ગામ-રામપુરા તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર (૬) સૂર્ય મંદિર -ગામ- પ્રભાસ પાટણ તા.પ્રભાસ પાટણ જી. જૂનાગઢ (૭) કુંતાસી-ઉત્ખનન - ગામ-કુંતાસી તા.માળિયા જી. રાજકોટ (૮) શૈલ ગુફા- ગામ-સિયોત તા.લખપત જી.કચ્છ (૯) શકિતકુંડ- ગામ-આખજ તા.જી.મહેસાણા (૧૦) નિલકંઠ મહાદેવનું મંદિર- ગામ-પોશીના તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા (૧૧) નવલખા મંદિર- ગામ-ઘુમલી તા.ભાણવડ જી.જામનગર (૧૨) શ્રીમતી કસ્તુરબાનું ઘર- ગામ-પોરબંદર તા.જી. પોરબંદર (૧૩) શિતળા માતા મંદિર- ગામ-બુટાપાલડી તા. જી.મહેસાણા (૧૪) પુઅરેશ્વર મંદિર, ગામ-મંજલ તા.નખત્રાણા (કચ્છ).
ઉપરોકત વર્તુળ કચેરીઓના વડાને કચેરીની કામગીરીમાં સહાયભૂત થવા માટે તકનીકી સહાયક, પુરારક્ષણ સહાયક, હેડકલાર્ક, શ્રેયાન કારકુન, કારકુન, ડ્રાઇવર વગેરેનો સમાવેશ થાય છે.
સહાયક પુરાતત્વ નિયામક/અધિક્ષક પુરાતત્વવિદે તમામ તકનીકી કામગીરી તેમજ વહીવટી કામગીરીની જવાબદારી નિભાવવાની હોય છે. પ્રતિ વર્ષ જે તે વર્તુળ કચેરી દ્વારા ગામે ગામની મોજણી, નદીની પુરાતત્વીય મોજણી હાથ ધરવી, રક્ષિણ સ્મારકોનું નિરીક્ષણ, લોકો તરફથી આવતી રજૂઆતોના અનુસંધાન સ્થળ તપાસો કરવી, ભારતીય ભૂમિગત ધન અધિનિયમ હેઠળના કિસ્સા અંતર્ગતની સ્થળ તપાસો હાથ ધરવી, ઉત્ખનન કાર્ય હાથ ધરવું, પ્રાચીન સ્મારકોને રક્ષિત કરવા માટેની દરખાસ્તો તૈયાર કરવી, અહેવાલ લેખન તૈયાર કરવા, પ્રાચીન સ્મારકોનું પુરારક્ષણ કાર્ય હાથ ધરવું, રક્ષિત સ્મારકોની જાળવણી, સ્મારકની આસપાસ ગેરકાયદે બાંધકામ થતું હોય તો તેને અટકાવવું, પુરાતત્વીય શિબિરો યોજવી, પુરાતત્વીય પ્રદર્શનો યોજવા, દ્રશ્ય શ્રાવ્ય સાથે વ્યાખ્યાનો યોજવા જેવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
નાગરિકો તરફથી પુરાતત્વ વિષયક મળતી રજૂઆતોનો યોગ્ય સમય મર્યાદામાં નિકાલ થાય તે માટેનું જરૂરી આયોજન કરવામાં આવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020