રાજયમાં ગ્રામ્ય સ્તરે વાંચન અને સાંસ્કૃતિક પ્રસારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા સારૂ ગામડાઓમાં ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવાની યોજના રાજય સરકારે ચાલુ વર્ષે અમલમાં મુકેલ છે.
આ યોજના અંતર્ગતજે ગામડાઓમાં ગોકુળ ગ્રામ હેઠળ કોમ્યુનિટી હોલ બંધાયો હોય ત્યાં કોમ્યુનિટી હોલના એક ભાગમાં ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. આવા કેન્દ્રો અંશ:કાલિન સમય માટે ગ્રામ્ય પ્રજાને ગ્રંથાલય અને વાંચન ખંડની સુવિધા પૂરી પડાઇ રહી છે. આ માટે પ્રત્યેક કેન્દ્રને પ્રથમ વર્ષે રૂ. ૫૦,૦૦૦/-ની રકમના પુસ્તકો અને રૂ. ૧૫,૦૦૦/-નું ફર્નિચર પૂરું પડવામાં આવેલ છે. તેમજ પ્રતિવર્ષે જોગવાઇઓની મર્યાદામાં રહીને શિષ્ટ અને જ્ઞાનવર્ધક સામયિકો તથા વર્તમાનપત્રો મંગાવવામાં આવે છે. આવા કેન્દ્રોનું સંચાલન ગામની કોઇ વ્યકિતને અથવા ગામની કોઇ રજિસ્ટર્ડ સંસ્થા કે યુવક મંડળને સોંપવામાં આવેલ છે. કેન્દ્રની રોજબરોજની વ્યવસ્થા માટે એક અંશ:કાલિન કર્મચારી માનદ્ વેતનથી રાખવામાં આવેલ છે.
ગુજરાત રાજયમાં સને ૨૦૦૦-૨૦૦૧ના વર્ષમાં રાજય સરકારે તા. ૨૮-૦૨-૨૦૦૧ના રોજ વિધાનસભામાં ગ્રંથાલય વિધેયક પસાર કરેલ છે. જેનો ટૂંક સમયમાં અમલ થનાર છે. સને ૨૦૦૦-૨૦૦૧ના વર્ષમાં ગ્રંથાલય ખાતાએ ૧૪૨ ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રોની શરૂઆત કરેલ છે. દરેક ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેન્દ્રોને પુસ્તકો તેમજ ફર્નિચર સહાય સ્વરૂપે પુરાં પાડેલ છે.
ગુજરાત રાજયની સ્થાપના પછી રાજયમાં જાહેર ગ્રંથાલયના વિકાસ માટે સ્વતંત્ર ગ્રંથાલય ખાતાની રચના થતાં જાહેર ગ્રંથાલય સેવાનો સારો એવો વિકાસ થઇ રહયો છે.
આવા કેન્દ્રો શરૂ કરવા સારૂ ગ્રંથાલય ખાતાની અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા અને ભાવનગર ખાતેની વિભાગીય કચેરીઓમાંથી વિષેશ માહિતી મળી શકશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020